ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » ઇ-ઈ

ઇ-ઈ

શબ્દ સંશોધનઃ ‘ઇશ્ક’ પાલનપુરી- રમેશ રઝ્યા

 

 

ધણી ને બોલાવવા અથવા તેના સબંધ માં વપરાતો ઉચ્ચાર

બાઈ એ કહ્યું કે તમે બેસો મારા  હમણાં જ  આવશે

ઈંધે

અહીંયા,    આતરફ,

ઈધર

ત્યાં ખાડો છે બધા ઈંધે  આવો

ઈંખ

ખસવુ, જવુઝૂલવુ,હલાવવુ

નાનાદીકરાને રડતો જોઈને માં એ મોટા દિકરાને કહ્યું કે જા તું ઘોડીયું ઈંખ

ઈંગલીઢીંગલી

એક રમત,ખીલમાંકડી

આપણે નાના હતા ત્યારે ઈંગલીઢીંગલી બહું રમતા

ઈંચભઠ્ઠા

ઈંટ પકવવા માટેની ભઠ્ઠી

તળાવની આસપાસ ઈંચભઠ્ઠા વધુ હોય છે

ઈંચવું

ખૂંચવી લેવા, ખેચવુ, ચૂસી લેવુ

રાજકારણીઓ ગરીબો નો રોટલો ઈંચતા પણ ખચકાતા નથી

ઈંજાવવું

ઈંજવાનું કામ બીજા પાસે કરાવવું,તેલ ઉંજાવવું

દરજીઓએ લગ્નની સીજનમાં વારંવાર સીલાઈ મશીનઈંજાવવું પડતું હોય છે

ઈંજાવું

ઈંજવાનું કામ થવું,ઉંજાવું,અભિષેક થવો

શ્રાવણ મહીનામાં શંકરભગવાન પર બીલી નો ઈંજાવોથાય છે

ઈંટગારી

ઈંટનું કારખાનું,ઈંટનું બાંધકામ

જુના જમાના જેવી ઈંટગારી હવે જોવા નથી મળતી

૧૦

ઈંટકો

ઈંટનો કટકો,રોડું

ઈંટકો મકાનના પાયામાં વપરાય છે

૧૧

ઈંટકારી

ઈંટ પાડવાનો ધંધો

ઈંટકારીમાં સરકારે કર નાંખ્યો ત્યારથી ઈંટો મોંઘી થઈ ગઈ છે

૧૨

ઈંટઢેખાળા

રોડું, એ નામની રમત

ઈંટઢેખાળા ની રમત હાલનાં સમયમાં કોઈ રમતું નથી

૧૩

ઈંટમાર ચઢ્ઢાકડા

એ નામની રમત

ઈંટમાર ચઢ્ઢાકડા ની રમત સાવ ભૂલાતી જાય છે

૧૪

ઈંટપજાવો

ઈંટની ભઠ્ઠી

ગામડામાં ઠેર ઠેર ઈંટપજાવો જોવા મળે છે

૧૫

ઈંટબંધી

ઈંટથી કરેલું ચણતર,બંધ

ઈંટબંધી કરવાથી ચોમાસામાં જમીનનું ધોવાણ અટકાવી શકાય છે

૧૬

ઈંટકોર

ઈંટનો ભૂક્કો

પીતળના વાસણ ઈંટકોરથી માંજવાથી ચમકી ઉઠે છે

૧૭

ઈંટગર

ઈંટ તૈયાર કરવાનો ધંધો કરનાર માણસ

ઈંટના ધંધામાં કર લાગવાથી ઈંટગર ની હાલત કફોડી થઈ છે

૧૮

ઈંટડી

ઈંટ,પરોપજીવી જંતુંમાંનુ એક,ઈતડી

ઈંટડી પશુંઓનું લોહી ચૂંસી ને પોતાનું ભરણપોષણ કરે છે

૧૯

ઈંટડું

ઈંટ નો કટકો,નાનાપણું બતાવનાર પ્રત્યય

રમત રમતમાં એક છોકરાને ઈંટડું લાગવાથી દવાખાને લઈ જવો પડ્યો

૨૦

ઈંટરડી

પરોપજીવી જંતુંમાંનુ એક,ઈટડી

જું,ઈંટરડી એ બધા પરોપજીવી જંતું છે

૨૧

ઈંટવટી

ઈટો બનાવનાર

ઈંટવટી એક સામાન્ય મજુર નહી પણ કારીગર છે

૨૨

ઈંટવાડો

ઈંટો બનાવવાની જગ્યા,ભઠ્ઠી

તળાવ ઈંટવાડા માટે અનુકુળ જગ્યા છે

૨૩

ઈંટવાળો

ઈંટ બનાવનાર ,કુંભાર

ધનાભાઈ ઈંટવાળો આજકાલ મજુરોનું શોષણ કરે છે

૨૪

ઈંટા

ઈંટ

ગામડાંમાં ઈંટા સિમેન્ટના બદલે માટી માં ચણે છે

૨૫

ઈંટાકાર

ઈંટના આકારનું

મારું મકાન ઈંડાકાર નહીં પણ ઈંટાકાર છે

૨૬

ઈંટાળી

ઈંટો મારી મારી ને દેવાતી સજા

જુના જમાનામાં ગુનેગારો ને રાજાઓ ઈંટાળીની સજા ફટકારતા

૨૭

ઈંટાયા

એક જાત નં કબૂતર

ઈંટાયા કબૂતરનું અસ્તિત્વ હવે પૃથ્વી ઉપર રહ્યું નથી

૨૮

 

ઈંટાખોયા

ઈંટની ધૂળ

ઈંટાખોયા નો ઉપયોગ રંગોળીમાં લાલ રંગ તરીકે થાય છે

૨૯

ઈંટાળું

ઈટનું બનેલું,ઈંટવાળું,ઈંટાળ

ભૂંકંપ ના કારણે કચ્છની ધરતી ઈંટાળું બની ગઈ છે

૩૦

ઈંટાળો

ઈંટનો કટકો,રોડું

સામાન્ય ઝઘડામાં તારે એને ઈંટાળો ના મારવો જોઈએ

૩૧

ઈંટીયું

ઈંટનું બીબું

ઈંટો પાડતા વચ્ચે વચ્ચે ઈંટીયું સાફ કરતા રહેવું પડે છે

૩૨

ઈંટેલ

ઈંટ થી બાંધેલું,ઈટબંધી

જુના જમાનાની ઈંટેલ ઈમારતો જોવાલાયક હોય છે

૩૩

ઈંટોરેઈંટો

એક રમત

ઈંટોરેઈંટો  સમૂહમાં રમાતી રમત છે

૩૪

ઈંટોરી

ઈંટનું બનાવેલુંઈંટથી બંધાવેલું

એ જમાનામાં પણ મારા દાદાને ઈંટોરી મકાન હતું

૩૫

ઈંડ

ઈંડું

સાપ પોતાના જ ઈંડ ખાઈ જાય છે

૩૬

ઈંડકટાહ

ઈંડા ઉપરનું પડ,કોચલું

ઈંડા ની વાનગી બનાવતી વખતે ઈંડકટાહ કાઢી નાંખવામાં આવે છે

૩૭

ઈંહર

અહીંયા,આ તરફ

આ બાજુ જગ્યા ખાલી છે તમે બધા ઈંહર આવો

૩૮

ઈંડવી

ઈંઢોણી

ગામડામાં વજન ઉપાડવા સ્ત્રીઓ માથા ઉપર ઈંડવી રાખે છે

૩૯

ઈંડાદાવ

એક રમત

ઈંડાદાવ રમવાની આપણી ઉંમર નથી

૪૦

ઈંડાળ

ઈંડા લઈને જતી કીડીઓની હાર,એકજ ધંધા ના માણસોનોજથ્થો

ચોમાસામા ઘરમાં પણ ઠેરઠેર ઈંડાળ જોવા મળતી હોય છે

૪૧

ઈંડી

નાની ઈંઢોણી

નાની છોકરીઓ પાણી ઉપાડવા માટે બેડલાની સાથે ઈંડીનો ઉપયોગ કરે છે

૪૨

ઈંડાળું

ઈંડા લઇ જતું,ઈંડાવાળું

પહેલો વરસાદ પડ્યો નથી કે કીડી મકોડાનું ઈંડાળું બહાર આવ્યું નથી

૪૩

ઈંડેરિકા

ખાવાની એક વાનગી,વડું

ઈંડેરિકા નો સ્વાદ ખૂબ તીખો હોય છે

૪૪

ઈંડો

ઈંડું

મોરનો ઈંડો ચીતરવા ના પડે

૪૫

ઈંઢ

સમાન ,બરાબર, સરખું

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારીનું કામ આપણે સૌએ ઈંઢ  ભાગે  વહેચી લેવું જોઈએ

૪૬

ઈંઢુઆ

ઈંઢોણી

અલગ અલગ ઉંમરની સ્ત્રીઓ પાણીભરવા માટે જુદા જુદા પ્રકારની ઈંઢુઆ નો ઉપયોગ કરે છે

૪૭

ઈંતાળ

ઈંટ,પરોપજીવી જંતુંમાંનુ એક,ઈતડી

જુંઈંતાળ એ બધા પરોપજીવી જંતું છે

૪૮

ઈંદરધનક

મેઘધનુંષ્ય [ગ્રામ્ય]

ચોમાસામાં આકાશમાં ઈંદરધનક 

જોવાનો પણ એક લ્હાવો છે

૪૯

ઈંદૂર

ઉંદર

ઈંદૂર એ ગણેશ ભગવાનનું વાહન છે

૫૦

ઈંધણધોરી

ઓછી સમજવાળો માણસ,મૂર્ખ,ભાર વહન કરનાર

આપણા સમાજમાં ઈંધણધોરી માણસો નો તોટો નથી

૫૧

 

ઈંમ્રતી

અડદના લોટની જલેબી આકારની મીઠાઈ

આજે પણ ગામડાંમાં દિવાળી ના ટાણે ઈંમ્રતી મીઠાઈ બનાવવાનો શિરસ્તો છે

૫૨

 

ઈંરોઝ

આજે ,આ દિવસે

ચાલો ,આપણે ઈંરોઝ પ્રતિજ્ઞા લઈએ કે  આપણા દેશ ને મહાન બનાવશું

૫૩

 

ઈંશ

ખાટલા કે ઢોલિયાનાં પડખાનાં બે લાકડામાંનું દરેક

બધા જાનૈયા એક ખાટલા પર બેસવાથી ખાટલાની બંન્ને ઈંશ ભાગી ગઈ

૫૪

 

ઈંશબ

 

આ રાત્રે

વાતાવરણ જોતા લાગે છે કે ઈંશબ  ચોક્કસ વરસાદ આવશે

૫૫

ઈંસાલ

આ વર્ષે

શેર બજારની મંદિના કારણે ઈંસાલ ઘણા લોકો પાયમાલ થઈ ગયા

Content support-Kantibhai Karshala

Leave a Reply

Recent Posts

Recent Comments

Pages

Categories

March 2024
M T W T F S S
« May    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.