ગ
શબ્દ સંશોધન : કાંતિભાઈ કરશાળા
1 |
ગંગાજાત |
ભીષ્મ પિતામહ |
ગંગાજાત દ્રૌપદીના અપમાનને આભ ફાટ્યા જેવડો મોટો અપરાધ ગણાવે છે. |
2 |
ગંગાદ્વાર |
હરદ્રાર |
ગંગાદ્વારમાં શાંતિકુંજ આશ્રમ આવેલ છે. |
3 |
ગંગાટવું |
ગભરાવું, ડરવું |
ભૂતપ્રેતની વાતોથી બાળકો ગંગાટતા હોય છે. |
4 |
ગંગડી |
કાશ્મીરમાં ગળે લટકાવવાની નાની સગડી, |
ઠંડીથી રક્ષણ મેળવવા ગંગડી બાંધે છે. |
5 |
ગંગણાટ |
ગણગણાટ |
ચોમાસાની ઋતુમાં મચ્છરો રાત્રીના ગંગણાટ કરતા હોય છે. |
6 |
ગંજબરેડો |
ઉકેલ |
ભવાન ભગત પાસે કોઈપણ પ્રશ્નનો ગંજબરેડો હોય છે. |
7 |
ગંજબરોડો |
વિશેષ સમાચાર |
ટી.વી. ચેનલો બ્રેક ન્યૂઝમાં ગંજબરોડો ચમકાવે છે. |
8 |
ગંજવર |
ખજાનચી, ભંડારી, |
સહકારી સંસ્થાઓમાં ગંજવરની એક હોદો હોય છે. |
9 |
ગંજવું |
જુલમ કરવો, છેતરવું |
લુખ્ખાઓના ગંજવાથી તેણે ગામ છોડી દેવું પડયું. |
10 |
ગંજા |
ઝૂંપડી |
શબરી જંગલમાં ગંજા બનાવીને રહેતી હતી. |
11 |
ગંજાકિની |
ભાંગ |
શિવરાત્રીમાં શિવ મંદિરમા ગંજાકિની પ્રસાદરૂપે આપવામાં આવે છે. |
12 |
ગંજાર |
વિશાળ |
નરેન્દ્ર મોદીની સભાનું ગંજાર મેદાનમાં આયોજન કરવામાં આવ્યું. |
13 |
ગંધન |
હિંસા, સૂચન, દર્શન |
જીવ ગંધન એ પાપ છે. |
14 |
ગંધમાલ્યા |
સુંગધી ફુલની માળા |
પાર્વતીજીએ મહાદેવને ગંધમાલ્યા પહેરાવી. |
15 |
ગંધમૂષિકા |
છછુંદર |
ઘરમાં ગંધમૂષિકાનો પ્રવેશ શુભ ગણાય છે. |
16 |
ગંધરાજા |
ચંદન |
ગંધરાજાની સુંગધ ચારેબાજુ પ્રસરે છે. |
17 |
ગચાકા |
ભરપુર, ગીચોગીચ |
પ્રેક્ષકોની સિનેમાહોલ ગચાકા ભરાય ગયો. |
18 |
ગચ્ચ |
સજ્જડ |
હડતાલને લીધે ગામ ગચ્ચ બંધ રહ્યું. |
19 |
ગચ્ચી |
અગાસી, ધાબું |
ઉતરાયણમાં બાળકો ગચ્ચી પર પતંગ ઉડાડે છે. |
20 |
ગચ્ચો |
ખાડો |
ચોમાસામાં ભારે વરસાદને લીધે ઠેરઠેર મોટાં ગચ્ચા પડી જાય છે.
|
21 |
ગચ્છ |
સાધુઓનો મઠ |
પત્નિના મૃત્યુ બાદ ભવાન ભગત ગચ્છમાં જઈ સાધુઓની સેવા કરવા માંડ્યાં. |
22 |
ગચ્છતી |
નાસી જવાપણું, આઘાપાછા થઈ જવું |
પોલીસે ભીડને વિખેરવા અશ્રુવાયુ છોડતાં ટોળું ગચ્છતિ ફરિ વળ્યું. |
23 |
ગજની |
ધૂળ , માટી, |
માથે ગજની ધરું વસુંધરાની |
24 |
ગજમુખ |
ગણેશ |
ભાદરવા સુદ 4 ના દિવસે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારે ધૂમધામ થી ગજમુખ ચતુર્થી ઊજવાય છે. |
25 |
ગજર |
ચોઘડિયાં |
દિવસ રાતના 16 ગજર હોય છે. પ્રત્યેક ગજર 1.30 કલાકનું હોય છે. |
26 |
ગઢવી |
ચારણ, બારોટ |
ગઢવીની વાણીમાં મા સરસ્વતીનો વાસ હોય છે. |
27 |
ગઢવું |
કલ્પના કરવી, મારવું, પીટવું |
બાળકને સમજાવવું ગઢવું નહિ.
|
28 |
ગઢાર |
ગુફા |
જૂનાગઢની ખાપરા-કોડીયાની ગઢાર પ્રખ્યાત છે. |
29 |
ગઢાણ |
પડતર જમીન |
ગઢાણમાં વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરો. |
30 |
ગણદ્વવ્ય |
જાહેર મિલ્કત |
ગણદ્રવ્યોને નુકશાન કરવું કાનૂની ગૂનો છે. |
31 |
ગણીમત |
સૌભાગ્ય |
તમે મારે આંગણે પધાર્યા તે મારું અહો ગણીમત. |
32 |
ગતાક્ષ |
આંખ વગરના, અંધ, |
ગતાક્ષના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે.
|
33 |
ગતાગત |
જન્મમરણ |
ગતાગતની નોંધણી કરાવવી જરૂરી છે.
|
34 |
ગતાગમ |
સમજ, જ્ઞાન, |
ક્યાં, ક્યારે શું બોલવું તેની અડવાને ગતાગમ નથી. |
35 |
ગતાધિ |
સુખી |
દુ:ખીના દુ:ખની વાત જો ગતાધિ સમજી શકે તો દુ:ખ હોય જગતમાં. |
36 |
ગદા |
ભિક્ષુક, ભીખારી |
લૂલો, લંગડો, અંધ એવા ગદાનો સમુદાય મોટો છે.
|
37 |
ગદાગ્રણી |
ક્ષય રોગ |
એક જમાનામાં ગદાગ્રણી રાજરોગ કહેવાતો. |
38 |
ગદિલા |
કાદવ |
કોડીને ધોવાનો સાર માત્ર ગદિલા છે. |
39 |
ગદ્રી |
કીટું |
ઘી બનાવ્યા પછી જે ઘન પદાર્થ મળે છે તેને કીટું કહે છે. |
40 |
ગનપત |
ગરજ, જરૂરિયાત |
ગનપત હોય ત્યારે ગધેડાને પણ બાપ બનાવવો પડે. |
41 |
ગનસને |
કાનોકાન |
ગનસને સાંભળેલી વાતને પણ વિવેકને ત્રાજવે તોળવી. |
42 |
ગરૂરી |
અભિમાની |
સત્તા,સંપત્તિ,જુવાની માણસને ગરૂરી બનાવે છે. |
43 |
ગિંડુરી |
ઈંઢોણી |
સોના ગિંડુરી અને રૂપા બેલડું સહિયર મોરી અમે ચાલ્યાં પાણી ભરવાં. |
44 |
ગિગલાવું |
ગભરાવવું |
નાના બાળકોને ક્યારેય ગિગલાવવા નહિ. |
45 |
ગિઝરી |
સંચાલક |
આ સંસ્થાના ગિઝરી કુશળ વહિવટ કર્તા છે.
|
46 |
ગિરિસાર |
લોઢું |
ચકમક ગિરિસાર ઘસતાં ઘસતાં ખર્ચી જિંદગી સારી. |
47 |
ગિરિહ |
વહેમ |
કેટલાક માણસો હું કંઈક છું એવા ગિરિહમાં રચતાં હોય છે. |
48 |
ગિલેહિમત |
સીમેન્ટ |
ચણતરકામમાં ગિલેહિમતના ઉપયોગથી મજબૂતી વધે છે. |
49 |
ગિલૌરી |
બીડી |
ગિલૌરી, સીગારેટનું વ્યસન નુકસાનકારક છે. |
50 |
ગિસ્ત |
ફોગટ, નકામું, નિષ્ફળ |
મોંઘામૂલું માનવજીવન ગિસ્તમાં વેડફશો નહિં. |
51 |
ગીગલું |
અણસમજું |
તમે મને શું સાવ ગીગલો સમજો છો? |
52 |
ગીલગીચ |
પંચાત, ખટપટ |
ગીલગીચથી હંમેશા દૂર રહો. |