ઋ
શબ્દ સંશોધન ડો હિતેશ ચૌહણ
ક્રમ |
શબ્દ |
અર્થ |
શબ્દપ્રયોગ |
૦૧ |
ધન;દોલત; દ્રવ્ય; પૈસો. |
નિતિન પાસે પુષ્કળ ઋકથ હોવા છતાં તેનામાં અભિમાનનો છાંટોયે નહોતો. |
|
૦૨ |
ઋક્સહસ્ત્રમિતેક્ષણ |
શિવનાં હજાર માંહેનું એક નામ. |
બિલ્વપત્ર અને દૂધના અભિષેકથી ઋકસહસ્ત્રમિતેક્ષણની પૂજા અર્ચના કરવામાં આવે છે. |
૦૩ |
ઋક્સામ |
ઋગ્વેદ અને સામવેદ. |
ઋકસામ એ પ્રાચીન જ્ઞાનવિશેષ અને સંગીતપ્રધાન સાહિત્ય છે. |
૦૪ |
ઋક્શૃંગ |
વિષ્ણુ. |
અમૃતનો કળશ દાનવો પાસેથી પાછો મેળવવા માટે ભગવાન ઋકશૃંગે મોહિની રૂપ ધારણ કરેલું. |
૦૫ |
ઋખિ |
ઋષિ; મુનિ; તપસ્વી; સાધુ. |
ભગવાનને પ્રસન્ન કરવા ઋખિઓ કઠોર તપ કરતાં. |
૦૬ |
ઋખ્યમાન |
નર્મદા નદી પાસેનો એ નામનો પર્વત. |
નર્મદા નદીના કિનારે ઋખ્યમાન એક તપસ્વીની માફક બિરાજેલ છે. |
૦૭ |
ઋગ્મિય |
વખાણવા જેવું. |
કવિ રાજારામ વર્માનાં તૈલી ચિત્રો ઋગ્મિય હોય છે. |
૦૮ |
ઋગ્મી |
પૂજા કરતું; માન આપતું. |
૧. કેટલાક દંભી લોકો બધાની સમક્ષ પોતે ઋગ્મી હોવાનો ઢોંગ કરે છે. ૨. ઋગ્મી[માન આપતી] વ્યક્તિ દરેકનું મન મોહી લે છે. |
૦૯ |
ઋચીષ |
નરક, લોઢી. |
૧. દાનપુણ્ય કરનારને મૃત્યુ બાદ સ્વર્ગ અને પાપલીલા આચરનારને ઋચીષ પ્રાપ્ત થાય છે. ૨. રસોડામાં તાવડીનું સ્થાન હવે ઋચીષે લઈ લીધું છે. |
૧૦ |
ઋતપેશ |
સંપૂર્ણ સ્વરૂપવાળું. |
ઋતપેશ ભગવાન વિષ્ણુના દર્શનમાત્રથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે. |
૧૧ |
ઋતસદન |
યજ્ઞ માટે બેસવાનું સ્થાન. |
ઋતસદન હંમેશા સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ. |
૧૨ |
ઋતિકર |
દુર્ભાગી; કમનસીબ. |
જેમના માથા પર માતા–પિતાની છત્રછાયા નથી હોતી તેઓ ઘણા ઋતિકર હોય છે. |
૧૩ |
ઋત્વિક |
પુરોહિત; આચાર્ય; ઋત્વિજ. |
ગર્ગઋષિ યાદવોના ઋત્વિક હતાં. |
૧૪ |
ઋતુધામા |
ઇંદ્ર. તે સ્વર્ગમાં રહે છે |
દાનવોએ ઋતુધામા પર આક્રમણ કરતાં દેવોમાં ખળભળાટ વ્યાપી ગયો. |
૧૫ |
ઋતોક્તિ |
સત્ય કથન; સાચું કહેવાપણું. |
રાજા હરિશ્ચન્દ્રનું નામ આજે પણ તેમની ઋતોક્તિ માટે જાણીતું છે. |
૧૬ |
ઋદ્ધિ |
પાર્વતી; દુર્ગા. |
માતા ઋદ્ધિ ભગવાન શિવ સાથે કૈલાસ પર બિરાજમાન હતા ત્યાં જ શ્રી ગણેશનું આગમન થયું. |
૧૭ |
ઋદ્ધિદા |
એ નામની એક શક્તિ. |
મહાલક્ષ્મીની પૂજાઅર્ચના, આહવાન કરવાથી ઋદ્ધિદા પ્રાપ્ત થાય છે. |
૧૮ |
ઋદ્ધિધારી |
સંપત્તિવાળું. |
સિનેજગતમાં કામ કરનારા દરેક સિને કલાકારો ઋદ્ધિધારી નથી હોતા. |
૧૯ |
ઋદ્ધિવૃદ્ધિ |
આબાદીમાં વધારો. |
ભારતમાં ઉત્તરોત્તર થતી ઋદ્ધિવૃદ્ધિ એ ચિંતાનું કારણ છે. |
૨૦ |
ઋણભાર |
કરજનો બોજો |
ચાલો સંકલ્પ કરીએ કે ત્રેવડ નહી હોય તો વેચાઈ જાઈશું પણ માથે ઋણભાર કદી નહી રાખીએ. |
૨૧ |
ઋણમત્કુણ |
જામીન; હામી. |
ધરપકડથી બચવા આગોતરા ઋણમત્કુણની અરજી કરવામાં આવે છે. |
૨૨ |
ઋભ્વ |
હિંમતવાન. નિશ્ચયવાળું. |
ઋભ્વ વ્યક્તિ કઠીન પરિસ્થિતિમાં પણ વિચલિત થતા નથી. |
૨૩ |
ઋવાદ |
મરણ; મોત. |
ઋવાદ એ જિંદગીનું સનાતન સત્ય છે. |
૨૪ |
ઋશય |
હિંસા. હિંસા કરવા જેવું |
મહાત્મા ગાંધી ઋશયનો હંમેશા વિરોધ કરતા. |
૨૫ |
ઋશ્યદ |
હરણ પકડવાનો ખાડો; કૂવો. |
મૃગને પકડવા પારધી જંગલમાં ઋશ્યદ બનાવી, છૂપાઈને શિકારની રાહ જોવા લાગ્યો. |
૨૬ |
ઋષિધર્મ |
જૈનધર્મ., વેદ ધર્મ. |
ઋષિધર્મ કહે છે, “અહિંસા પરમો ધર્મઃ“ |
૨૭ |
ઋષિપૂજન |
બળેવ |
ઋષિપૂજનના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે. |
૨૮ |
ઋષિરાય |
શ્રેષ્ઠ ઋષિ; ઋષિઓનો રાજા. |
ઋષિરાય વેદવ્યાસે મહાભારત જેવા મહાગ્રંથનું નિર્માણ કરેલું. |
૨૯ |
ઋષીક |
માંસાહારી. |
સિંહ ઋષીક પ્રાણી છે. |
૩૦ |
ઋષીકા |
દેવી. સ્ત્રીઋષિ. |
વેદકાલીન યુગમાં ગાર્ગી,મૈત્રેયી, સુલભા જેવી અનેક ઋષીકાઓ થઈ ગઈ. |
૩૧ |
ઋષુ |
બળવાન; જોરાવર. |
પાંચે પાંડવોમાં ભીમ સૌથી વધું ઋષુ હતા. |
૩૨ |
ઋક્ષપતિ |
રીંછોનો રાજા; રીંછોનો સરદાર જાંબુવાન. |
શ્રીરામની સેનામાં સુગ્રીવ,અંગદ,હનુમાન,ઋક્ષપતિ જેવા મહાન યોદ્ધાઓ હતાં. |
૩૩ |
ઋક્ષપુંજ |
તારાઓનો સમૂહ. |
બ્રહ્માંડમાં આપણાં સૂર્ય કરતાં પણ લાખો ગણા મોટા કદનાં અનેક ઋક્ષપુંજ આવેલા છે. |
૩૪ |
ઋક્ષર |
પાણીની ધાર. |
સતત પડતું ઋક્ષર પથ્થરને પણ કાપી નાખે છે. |
૩૫ |
ઋક્ષલા |
ઘૂંટી નીચેની નાડી. સાંકળ. |
૧.પગનાં રોગોનાં નિદાનમાં ઋક્ષલાનું પરિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. ૨.ઉન્મત્ત હાથીને મજબૂત ઋક્ષલા વડે બાંધવો પડે છે. |