ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » ર અને જ્ઞ

ર અને જ્ઞ

શબ્દ સંશોધન – રસેશ દલાલ

૧. રકિત રાગ્, આસક્તિ દિકરી પરત્વે રકિત મા હોય તેમા નવું શું?
રખરખ ચેન ન પડવું દિકરીનાં ૧૦૩ ડીગ્રી નાં તાવથી  તો મા રખરખ થઈ ગઈ
રઘલા જમણ લગનનાં આગલે દિવસે રઘલા જમવા આખુ ગામ તેડ્યું
રચપચ તરબોળ વેઢમી ઘી માં રચપચ કરી જાનને જમાડી 
રજક દાણો પાણી, ધોબી રજક હશે ત્યાં સુધી ગામને વહાલું કરીશું નહીતર જ્યાં ભાગ્ય લઈ જશે ત્યાં જઈશું
રજતાંચલ કૈલાશ શિવની મૂર્તિ રજતાંચલે શોભતી જોઈ પાર્વતી મોહાયા
રજા કજા આધી ઉપાધી તકદીર બગડે ને રજા કજા વધુ વકરે..
રજાળ પ્રકાશ પાછલી સાંજનો ધુમ્મસ ભરેલો રજાળ માર્ગને કઠીન બનાવતો હતો
રજિયું રેતી વાળું રેતદાની રજિયું ઉંધુ કર્યુ અને દોડ શરુ થઈ
૧૦ રજોટી ઝીણી ધુળ પવનથી ઉડી આવતી રજોટી વાળી વાળીને બેન કાયમ થાકી જતા
૧૧ રજોડીયું માળીયું, કાતરીયું  પસ્તી હંમેશા બાપુજી રજોડીયામાં મુકાવે અને કહે સમય આવે ખપ લાગશે
૧૨ રજોણો સાધુની પૂંજણી, ઓઘો નવદીક્ષીત વેવેકસૂરી રજોણો ગુરુ પાસેથી પામી આનંદ મગ્ન બન્યા
૧૩ રઝણું રઝળવાની ટેવ વાળુ બાપની જેમ તે રઝણું નથી તે તો એક ચીત્તે ભણે છે.
૧૪ રઠ્ઠુસ હલકી જાતનું ક્યાં અરબીઘોડૉ જાતવંત અને ક્યાં આ રઠ્ઠુસ ખચ્ચર્…૧
૧૫ રઢિયાર રેઢિયાળ કાલિંદી રઢિયાર જીવ છે ક્યારેય ઘરમાં તેને ગોઠે નહીં
૧૬ રતલ્ સાઢી આડત્રીસ રુપિયાભાર વજન રતલનાં ભાવ દસ રુપીયા જાણી તે તો આભો જ થઈ ગયો
૧૭ રતિ સુંદર સ્ત્રી કામદેવની પત્ની કામદેવને શિવ દ્વારા ભસ્મ થતો જોઇ રતિ રડી પડી
૧૮ રતી વાલ તોલાથી ઓછુ વજન્ ધર્માદા કાંટે રતીભાર વજન ફેર ન આવે
૧૯ રથ્યા રાજ માર્ગ ગાંધીમાર્ગ રથ્યા એટલા માટે કે તે એક જ માર્ગ આખા ગામમાંથી નીકળે
૨૦ રમલ્ દાણા ફેંકી ભાવિ જોતો જ્યોતિષ રમલે દાણા નાખી દુઃખામય ભાવી ભાખ્યું
૨૧. રવિ સુર્ય રવિઉદય પૂર્વે તે થાય નવી મિથ્યા કદી
૨૨. રવી હિજરીસન નો ત્રીજો મહીનો રવી પાક હંમેશા ત્રીજે મહીને ફાટે.
૨૩ રસદ લશ્કર માટેનો પાકનો હિસ્સો અક્બરે દુકાળમાં રસદ રદ કરી
૨૪ રસા પૃથ્વી રસાતળ થઈ ધરતી કે દયાહીન થયો નૃપ
૨૫ રહમણ સવારનો હળવો તાપ રહમણમાંતો અર્ધુંખેતર ખેડી નાખતો કિસન
૨૬ રળી રાશે વિના ઝઘડે રળી રાશે બાપાના કીધા પ્રમાણે ભાંડુરા ઘરે ગયા
૨૭ રા.રા. રાજમાન રાજેશ્રી જમાઈને કાગળ લખતા બાપુજી હંમેશા રા.રા. લખે
૨૮ રાજિ હાર્ ઓળ ,પંક્તિ પહેલી રાજિમાં ફુટતો યુવાન જોઈ તે પ્રેમે પડી
૨૯ રાજીવ કમળ જેવી આંખો વાળો ખુદ તો પંકજ અને નયનો જેના રાજીવ સમ્૩
૩૦ રાજિયો શોકગીત મરેલા ધણીને જોઈ ઢોરો પણ જાણે રાજિયો ગાતા જણાયા
૩૧ રાણીપ રાજીખુશીથી રાણી એ રાણીપથી ગુલાલ વેર્યું
૩૨ રાણું ઓલવવું દીપક રાણો થાય તે પહેલા શીરો જમવાનુ વ્રત તે દિપ એકાસણું
૩૩ રાતજ/રાતમ્ રોજ રાત્રે અપાતુ ઘરકામ દિકરાને રાતજ મળે અને વહુને રાતમ પછી વાળુ અને ભગવાનનું નામ
૩૪ રાન જાંઘ/ઉજ્જડ પ્રદેશ્ ગુજરાતનો દખ્ખણ પ્રદેશ રસાળ પણ ઉત્તર સાવ રાશી અને રાન્
૩૫ રાયતો રિવાજ હોળીમાં કામવાળા દેશમાં જાય અને ત્યારે પૈસા લેવાનો રાયતો
૩૬ રામી માળી દીપિકા પહેલી નજરે તો ખુબ જ રુપાળી પણ રામી અટક જોતા જ તેનુ મન ભાંગી ગયુ
૩૭ રાંભુ ગામડીયો દેખાય રાંભુ પણ છે જબરો ખેલબાજ્
૩૮ રામણ (રામાયણ) પીડા, આપદા સહેજ તેણે ચાળો કર્યો ને આખી પોળે રામાણ કરી નાખી
૩૯ રાયલુ/રાયલી ગોદડું/ગોદડી સહેજ અડ્યો ને વિભાતો ઉભીથઈ રાયલુ ઝટકારીને ચાલી ગઈ
૪૦ રાવતી ધાતુ કાઢવી સોની માત્ર રાવતી કાઢે અને કાઢેજ,,,
૪૧ રાશિ બર નક્ષત્રોની રાશિ વૃષભરાશિને તુલારાશિ સાથે મેલ હોય જ
૪૨ રાશી ખરાબ ખાવાનું રત્રે બહાર રહી જાય તો બીજે દિવસે રાશી થઈ જાય
૪૩ રાસભ ગધેડો રાસભ અને વૃષભમાં આભ જમીન નો ફેર.
૪૪ રીખણું ઘુંટણીયા કાઢતું હજી કૈવલ રીખણું બાળ છે એને અત્યારથી નિશાળે ના મુકો
૪૫ રીંગુ કજીયાળું માંગે તે બધુ આપ્યા કરે અને કદીક જો ના અપીયે તો બાળક રીંગુ થઈ જાય્
૪૬ રુગ્ણાલય દવાખાનુ ક્ષય ઋગ્ણાલય હંમેશા ગામ બહાર જ હોય.
૪૭ ઋચિત ગમતું બનારસની વહેલી સવારે થતા વેદ પાઠ મનભાવન અને ઋચિત હોય છે
૪૮ રૂશનાઈ શાહી રૂશનાઈથી લખ્યા પછી ઉપર ભુકી ભભરાવવી પડી છે.
૪૯ રુ રુ હરણ ની એક જાત રુ રુ ગુજરાતમાં ભાગ્ય્રેજ જોવામળે
૫૦ રિપુ શત્રુ ષડ રિપુને જે સમજે તે અધ્યાતમ્નો પાયો સમજી ગયો.
  જ્ઞ  
જ્ઞ જ્ઞાતા, બ્રહ્મા,બુધ્ બ્રહ્મા સર્વજ્ઞ છે તેથી તેમનો પુત્ર માણસ સર્વજ્ઞ થઈ શકે છે
૨. જ્ઞવાર બુધવાર મંગળવાર પછી જ્ઞવાર આવે છે
૩. જ્ઞષ કેતુ કામદેવ જ્ઞષકેતુનાં બાણ કદી ખાલી ના જાય.
૪. જ્ઞાનક્રિયાપિભૈદ્રષ્ટફલસાધનતત્પર પ્રભુનું નામ્ જ્ઞાનક્રિયાપિભૈદ્રષ્ટફલસાધનતત્પ નમઃ
૫. જ્ઞાનદા ગુરુ બ્રહ્ન્,પુરોહીત,વિષ્ણુ તે સર્વ જ્ઞાનદા
૬. જ્ઞાપક આચાર્ય, શિક્ષલ્ને જ્ઞાપક પણ્ કહેવાય્૭
૭. જ્ઞાપન જણાવવું તે વિજ્ઞાપન એ જ્ઞાપનનો પ્રકાર છે
જ્ઞેય પરમાતમા જ્ઞેય વંદના એ પ્રર્થનાનો પ્રકાર છે.
       

શબ્દ સંશોધનઃ કાંતીભાઈ કરશાળા

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

રંગરાગ

ઉત્સવ,

દિવાળી હિન્દુ લોકો નો ખૂબ મોટો રંગરાગ છે.

2

રંગરૂપ

જુવાની, સૌંદર્ય

રંગરૂપમાં કામ કરવાની સ્ફુર્તિ અનોખી હોય છે.

3

રંગરેલ

પ્રસન્નતા,

અયોધ્યામાં રામના જન્મને લીધે આખા ગામમાં રંગરેલ થઈ ગયું

4

રંગરોળ

અતિઆનંદ

રવિના પિતાએ તેને બાઈક લઈ દેતા તે રંગરોળ થઈ ગયો.

5

રંજન

સોનું

આ મોંઘવારીમાં તો રંજનના ભાવ ખૂબ વધી ગયા છે.

6

રંભ

લાકડી

વૃદ્ધ લોકો ટેકો મેળવવા માટે રંભનો ઉપયોગ કરે છે.

7

રંભાફલ

કેળું

રંભાફલમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.

8

રક્તબીજ

માકડ

લાકડાને રક્તબીજ ફોતરી નાખે છે.

9

રક્તરંગા

મહેંદી

લગ્ન પ્રસંગે રક્તરંગાનો રીવાજ હોય છે.

10

રજમો

જુસ્સો

જુવાનીમાં કામ કરવાનો રજમો હોય છે.

11

રજવું

સોભવું

બગીચામાં ફૂલ ખૂબ જ રજે છે.

12

રત્નવતી

પૃથ્વી, ભૂમિ

રત્નવતી નારંગી આકારની છે.

13

રમૂજ

કટાક્ષ, ટીખળ, રહસ્ય

અમુક લોકો વાતવાતમાં રમૂજ કરે છે.

14

રળીછળી

પાયમાલ

મંદીને કારણે ઘણી મોટી મોટી કંપનીઓ રળીછળી ગઈ.

15

રળો

નફો

વેપારીને રળો માપ અનુસાર લેવો જોઈએ.

16

રવંડા

રસ્તો, માર્ગ,

અમુક જુવાનીયાઓ રવંડા પર રખળતાં હોય છે.

17

રવઈયો

રીવાજ

લગ્ન પ્રસંગે પીઠી ચોળવાનો રવઈઓ હોય છે.

18

રવડવું

રખળવું, રઝળવું, હેરાન થવું

ભારે ત્સુનામીને લીધે ઘણાં લોકો રવડવા લાગ્યાં.

19

રવણ

કાંસુ,

રવણનાં વાસણમાંથી ભોજન કરવાથી આયુષ્ય વધે છે.

20

રસવટ

સ્વાદિષ્ટ

જ્યારે રસવટ ભોજન બન્યું હોય ત્યારે બધાં આંગળીઓ ચાટવા માંડે છે.

21

રસવતા

રસિકતા

હીરાધરની શિલ્પકલામાં રસવતા હતી.

22

રહાઈશ

મુકામ

દરેક માનવીને રહેવા માટે રહાઈશ હોય છે.

23

રહીશ

નિવાસી

ગાંધીજી પોરબંદરના રહીશ હતા.

24

રંગસ્થલ

નાટકશાળા, નાચઘર

અમારા ગામમાં રંગસ્થલનું આયોજન થયું છે.

25

રંગહિલિયા

આનંદનો સતત પ્રવાહ

પહેલો નંબર આવતા અનિકેતના રંગહિલિયા થઈ ગયા.

26

રંગાગા

ફટકડી

પાણીને શુદ્ધ કરવા રંગાગા વાપરવામાંઆવે છે.

27

રંગીભગી

મનમોજી

રંગીભંગી વ્યક્તિ પોતાની જ મનમાની કરે છે.

28

રંઘસ

વેગ

રેલગાડીનો રંઘસ વધારે હોય છે.

29

રંજનકેશી

ગળીનો છોડ,

રંજનકેશી ખૂબ ઓછા વિસ્તારમાં જ થાય છે.

30

રંજનાલય

મોજશોખ કરવા માટે બાંધેલ સમાન

શ્રીમંત લોકો આનંદ કરવા માટે રંજનાલાય બનાવે છે.

31

રંજની

આનંદ આપનારી, હળદર

પનડીનું ઝાડ કે જેમાં ઝીણાં ઝીણાં રંજ જેવાં રૂછાંળાં ડૂંડાં જામે છે માટે તેને રંજની કહે છે.

32

રખનો

શક, ખતરો

ચોરીના ગુનામાં પોલિસને કાળુંભાઈ પર રખનો હતો.

33

રખપંચમી

ઋષિ પંચમી

રખપંચમીને દિવસે ઋષિનું પૂજન કરાય છે

34

રખપત

આબરૂ જાળવવી તે

અર્વાચીન યુગમાં રખપત જાળવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે.

35

રખરખાવટ

શરમ

મુર્ખ વ્યક્તિને રખરખાવટ હોતી નથી.

36

રખવાઈ

સંભાળ રાખવાનો બદલો

મોટી બિલ્ડીંગોમાં રખવાઈ હોય છે.

37

રજતપુંજ

રૂપાનો ઢગલો,

અમીર લોકો પાસે રજતપુંજ હોય છે.

38

રજન

કેસર

રજન ને દૂધમાં નાખી પી શકાય છે.

39

રજનિ

માતા

બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની પાસે જ તેની રજનિ હોય છે.

40

રચળી

કરચલી

વૃદ્ધ લોકોને શરીર પર રચળી પડી જાય છે.

41

રચ્છી

ફૂગી

ઉનાળામાં નહિ નાહવાથી મેલ સુકાઇ જઇ ધોળા ડાઘા શરીર ઉપર પડી રહે છે તે રચ્છી હોય છે.

42

રજસ્વલી

ભેંસ

રજસ્વલી ઉનાળામાં પાણીમાં રહેવાનું વધારે પસંદ કરે છે.

43

રજાક

પરમાત્મા

આપણને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડે છે ત્યારે આપણે રજાકને યાદ કરીએ છીએ.

44

રબડ

માથાકુટ, થાક

મુર્ખાઓ સાથે રબડ કરવાથી સમય બરબાદ થાય છે.

45

રબિંગ

પ્રતિકૃતિ, નકલ

એકમની રબિંગ સહેલાઈથી બનાવી શકાય તેવી હોવી જોઈએ.

46

રમતિ

કાગડો,

રમતિએ શનિદેવનું વાહન છે.

47

રમતિ

સ્વર્ગ

રમતિના રાજા ઈન્દ્રદેવ છે.

48

રળ

કમાણી

ફુગાવાનો દર ઘટવાથી રળ વધારે થાય છે.

49

રહોંચો

મૂર્ખ

રહોંચાઓ સાથે માથાકુટ ન કરાય.

50

રાખુપંચમી,

નાગપંચમી

રાખુપંચમીને દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.

51

રાજરીતિ

પિત્તળ

પ્રાચીન સમયમાં રાજરીતિના વાસણોનો ઉપયોગ થતો હતો.

52

રાતબ

નિવૃત્તિ વેતન પેન્સન, લવાજમ

અમુક સરકારી નોકરીઓમાં વ્યક્તિની ઉંમર 55 વર્ષથી વધુ થઈ જાય ત્યારે તે નિવૃત થઈ જાય છે અને તેને ઘર બેઠા પૈસા મળે છે તેને રાતબ કહે છે.

53

રાતાંબા

કોકમ

રાતાંબાની ચટણી ભજીયા સાથે ખાવાથી ખૂબ સરસ લાગે છે.

54

રાહનુમા

ભોમિયો

અજાણ્યા સ્થળે રાહનુમાથી સ્થળની માહિતિ મેળવી શકાય છે.

55

રાહમાર

લૂંટારો

વાલિયો રાહમાર વાલ્મિકી ઋષિ થઈ ગયો.

Leave a Reply

Recent Posts

Recent Comments

Pages

Categories

March 2024
M T W T F S S
« May    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.