અગત્ય |
જરૂર, મહત્વ, ગણના |
અક્ષમ્ય |
ક્ષમા ના આપી શકાય તેવું, માફ ન કરાય તેવું |
અગણિત |
અસંખ્ય, ગણી ન શકાય તેવું, |
અચલિત |
ન ખસે તેવું, સ્થિર, અડગ, શાંત , ગંભીર |
અટકળ |
અંદાજ, અડસટ્ટો, તર્ક, અનુમાન , કલ્પના |
અડચણ |
સંકટ, દુઃખ, વિપદા, આપદા, વાંધો, વિરોધ,હરકત, મુશ્કેલી , રજોદર્શન |
અણગમો |
કંટાળો, નાપસંદ, બેચેની |
અણઘડ |
સંગીતનો એક રાગ, ઘાટ વગરનું, બેડોળ, ઘડતર વિનાનું,બિન અનુભવી |
અતિશય |
ચઢીયતુ, શ્રેષ્ઠ, ઘણું, પુષ્કળ, વિશેષ |
અતિશયોક્તિ |
ચડીયતાપણુ દર્શાવતો એક અલંકાર, વધારીને કહેવાયેલી ઉક્તિ (વાત), |
અદભૂત |
આશ્ચર્યકારક, અલૌકિક, અજબ, અપૂર્વ, નવાઇ પમાડે તેવું, અચંબા જનક |
અદેખાઈ |
દ્વેષ, ઇર્ષા |
અદ્વૈત |
તાદાત્મ્ય, એકપણું, દ્વૈતનો અભાવ |
અધિકાર |
માલિકી, હક્ક હોવો, જાણકારી હોવી, વૃત્તિ, આજીવિકા,કબજો, લાય્કાત,યોગ્યતા |
અધ્યાપક |
ગુરુ, શિક્ષક, અધ્યારુ, આચાર્ય,વિદ્યાગુરુ,શિક્ષાગુરુ |
અનાયાસે |
પ્રયત્ન વગર, સુગમ રીતે, સરળતાથી,અચાનક, સહસા,નિરુદ્યોગ |
અનાવશ્યકતા |
આવશ્યક નહીં તે, બીન જરૂરી, |
અનિષ્ટ |
નિષ્ટ ના હોયે તે,અધર્મ, પાપ, ગુનો, દુર્ભાગ્ય, દુઃખ,આફત,પીડા,દુર્ભાગ્ય |
અનુક્ર્મણીકા |
ક્રમ અનુસાર, સાંકળીયુ |
અનુભવ |
પ્રત્ય્કક્ષ જ્ઞાન, અનુ=પાછળ,ભુ= જોવુ પાછળ જોવાથી થયેલ જ્ઞાન, |
અનુસરવું |
આદેશ પરમાણે વર્તવું,પાછળ જવું |
અનુસરશે |
આદેશ પ્રમાણે વર્તશે, પાછળ જશે |
અન્યાય |
ન્યાયપુર્ણ નહીં તે,અઘટીત, ગેરવ્યાજબી |
અપમાન |
અનાદર, અવજ્ઞા, તિરસ્કાર |
અભણ |
્વાંચતા લખતા ન આવડતુ હોય, નિરક્ષર, અક્ષરશુન્ય |
અભિપ્રાય |
મત, હેતુ, મતલબ, વિચાર |
અમલ |
દધિકાર, સત્ત્તા, કસૂંબો,આચરણ , વહેવાર, અસર, પ્રભાવ |
અમૂલ્ય |
કીંમત આંકી ન શકાય તેવુ,ઉપયોગી, જરૂરનું,ઉમદા, ઉત્તમ શ્રેશ્ઠ |
અરસપરસ |
અન્યોન્ય,પરસ્પર,ાઅંખમીંચામણીની રમત |
અવગણના |
અવજ્ઞા, ઉપેક્ષા, માનભંગ, અપમાન |
અવશ્ય |
જરૂર, અગત્ય, નિશ્ચય, અનિવાર્ય, હઠીલું, જીદ્દી |
અવાવરુ |
બહુ વખતથી વપરાયા વિનાનું, અવડ, |
અવિવેક |
સારાસાર પારખવાની શક્તિ વિનાનું,,અવિનય |
અસહકાર |
સાથ નહીં આપવો તે, કુસંપ, સંબંધ નહિ રાખવો તે |
અસહ્ય |
ખમી ન શકાય તેવું, દુઃસહ્ય, સાંખી ન શકાય તેવું |
અસ્પૃશ્ય |
ન અડી શકાય તેવુ, આભડ છેટ વાળું , અપવિત્ર, અંત્યજ જાતીનું |
અહંકારી |
અભિમાની, અહંથી ભરેલો |
અંત્યજ |
શુદ્ર જાતીની વ્યક્તિ, હરિજન, |
આગ્રહ |
ધાર્યુ પાર પાડવાનું વલણ, ખંત કે ચીવટથી કારાતુ કાર્ય, મમત, હઠ , જીદ |
આઘાત |
આંચકો, દુઃખની લાગણી, કારી હા, જખમ,હુમલો ચઢાઇ,પ્રહાર, અરેરાટી |
આત્મકથા |
પોતે લખેલ પોતાની જીવન કથા, આત્મ કહાણી |
આત્મશુધ્ધિ |
પોતાના અત્માની પવિત્રતા લાવવા થતા તપ ભક્તિ અને પાપ કર્મોનાં નાશ |
આધ્યાત્મિક |
આત્માને સબંધી, મન નાં ભાવોને સબંધી, પર્માત્માને લગતુ |
આનાકાની |
હા ના કરવી, સંકલ્પ વિકલ્પ કરવા, સંદેહ, સંશય |
આમરણાંત |
મરણ સુધીનું, જિંદગી પર્યંત |
આમંત્રણ |
નિમંત્રણ , તેડુ, નોતરુ, ઇજન, પરવાનગી રજા |
આરંભ |
શરુઆત, પ્રારંભ, તૈયારી, પહેલ, વધ, કતલ, નાશ, વેગ, તૈયારી |
આરોગ્ય |
તંદુરસ્તી, કુશળતા, સફાઇ, સુખાકારી, નિરોગી, સ્વસ્થ, |
આવશ્યક |
અગત્ય, નિત્ય ક્રિયાઓ, ખપ, જરૂર, |
આશ્રય |
આશરો, ટેકો, અવલંબન,આધાર, આલંબન |
આસક્ત |
મોહિત, અનુરાગી, પ્રીતીથી પાછળ લાગેલુ, ઘેરાયેલુ, વળગેલુ, ચોંટેલુ |
આસપાસ |
આજુબાજુ,પાડોશનું, સમીપમા નજીકમાં |
આંકણી |
આંકવાની રીત; લીટીઓ દોરવાની પદ્ધતિ.કીમતનો અડસટ્ટો; કસ, સીધી લીટી દોરવાની લાકડાની અથવા ધાતુની ગોળ અને જાડી સીધી નાની પટી |
ઈતિહાસ |
તવારીખ; વખતના ક્રમ પ્રમાણે નોંધાયેલી હકીકત;; વાર્તા કથા; ભૂતકાળનું વૃત્તાંત; |
ઈરાદો |
આશય; હેતુ; ઉદ્દેશ; ધારણા; વિચાર; મનસૂબો.યુક્તિ; ; યોજના |
ઈલાજ |
ઔષધ; ઓસડ; દવા; ઉપચાર; ચિકિત્સા.સજા; શિક્ષા. |
ઇજન |
આમંત્રણ, નિમંત્રણ |
ઉપવાસ |
એક દિવસ અને રાત અન્નપાણીનો વિધિ સહિત ત્યાગ. વ્રત કે નિયમ તરીકે અન્નત્યાગ; અનશન; ઉપોષણ. |
ઉલ્લંઘન |
વિરુદ્ધતા; નાકબૂલત; અનાદર; લોપ; આજ્ઞાભંગ; વિરુદ્ધાચરણ.અતિક્રમ; ઓળંગવું તે; કૂદી જવાપણું; વચમાંનું રહેવા દઈ જવું તે. |
ઊલટતપાસ |
સામા પક્ષ તરફથી પુછાતા સવાલ; અવળા સવળા સવાલો પૂછીને જુબાની લેવી તે. |
એકાકી |
એકલું; સાથ વગરનું,નિરાધાર; નિ:સહાય |
એંઠવાડ |
એઠ; ખાવાપીવાથી થતો ગંદવાડ .કચરોપૂંજો. |
ઐક્ય |
એકપણું; એકતા.સંપ; મેળ. |
ઓરમાયા |
બીજી મા ના, સાવકા |
કઠતું |
નડતુ, ન ગમતુ |
કડવા |
કડવું; કટુ. પટેલની એક જાત |
કનડગત |
હેરાનગતિ; પજવણી.નડતર; અડચણ; હરકત. |
કબજો |
ચોળી.ઉપભોગ; ભોગવટો; માલિકી.દબાણ; પકડ; સત્તા. |
કબૂલાત |
કબૂલવું તે; ખાતરી; વચન; સ્વીકાર. |
કમાણી |
કમાઇ; રળતર.પેદાશ; પ્રાપ્તિ આવક.નફો; લાભ; ફાયદો. |
કરણી |
વર્તણૂંક; આચરણ. નિઃશેષ મૂળ ન નીકળી શકે એવી રકમ.હાથણી.વૈશ્ય વડે શૂદ્ર સ્ત્રીમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, ; થાપી,કરેણનું ઝાડ. |
કરુણાજનક |
દયાવાળું; દયાળુ.દયા ઉપજાવે એવું. |
કસબ |
ધંધો, હુન્નર, કળા, અનિતિનું કામ |
કહેણી |
કહેવાની રીત, કહેવત |
કામચલાઉ |
કામ પતે ત્યાં સુધી-ટૂંકા ગાળા માટે હંગામી |
કાયદેસર |
કાયદા પ્રમાણે, કાયદાની રીત મુજબ |
કાંતવું |
વળ દઈને રૂમાંથી તાર કાઢવો, રેસામાંથી તાર કાઢવો |
કુલી |
સામાન ઉંચકનાર, પર્વત, મજૂર |
કુશળતા |
હોંશિયારી,ચતુરાઇ, આરોગ્ય |
કેદ |
જેલ, પ્રતિબંધ, મરજી પ્રમાણે હલચલ બંધ |
કેળવણી |
શિક્ષા,તાલિમ, વાંચન લેખન, શિક્ષણ |
કોટડી. |
ઓરડી, ખોલી, નાની ઓરડી |
કોશિશ |
ઉદ્યોગ, પ્રયત્ન, મહેનત |
ખીચોખીચ |
ભરચક, ઠાંસીને, દાબીને |
ખેડાયેલી |
ખેડીને તૈયાર, કેળવાયેલી |
ખોવું- |
ગુમાવવું, ખોવાઈ જવું,ગેરલાભ થવો |
ખોડ |
આદત, ખામી,કસૂર, કલંક |
ગડમથલ |
ઉંધુ ચત્તુ, ભાંગફોડ,ઉથલપાથલ |
ગણતરી |
અપેક્ષા, ગણવાની રીત |
ગર્વિષ્ઠ |
અભિમાની,અહંકારી, મગરૂર |
ગાફેલ |
અસાવધાન,આળસુ, બેખબર |
ગાંસડી |
,દલ્લો.પુંજી, વસ્તુનો જથ્થો |
ગુણદોષ |
સારાસાર, હકીકત,ગુણ અને દોષ |
ગુમડું |
શરીર પરનો ફોડલો,ટેટા જેવો ગઠ્ઠો, રક્ત વિકાર |
ગોખવાનું |
મોઢે કરવું, વારંવાર બોલવું |
ગોદામ |
વખાર, ગોદી, માલ ભરવાની વખાર |
ગોરજ |
સંધ્યા, ગાયો ચરીને ઘરે આવે તે સમયે ઉડતી રજોટી |
ગ્રહણ |
લેવું, પકડવું, સૂરજ અને ચંદ્રનું થતું ગ્રહણ |
ગ્રાહ્ય |
ગ્રહણ કરવા યોગ્ય |
ઘંટી |
દળવાનું યંત્ર, હાથથી યા યંત્રથી |
ઘોંઘાટ |
શોરબકોર, ગરગડાટ |
ચારિત્ર્ય |
આચરણ,શિલ,સદાચાર |
ચીવટ |
કાળજી, ચોક્કસાઈ |
ચુસ્ત |
આગ્રહી,મક્કમ |
ચેતવણી |
ચેતવવું, અગાઉથી આપેલી ખબર |
ચેપી |
ચેપ લગાડે તેવુ,ચીકણું |
ચોખવટ |
સ્પષ્ટતા, ચોખ્ખાઈ |
ચોપાનિયા |
સમયાંતરે આવતા પ્રકાશન |
છાપખાનું |
મુદ્રણાલય, છાપવાનું કાર્ય થતું સ્થળ |
છુટકારો |
મુક્તિ,અંત,છૂટવૂં તે |
જનોઈ |
યજ્ઞોપવિત, બ્રહ્મ સંસ્કાર, શિક્ષાર્થી |
ઝાંઝવા |
મૃગ જળ, આંખથી પાણી ઉતરવુ, ઝાંખુ દેખાય તે |
ટીકાકાર |
વિવેચક, સમાલોચક, વિષદ રીતે સમજાવે તે |
ઠરાવ |
નક્કી કરેલી વાત, કોઇ વાતનો કરેલો નિશ્ચય, તોડ |
તજવીજ |
તપાસ, શોધ,યુક્તિ,કોશિશ,વ્યવસ્થા, |
તૂતી – |
પિપુડી |
ત્યાજ્ય |
ત્યાગી દીધેલુ, ઉપયોગમાં ન લેવાય તેવુ |
ધર્મજ્ઞાન |
ધર્મસંબંધી સમજ,પોતાના કર્તવ્યનું જ્ઞાન. |
ધર્મશાળા |
મુસાફરોને ઉતરવાનું સ્થાન,સાધારણ સાર્વજનિક જગા ક્ષેત્ર |
ધર્મસંકટ |
ધર્મ અને અધર્મની સૂઝ ન પડે તેવો કઠણ પ્રસંગ, સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ. |
ધસારો |
હલ્લો,હુમલો,આવેગ,જુસ્સો,એકદમ ધસી જવું તે. |
નઠારા |
ખરાબ,લુચ્ચા,સારા નહિ તેવા |
નાબૂદ |
ખેદાનમેદાન,પાયમાલ,નષ્ટ,નિર્મૂળ,જડમૂળથી નાશ. |
નામાંકિત |
પ્રખ્યાત,જાણીતુ,મશહૂર, બહુનામ ધરાવતા, જેના ઉપર નામ અંકિત થયું હોય તેવા |
નિખાલસ |
મનમાં કપટ ન હોય તેવું,શુધ્ધ દિલનું,ભેળસેળ વિનાનુ,અકલુષિત. |
નિયમાવલી |
નિયમો દર્શાવતું પૂસ્તક,નિયમોની હારમાળા. |
નિરક્ષર |
અભણ, અક્ષરશૂન્ય,લખતા-વાંચતા ન આવડે તેવું. |
નિરંકુશ |
અંકુશ વગરનુ,સ્વચ્છંદ. ઉધ્ધત,બેદાબ,શંકરનુ એક નામ. |
નિષ્પક્ષ |
તટસ્થ,ત્રાહિત, ઉદાસીન,પક્ષ વગરનું |
નિષ્ફળ |
અસફળ,ફળ વગરનુ,ફોગટ,મિથ્યા,અનાજનુ ફોતરું |
નિંદા |
વાંકુ બોલવું,ખરાબ બોલવું,વગોવવુ,બદનામી કરવી |
નીવડે |
ઉપજવું,સિધ્ધ થવું,વીણવું ચૂંટવું,ઘડાઇને રીઢું થવું. |
નુકસાન |
ગેરફાયદો,ખોટ,ગેરલાભ,તોટ, હાની |
નુકસાની |
ગેરફાયદો,ખોટ,ગેરલાભ,તોટ પડવી, હાની થવી. |
નોખા |
જુદા,અદભુત, અપૂર્વ, અલગ,વિચિત્ર,વિલક્ષણ |
પગાર |
મહેનતાણું,વેતન,ઠરાવ,નક્કી કરેલી રકમ,ચુક્વણી |
પરદેશી |
વિદેશી,પારકા દેશનું રહેવાસી,વાળંદની એ નામની અટક. |
પરવા |
ફિકર,દરકાર,કટોરા આકારનું માટીનુ વાસણ,કાચીનાની કેરી, |
પરવાનગી |
આજ્ઞા,હુકમ,સંમતિ,અનુમતિ,રજા, છૂટ,સનદ, અધિકાર |
પરિચય |
અભ્યાસ,મહાવરો, ઓળખાણ, આદત,લક્ષણ,પ્રણય |
પરિવાર |
કુટુંબ, આવરણ,ઢાંકનારી ચીજ,મંડળ,ફોજ,કાફલો,પોષ્યવર્ગ. |
પવિત્રતા. |
નિર્દોષતા,કૂડ-કપટ વગરનુ, ચારિત્ર્યથી શુધ્ધ હોવું |
પશ્ચાતાપ |
અફ્સોસ,દિલગીરી,શોક,ખેદ,પસ્તાવો. |
પસંદગી |
વરણી,ચૂંટણી,મનની રુચિ,સંમતિ,દિલચાહ |
પંકાયેલા |
પ્રખ્યાત,વખણાયેલા,જાણીતા |
પાઠ |
મહાવરો,ભણવું,વિભાગ,પ્રકરણ,વાંચવુ,અધ્યયન. |
પાલન |
પારણું,પાળવું તે,રક્ષણ,ઘોડિયુંઆધાર આપવો,પોષવુ.. |
પાસું |
કણ,પાસો,નાની સપાટી. |
પાસુ |
બાજુ,પડખે,પક્ષ |
પીગળ્યો |
ઓગળ્યો,એકરસ થયો,નરમ થયો,દયા આવી,નરમ થયો |
પીંજારો |
પીજારા જાતિનો પુરુષ, રુ પીંજનારો. |
પૃથક્કરણ |
છણાવટ,ઘટક તત્વો જુદાં પાડવા,અલગ તારવવું. |
પેદાશ |
જન્મ,ઉત્પત્તિ,આવક,કમાઇ,પાક,નફો. |
પ્રકરણ |
વિભાગ, બનાવ,વૃતાંત,કાંડ, સર્ગ, અધ્યાય,ખંડ |
પ્રચાર |
ફેલાવો,વિસ્તાર,ચાલ.પ્રવાસ,પ્રવૃત્તિ,રીત,ગાયને ચરવાનું સ્થાન, |
પ્રતિનિધિ |
અવેજી,પ્રતિમૂર્તિ,છબી,વતીનું સમાન,તુલ્ય |
પ્રથા |
રિવાજ,આદત,ટેવ,કીર્તિ,પ્રણાલી રુઢિ,ધારો |
પ્રદર્શન |
દેખાડો,ખેલ,તમાશો,દ્રશ્ય,નિરુપણ |
પ્રમાણપત્ર |
ખરાપણાનો દાખલો,ખાતરીપત્ર,પદવી,ગુણપત્ર |
પ્રમાણભૂત |
ચોક્કસ ખાતરીવાળું,વિશ્વાસપાત્ર,શિવનું એક નામ. |
પ્રમાણિક |
ઇમાનદાર,યોગ્ય,વિશ્વાસુ,સભાનો પ્રમુખ,સાચુ,સાત્વિક,સાફ. |
પ્રયત્ન |
કોશીશ,પ્રાણીઓની ક્રિયા,જીવોનો વ્યાપાર,મહેનત, આદર, ઈચ્છા, ઉપયોગ,પચાર,ચિંતા,ક્રિયા,યત્ન,વલણ. |
પ્રયોગો |
અખતરો, અજમાયશ, અનુભવ,પ્રક્રિયા |
પ્રવર્તવું |
વર્તવું,ચાલવું,પ્રસરવું,ફેલાવું,મંડ્યા રહેવું. |
પ્રસ્તાવ |
પ્રાક્કથન,ભુમિકા,શરુઆત,યોગ્ય વખતની રજુઆત,વિષય પરિચય,વર્ણન,દરખાસ્ત. |
પ્રસ્તાવના |
પૂર્વકથન,ભુમિકા,આમુખ. |
પ્રસ્તુત |
અવસર,ઉપસ્થિત,ચાલતુ પ્રકરણ,તૈયાર,વર્ણવેલું,પ્રાપ્ત,હાલમાં. |
પ્રામાણિક |
પ્રમુખ,વેપારીઓનો આગેવાન,મંગળ દ્રવ્ય,સાબીતી રૂપ,માનનીય, |
ફરજ |
ધર્મ,કર્તવ્ય,પરાણે કરવું પડતું,એક જાતનું ઝાડ. |
ફરજિયાત |
પરાણે કરવાનું.ફરજ તરીકે કરવું પડે તેવું |
ફૂલણશી |
વખાણથી રાજી થઇ જાય તેવું. |
બહિષ્કાર |
અસ્વીકાર,ત્યાગ,દેશવટો,તિરસ્કાર,બહાર કાઢી મૂકવો તે |
બળાત્કાર |
મરજી વિરુધ્ધ,જુલમ, ઇચ્છા વગરનું કામ. |
બંધારણ |
બે કે વધારેનું એક બીજા સાથેનુ જોડાણ,રચના,ગ્રંથની ગોઠવણ, ધારો,કાયદો,બાંધો,યોજના,આદત. |
બારોબાર |
સીધેસીધું,ઘેર ગયા વગર, એકાએક,પરભારુ… |
બાહ્ય |
બહારનુ,ખોટેખોટું,સાંસારિક,વર્તુલમાં ન રહેનાર,ભાર ઉપાડનાર |
બેદરકારી |
નઘરોળપણું,દુર્લક્ષ,ધ્યાન ન આપવું તે,પ્રમાદ,નિષ્કાળજી.. |
બ્રહ્મચર્ય |
ઇન્દ્રિયોનો સંયમ,બ્રહ્મની શોધ, ઇન્દ્રિયદમનનું વ્રત. |
ભક્તિ |
જ્ઞાનના પાંચ પર્વમાંનુ એક, ઉપાસના,સેવા,પ્રેમ,શ્રધ્ધા,ભાગ |
ભણકાર |
ભ્રાંતિજનક અવાજ,ભાસ,ચેતવણીનો અવાજ,કશાકનીઆગાહી. |
ભલમનસાઈ |
સજ્જનતા,સભ્યતા,માણસાઇ,ભલાઇ |
ભલામણ |
વગ લગાડવી,ઓળખાણનો કાગળ,સિફારસ |
ભવ્ય |
ભપકાદાર,રોનક્દાર,શુભ,મંગલ.શ્રેષ્ઠ,હાડકું,એક જાતનુ ફળ, |
ભાગીદાર |
હિસ્સેદાર,સાથી,સંગી,સોબતી. |
ભાસ |
ભણકાર,ભાસ,ઝાંખો પ્રકાશ,ભ્રાંતિ,સ્વાદ,રાખ,ભસ્મ,સરખાપણુ. |
ભાસી |
દેખાઇ,કશ્યપથી થયેલ પૂત્રી,તેજસ્વી. |
ભાળવુ |
જોવુ,અવલોકવું,ધારવું,સમજવું,સંભાળવું. |
ભિક્ષા |
યાચના,આજીજી,દાન,એક ગ્રાસ જેટલું અન્ન,સેવા,ચાકરી,નોકરી |
ભીડ |
ટોળું,આફત,તંગી,મુશ્કેલી,સંઘર્ષ,સંકડામણ |
ભૂમિતિ |
જમીન માપવાની વિદ્યા,અંતર,કદ અને આકાર માપવાની વિદ્યા |
ભેળવવો |
મેળવવો,મિશ્ર કરવો,સંયોગ કરવો. |
ભ્રમણ |
ફરવુ,ગોળ ગોળ ઘૂમવું,રખડવું,વમળ વહેમ,ભૂલ કરવી,મુસાફરી, પૃથ્વીનુ ગોળ ફરવુ. |
મક્કમ |
દ્રઢ,મજબૂત,ધીર, અડગ,નિઃશંક |
મજૂર |
મહેનત કરનાર,વેઠિયો,વૈતરો,શ્રમજીવી,દહાડિયો |
મતભેદ |
જુદા જુદા અભિપ્રાય, અંટસ,મતફેર |
મતલબ |
ઇરાદો,અર્થ,સ્વાર્થ,હેતુ,મુરાદ,ભાવના |
મધ્યસ્થ |
વચ્ચેનુ,તટ્સ્થ,રાગદ્વેષ્રહિત,પક્ષપાતરહિત,વકીલ,શિવનું નામ. |
મરકી |
એક જાતનો ચેપી રોગ,કાનમાં પહેરવાનુ ઘરેણુ,અડદની જલેબી |
મર્યાદા |
સીમા,સંયમ,કિનારો,કાંઠો,અવધિ,લાજ, આબરૂ,પ્રતિષ્ઠા,ગૌરવ |
મસલત |
ગોઠવણ,પરામર્શ,ચર્ચા-વિચારણા,વાટાઘાટ,મનસૂબો. |
મહેરબાની |
ઉપકાર, આભાર,આધાર,કૃપા,ટેકો દયા, |
માઠું |
ખોટું,શોકજનક,નામોશીભર્યુ,અશુભ,આફતભરેલું,ભૂંડુ.. |
માન્યતા |
સ્પષ્ટ વિચાર ધારા |
માયકાંગલો |
નબળો, ઓછા વજન વાળો, કંગાળ |
માલગાડી |
ભાર ખાનુ, સામાન હેર્ફેર કરતી રેલ્ગાડી |
મુદ્દલ |
મૂળ મૂડી |
મુલતવી |
મોકુફ રાખવુ, માંડી વાળવુ |
મુશ્કેલી |
અશક્યતા, અસંભવતા, અઘરું |
મુસાફરી |
પ્રવાસ, પર્યટન, એક સ્થળેથી બીજે સ્થળે જવુ |
મૂએલા |
લાગણી વિનાના, ચેતના વિનાના |
મૂળ |
અસલ, મૂળભૂત, પહેલાનું, વનસ્પતિની જડ |
મેદની |
દુનિયા, ટોળું, ભીડ, જમાવ |
યથામતિ |
યથા બુધ્ધિ, ભાગે પડતું |
યથાસંભવ |
સંભવઃ શક્યતા મુજબ, સંજોગો પ્રમાણે |
રૈયત |
જનતા, પ્રજા |
લહિયો |
લખનારો, લેખક |
લૌકિક |
કાંણ, મોંકાણ,લોકાદેશ પ્રમાણે |
વડીલ |
મુરબ્બી , પૂજ્ય, પૂર્વજ, મોડ |
વધાવવું |
ફૂલ અને ચોખા નાખવા, ભક્તિથી, આશિર્વાદ આપવા |
વફાદારી |
નિષ્ઠા, સ્વામી ભક્તિ, વચનને વળગી રહેવું |
વરંડો |
ઓસરી, પડાળી |
વર્ણવ્યું |
વર્ણન કરવુ, વાણી યા લખીને સમજાવવું |
વર્તણુંક |
વર્તન, વ્યવહાર |
વાવેતર |
વાવવું તે |
વિકાર |
ફેરેફાર, પરિવર્તન, માનસિક બગાડ |
વિઘ્ન |
કોઈ કાર્ય કરવામાં જે વાંધો કે હરકત આવે તે; અડચણ; નડતર; આડખીલી; પ્રત્યવાય; અંતરાય |
વિદ્યાર્થી |
અભ્યાસી, ભણનાર |
વિશ્વાસપાત્ર |
ભરોસા પાત્ર, વિશ્વાસ મૂકવા લાયક |
વિસરવું |
ભૂલી જવું, યાદ ન રહેવું |
વીશી |
ભોજન ગૃહ, પૈસા આપીને જમવાનું સ્થળ,વીશ નો સમૂહ |
વૃથા |
ફોગટ, નિષફળ, |
વ્યવસ્થા |
બંદોબસ્ત, ગોઠવણ |
વ્યાખ્યા |
અર્થની સમજ; વિશેષ મર્યાદા બતાવીને કહેવું તે; પદાર્થનો અર્થ સમજાવવાની વાક્યરચના; વિસ્તૃત કે સ્પષ્ટ અર્થ; ટીકા; વિવરણ; સમજૂતી; લક્ષણ; બોલવું તે; કહેવું તે; શબ્દ, વાક્ય અને વિષયનો સ્પષ્ટ અર્થ સમજાવનારું વિવેચન. |
શક |
વહેમ, શંકા |
શિષ્યવૃત્તિ |
શિષ્યને ખર્ચ પેટે મળતી રકમ |
શોધક |
શોધ કરનાર, શોધી કાઢનારસ |
સત્યાગ્રહ |
સત્ય પાલનનો આગ્રહ, સત્ય દ્વારા લડત, અહિંસક લડાઈ |
સદભાગ્ય |
સારુંભાગ્ય, સુભાગ્ય |
સપ્તાહ |
અઠવાડિયુ, સાત દિવસ, પારાયણ |
સમજુતી |
સમાધાન, માની લેવું, ભ્રમ દૂર થવો |
સમર્થન |
અનુમોદન; ટેકો.દલીલોથી પુરવાર કરવું તે; પ્રતિપાદન. |
સમાધાન |
તૃપ્તિ, શંતિ, શંકાનો વિછેદ |
સમિતિ |
મંડળી. સભા |
સરળતા |
સરળ થવું, સરલતા |
સર્વમાન્ય |
બધાને માન્ય |
સર્વાંશે |
સર્વ રીતે, પૂરેપુરું |
સવિનય |
વિનય યુક્ત,વિનય પૂર્વક |
સવિનયભંગ |
વિનય સાથે ભંગ |
સંજ્ઞા |
ભાન ,ચેતના, નિશાની, |
સંપાદન |
મેળવવું, તૈયાર કરવું,પુસ્તકની માહિતી, પ્રસિધ્ધકરવું |
સંમતિ |
અનુમતિ. કબૂલાત, સમાન મત વાળું |
સંયમ |
નિગ્રહ, નિરોધ, ઈંન્દ્રિયનો નિગ્રહ |
સંવાદ |
વાતચીત, સવાલ જવાબ, એકરાગ |
સંસ્કાર |
વાસના યા કર્મની મન ઉપર છાપ, શુધ્ધ કરવું ,સુધારવું |
સાક્ષાત્કાર |
નજરો નજર, પ્રત્યક્ષ દર્શન પરમ તત્વ ઈશ્વર ના દર્શન |
સાથી |
સોબતી, જોડીદાર, મદદગાર,કામ માટે રાખેલ માણસ |
સામાન્ય |
સાધારણ, બધામા સમાન, ખાસ ન હોવું, સમાન ગુણ ,જાતિ |
સાર્વજનિક |
બધાંને લાગુ પડે તેવું; સર્વગત; સર્વ સાધારણ; સર્વ જનનું; સર્વ લોકોનું; સર્વ લોકો સંબંધી. |
સાવધાની |
ખારદારી, મનની એકાગ્રતા, સાવધાની |
સુકાની. |
સુકાન ફેરાનાર, વહાણનો ખલાસી |
સુગ |
ઘૃણા, ચીડ, અતિશય અણગમો |
સુઘડતા |
સુઘડપણું, સ્વછતા, સુઘડ રાખવું એ |
સુધારક |
સુધારો કરનાર, સુધારનાર |
સુલેહ |
સલાહ શાંતિ, સંધિ, લડાઈ ઝઘડાનો અભાવ |
સૂચના |
ઈશારો, ચેતવણી, સૂચવવું તે |
સ્વદેશી |
પોતાના દેશ્માં જ બનેલુ. |
સ્વરાજ્ય |
પોતાનું રાજ્ય. |
સ્વાભાવિક |
સહજ, સ્વભાવને અનુકુળ |
સ્વિકાર |
અંગિકાર, લેવુ, |
હડતાળ |
હડ = દુકાન, તાલ= તાળુ, કામધંધો બંધ કરવો, સત્યાગ્રહનો તળપદી લોક્ભોગ્ય શબ્દ |
હરિજન |
હરિ (વિષ્ણુ)નો દુત, શુદ્ર જાતિનો માણસ, મેલુ ઉઠાવનાર ભંગી |
સરસ કામ.
સત્યના પ્રયોગોમાં “ડ” અને “ષ” પર કોઇ શબ્દ મળે છે ?
Pravinaben,
Good work,
Indu,
nanu to pan shresth karya.
vacnma vadhu saralata temaj samayni bachat.
Aabhar