અ
શબ્દ સંશોધન – વિજય શાહ
| ક્રમ | શબ્દ | અર્થ | શબ્દપ્રયોગ |
| ૧ | અ | બ્રહ્મા વિષ્ણુ મહેશ | અ થી શરુ થતુ જ્ઞાન પ્રભુ વરદાન છે |
| ૨ | અકચ | બોડું | જનોઇ લેતા બટુકોને અકચ કરવાનો રિવાજ છે. |
| ૩ | અકજ | નકામું | ગાંધીજીએ પત્રની ટાંકણી કાઢી લઇ સમગ્ર પત્ર અકજગણી કચરા પેટીમાં નાખ્યો |
| ૪ | અકરામ | ઇનામ | રાજા પંડિતોને માન અને અકરામથી નવાજે છે. |
| ૫ | અકાક | સુખ દુઃખથી પર | જ્ઞાની જ્યારે પરમ કક્ષાએ પહોંચે છે ત્યારે તે અકાક હોય છે |
| ૬ | અકાતર | હિંમતવાળા | ક્ષત્રીયો અકાતર હોવાથી રાજ્ય સંભાળતા હોય છે |
| ૭ | અકાબ | ગરુડ | પંખી અકાબ પંખીરાજ પણ કહેવાય છે. |
| ૮ | અકાબર | અમલદાર | અક્બરનાં બધા જ અકાબર બાહોશ હતા |
| ૯ | અકૂપાર | સમુદ્ર | અકૂપાર કદી પોતાના કાંઠા છોડતો નથી |
| ૧૦ | અકેલાસીય | પાસારહીત | કાચો હીરો અકેલાસીય હોય છે. |
| ૧૧ | અકોટ | સોપારી | પૂજનમાં અકોટ ફળ તરીકે પણ વાપરી શકાય. |
| ૧૨ | અક્કા | અબોલા | ક્ષણવારમાં બન્ને પ્રેમીજનો અક્કા કરી છુટા પડ્યા |
| ૧૩ | અક્ષુણ્ણ | પગરવ વિનાનું | અક્ષુણ્ણ ભાવનાઓ જ્યારે શબ્દો ધારણ કરે ત્યારેતો કવન રચાય. |
| ૧૪ | અખાડ | અષાઢ | અખાડએ વાવણીનો મહીનો.તે ચુકાય નહિં |
| ૧૫ | અખોડ | અખરોટ | અખોડ એ તૈલ યુક્ત ફળ છે |
| ૧૬ | અગડ | સોગંદ | અગડ દીધે ના રોકાય કોઈ વીર પુરુષ |
| ૧૭ | અગદ | દવા | પારદ અગદ માપ વિના લે તો મૃત્યુ નક્કી મળે સમય પહેલા |
| ૧૮ | અગર | સુગંધી લાકડુ | અગરની અગરબત્તી હજારો જાતની મળે. |
| ૧૯ | અગલ | નાનકડો ખાડો , ગબી | અગલમાં લખોટી પડી હતી છતાયે રાજુ અંચી કરીને આપવા નહોંતો માંગતો |
| ૨૦ | અગાત | શિલાલેખ | અશોક્ના જમાનાના ઘણા અગાતોમાં લખ્યુ હતું કે યુધ્ધનો અંત શાંતિ ક્યારેય નથી. |
| ૨૧ | અગિયું | હ્રસ્વ”ઇ” | અગીયું હંમેશા કોમળ ઉચ્ચારથી ઓળખાય છે જેમકે વિશ્વાસ.. |
| ૨૨ | અગ્ર્ય | શ્રેષ્ઠ | બધાથી આગળ ભારતીયો વિશ્વગ્ર્યે છે. |
| ૨૩ | અચક | ઠેસ, આંગળી, આડ | મન તારા અચક નીચે પ્રભુને ઝંખતું હતું |
| ૨૪ | અચબુચ | અચાનક, અચલા | તેં અચબુચ દર્શન દીધા અને હું પ્રફુલ્લીત વદને માણતો રહ્યો પ્રભુ તારી કૃપા |
| ૨૫ | અચૌર્ય | ચોરી નકરવી | અચૌર્ય એ જૈન પંચ મહાવ્રતમાંનું એક વ્રત છે |
| ૨૬ | અચો | ભીડ | ફીલ્મી શુટીંગ ની વાતથી અચો જમા થઈ ગઈ |
| ૨૭ | અછો અછો | ખુબ લાડ લડાવ્યા | મનગમતી ભાર્યા મળે તો પતિરાજ અછો અછો જ કરેને? |
| ૨૮ | અજદહા | અજગર | દસ ગજ લાંબો અજદહા જોઇ છક્કા છુટી ગયા |
| ૨૯ | અજમો | દવા, લાંચ | અજમો આપવાથી કામ ત્વરીત થયું |
| ૩૦ | અજાડું | કજીયાળૂ | પટેલ દંપતિ અજાડુ હોવાની વાત ખોટી છે |
| ૩૧ | અટવિ | જંગલ | ભવાટવિમાં ભટકવું ન હોય તો ધર્મમય જીવન જીવવું જોઇએ. |
| ૩૨ | અટાઉ | ઠગાઈ | અટાઉનો માલ બટાઉમાં જાય |
| ૩૩ | અટીસોમટીસો | સંતાકુકડી | અટીસોમટીસો એ ગુરુકુળની રમત છે. |
| ૩૪ | અટાર | ધૂળ | સમય આવ્યે અટારની અને કટારની જરૂર પડે |
| ૩૫ | અટેરવુ | સુતર ઉતારવુ | દસ પુણી કાંત્યા પછી બાપુ અટેરવુ કરતા |
| ૩૬ | અઠાયું | આળસુ | અઠાયુમન એટલે શયતાન નિવાસ |
| ૩૭ | અઠિંગણ | ટેકો દેવો | ઓસરીની ભીતે અઠિંગણતે નિમ્નમસ્તક ડુબતા સૂરજ જોઇ રહ્યો હતો. |
| ૩૮ | અડક | ઉપનામ, અટક્ | ગોરપદુ કરે તેની અડક પણ ગોર જ હોય. |
| ૩૯ | અડપવું | ખંતથી મંડ્યા રહેવું | અડપનારા સફળ થાય જ |
| ૪૦ | અડવડ | લથડવુ | દારુ પી ને તે અડવડતો રસ્તો પાર કરવા ગયોને… |
| ૪૧ | અઢાડ | ચરવા મોકલ્વુ | ગોરજ ટાણે અઢાડ સૌ પાછા આવે |
| ૪૨ | અણગાર | જેણે ઘર બાર ત્યાગ્યા | અણગારવ્રત એ કઠીન તપ છે. |
| ૪૩ | અતરડી | નાની કાનસ | સોની અતરડી લઈને ઘાટ ઘડવા બેઠો |
| ૪૪ | અતાઈ | વિના ગુરુએ | એકલવ્ય અતાઇ હોવા છતા ગુરુ દ્રોણે ગુરુદક્ષિણા માંગી |
| ૪૫ | અથેતિ | અથ થી ઇતી | પછી તો બા એ બચપણની બધીજ વાતો અથેતી સરલાને બતાવી |
| ૪૬ | અત્તારી | અત્તર બનાવનારો | કમલેશને અત્તારી બનવું ગમ્યું. |
| ૪૭ | અદત્તાદાન | ચોરી કરવી | પુછ્યા વિના લઈ લેવુ તેને અદત્તાદાન કહેવાય |
| ૪૮ | અદરાવુ | વિવાહ થવા | સ્મિતા અનિલ સાથે અદરાવાનાં સમાચારે પ્રસન્ન હતી |
| ૪૯ | અદાપ | બળાપો | અનિલ પિતા સામે વિરોધનો અદાપ કાઢવા ઝઝુમતો હતો |
| ૫૦ | અધિક્ષેપ | અપમાન | અનિલનાં પિતા સ્મિતાનાં પિતાને ના પડવા જતા અધિક્ષેપીત થશે |