૧. |
ત્રકી |
પ્રગતિ |
ભારતની ત્રકીનો (तरक्की) મુખ્ય આધાર દેશભક્તિ છે. |
૨. |
ત્રખ્ |
તરસ્ |
ત્રખનો માર્યો કાગડો કુંજામાં કાંકરા નાખતો ગયો |
૩. |
ત્રગારો |
તેજ્, ચળકાટ ભર્યો |
પૂર્વે હેમંતનો સૂર્ય ત્રગતો હતો..ત્યાં ક્યાંકથી વાદળો આવીતેને ઢાંકી ગયા |
૪. |
ત્રગાળો |
તરગાળો ,નાટકીયો |
ગ્રામ્ય મેળામાં ત્રગાળતો હાજર જ હોયને… |
૫. |
ત્રજડ |
તલવાર્ |
હોંકારા દેકારા પછી ત્રજડ ઝબકીને મિંયા ફુસકી ઝબક્યા.. |
૬. |
ત્રણ ત્રાસે |
સારી રીતે |
નવ વધુને પહેલું અઠવાડીયુ તો ત્રણ ત્રાસે જ રખાયને..! |
૭. |
ત્રતક |
અવતરણ |
જન્માષ્ટમીની મેઘલી રાતે શ્રી કૃષ્ણનું ત્રતક થયું. |
૮. |
ત્રપુબંધક,ત્રિખ |
સીસુ |
સંગીતકારોનાં કાનમાં ત્રિખ રેડવાની સજા કરી તે પાપ કર્મનાં ઉદયે વર્ધમાનનાં કાનમાં ખીલા ઠોકાયા |
૯. |
ત્રપુલ |
કલાઈ |
તાંબાનાં વાસણોને તપાવી નવસાર અને ત્રપુલ વડે કલાઇ થતી હોય છે. |
૧૦. |
ત્રબાક |
ડાકલું, ભૈરવનું વાજીંત્ર |
ત્રાંડવ નૃત્ય શિવજીનાં ગુસ્સાને ભૈરવનાં ત્રબાક્ને કારણે વધું બીહામણું લાગતું હતું |
૧૧. |
ત્રયી |
આધ્યાત્મવિદ્યા, |
જૈન ધર્મની રત્નત્રયી છે જ્ઞાન્ દર્શન અને ચારિત્ર. |
૧૨. |
ત્રવટું |
ત્રિભેટે |
યુવા વર્ગ ત્રવટે ઉભો છે જ્યાં માબાપની જ્વાબદારી,પોતાનાં સ્વપ્ના અને બાળકોનું લાલન પાલન તેમને મુંઝવે છે |
૧૩. |
ત્રશકાર |
લોહીનું ટીપુ |
ગુલાબ લેવા જતા તન્વીને કાંટે ત્રશકાર ઝળુંબી ગયો… |
૧૪. |
ત્રસન |
ઉદ્વેગ,બીકણ,ભય,ચિંતા |
અજ્ઞાન જ દરેક ત્રસનનું મૂળ હોય છે. |
૧૫. |
ત્રસાળો |
સરવાળો, ઉમેરો કરવો |
બાપની સંપતિમાં ત્રસાળો કરે તે ડાહ્યો દિકરો |
૧૬. |
ત્રઠકવું |
ધ્રુજવું |
શંકરનાં તાંડવતી થતા ધરતીકંપોથી દક્ષ રાજા ત્રઠુક્યાં અને કૈલાશપતિની માફી માંગવા લાગ્યા |
૧૭. |
ત્રંબાવતી |
ખંભાત્ |
ત્રંબાવતી ૧૫મી સદીનું ધીખતું બંદર હતું. |
૧૮. |
ત્રંખ |
ત્રંબક્,શંકર |
કામદેવને જોઈને ત્રંખની ત્રીજી આંખ ખુલી ગઈ |
૧૯. |
ત્રા |
જતન કરવું |
મા અને મામા જે ત્રા કરે તે બાપા ક્યાં કરે? |
૨૦ |
ત્રાકડીયું |
ત્રાજવું |
મોસાળે મા પીરસે ત્યારે હેતનું ત્રાકડીયું વધારે જ નમે |
૨૧. |
ત્રાગ |
અંત છેડો |
એના વલોપાતનો ત્રાગ ત્યારે આવ્યો જ્યારે તે પત્ર સૌએ વાંચ્યો. |
૨૨. |
ત્રાજવડાં |
છુંદણા |
તારા નામનાં ત્રાજવડાં છુંદાવું, તે ત્રાજવડે તારા મનને મોહાવું |
૨૩. |
ત્રાણક |
રક્ષક |
ત્રાણકોનાં ટૉળા સાથે ચાલતા જોઈ બહારવટીયાઓએ જાન લૂંટવાનો વિચાર માંડી વાળ્યો. |
૨૪. |
ત્રિક |
ગોખરું, ત્રીજો |
ત્રિક એ ગરમાટો લાવતું ઔષધ છે. |
૨૫. |
ત્રિકટુક |
સુંઠ, પીપર અને મરી |
ત્રિકટુક દરેક વૈદ્યનું વાયુ હનન પ્રારંભીક શસ્ત્ર છે |
૨૬. |
ત્રિગોનેલ્લા |
મેથી |
ત્રિગોનેલ્લા મીટી પેશાબમાં અસરકારક સાબિત થતી હોય છે. |
૨૭. |
ત્રિજડ |
કટારી, તલવાર્ |
ભેટે ત્રિજડ એ શીખનું એક લક્ષણ. |
૨૮. |
ત્રિઠ |
કલમ્ |
ત્રિઠ જ્યારે કલ્પના સંગે રમે ત્યારે કવિતાનું સર્જન કવિ કરે |
૨૯. |
ત્રિદલ્ |
બીલીનું પાન |
ત્રિદલ એ શિવ શંભુની સહસ્ત્ર પૂજાનું મુખ્ય ઘટક છે |
૩૦. |
ત્રિરસ |
મદિરા |
ત્રિરસ સેવન જ માણસને નકામા કરી દે છે |
૩૧. |
ત્રિરુપ |
અશ્વમેઘ યજ્ઞ નો અશ્વ |
ત્રિરુપ જ્યારે લવ કૂશે રોક્યો ત્યારે હનુમાનને તેમાં રામ લક્ષ્મણની છબી દેખાઈ |
૩૨. |
ત્રિલ |
ન ગણ જ્યાં ત્રણે લઘુ |
કમળ ત્રિલ છે |
૩૩ |
ત્રિલોક નાથ્ |
પ્રભુ, આકડાનુ ઝાડ |
ત્રિલોકનાથને વંદન્…૩ |
૩૪ |
ત્રિષમ |
હ્રસ્વ,નાનું |
ત્રીષમ હોવા છતા વીંછીનો ડંખ ઘાતક બની શકે.. |
૩૫ |
ત્રેઠવા |
બાફેલા અડદનાં દાણા |
ત્રેઠવામાં ગોળ નાખી પામ્જરાપોળમાં વૃધ્ધ ઢોરને સચવાય છે |
૩૬ |
ત્રેધા |
શક્તિ, તાકાત્ |
કહે છે ગુર્જર રાજા જયશેખર મસ્તક કપાયેલું હોવા છતા અદભુત ત્રેધાથી લઢ્યો |
૩૭. |
ત્રેવટી |
ત્રણ કઠોળની દાળ્ |
ત્રેવટી અને બાટી મધ્યપ્રદેશની સરહદે ખુબ જ ખવાય છે. |
૩૮. |
ત્રેહ |
ભેજ |
શ્રાવણે દરિયો અને મેઘ હીલોળે ચઢે અને તેથી ત્રેહ ઝાઝો નડે |
૩૯. |
ત્રૈતન્ |
નિર્દય દાસ |
રાવણ ખાલી વિભિષણને ત્રૈતન ના બનાવી શક્યો.. અને જુઓ તેનું કેવું પતન થયું |
૪૦ |
ત્રોત્ર |
અંકુશ |
વિશાળકાય હાથી મહાવતનાં ત્રોત્ર પાસે ઢીલો ઢસ. |
૪૧ |
ત્રોબાડ |
કદરૂપી સ્ત્રી |
મંથરા ખુંધી અને ત્રોબાડ હતી |
૪૨. |
ત્ર્યક્ષ |
શીશુપાળ |
જેવી ૧૦૧મીગાળ ત્ર્યક્ષ બોલ્યો અને સુદર્શન ચક્ર વીંઝી શ્રી કૃષ્ણે તેનો વધ કર્યો |
૪૩ |
ત્વક્ત |
બખ્તર |
રાણા પ્રતાપનાં ત્વક્તનો ભાર ૪ મણ હતો |
૪૪ |
ત્વગ દોષ |
કોઢ |
ત્વગ દોષ વરસા ગત રોગ છે |
૪૫ |
ત્વિષ |
બળાત્કાર |
અનિચ્છા હોવા છતા જે કરવું પડે તે એક પ્રકારનો ત્વિષ છે |
૪૬ |
ત્વિષિ |
કિરણ |
દિપ ભલે ડગમગે પણ તેની ત્વિષિ સતત રહે |
૪૭ |
ત્વેષ |
ક્રોધ |
સહેજ પણ બહાનુ મળે અને દુર્વાસાનો ત્વેષ ભડકે બળે. |
૪૮ |
ત્સરુ |
તલવારની મૂઠ |
સહેજ પણ ધાર્યુ ન થાય અને રાજાનો હાથ ત્સરુ પર જાય્ |
૪૯ |
ત્રિવલી |
પેટ ઉપર પડતી સળો |
૫૦ ઉપર જાય અને દરેક સ્ત્રીને પેટે ત્રિવલી વધતે અઓછે અંશે દેખાય તે કસરતનો અભાવ્.૫ |
૫૦ |
ત્રુઠવું |
પ્રસન્ન થવું |
દૈવ આજે ત્રુઠ્યો મારે ઘરે દૈવત્નો ખજાનો ખુલ્યો |