ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » Archive by category 'શબ્દ'

જૈન સોસાયટી ઑફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૧૫ મે નાં રોજ ઉજવાયો છઠ્ઠો “ભાષા ઉત્સવ”. –અમિષા કાપડિયા,

May 28th, 2016 Posted in શબ્દ

જૈન પાઠશાળાનાં  શીક્ષીકા કોર્ડીનેટર ચીની મહેતાનાં જણાવ્યા પ્રમાણે ભાષા ઉત્સવ ને શબ્દ સ્પર્ધા  પુરતી સિમિત ન બનાવતા શ્રોતા અને દર્શકોને માટે  મનોરંજક અને જ્ઞાનવર્ધક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. વળી આ વખતનાં ઉજવણામાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓનું તથા ગુગલનું પણ જ્ઞાન દેખાતું હતું.  શબ્દ સ્પર્ધાના ગુજરાતી વિભાગનાં જજ આરતી છેડા અને વિજય શાહ હતા. હીન્દી વિભાગનાં જજ સપના ઓસવાલ અને શૈલેશભાઇ જૈન હતા.

શબ્દસ્પર્ધ ૫શબ્દ સ્પર્ધ ૧૭

સ્પર્ધકોને કોમ્પ્યુટર દ્વારા નિયત દસ સેકંડમાં આપેલા અંગ્રેજી શબ્દનાં ગુજરાતી અર્થો અને ગુજરાતી શબ્દોનાં અંગ્રેજી અર્થો આપવાના હતા. તેજ રીતે હીંદીમાં પણ અનુવાદને આ વખતે વધુ મહત્વ અપાયુ હતુ

ષબ્દ સ્પર્ધ ૧

 

અમિષાબેન કાપડિયાએ આ શબ્દ સ્પર્ધાનું સંચાલન કર્યુ હતુ અને જે તે વર્ગનાં શિક્ષકો પણ સમયોચિત સહાય કરતા જણાતા હતા. વર્ગમાં થયેલી આંતરીક સ્પર્ધાનાં અંતે વિજેતાઓ માટે સ્ટેજ ઉપર છેલ્લી સ્પર્ધા હતી

Gujarati class 1 spelling bee finalist

Hindi class 1 spelling bee finalist

Phenil  Shah

Shrey Shah

Rishabh Shah

Veer Sanghavi

Arnav Doshi

Dhruv Saitwal

Gujrati class 2 spelling bee finalist

Hindi class 2 spelling bee finalist

Labdi Mehta

Mahek Jain

Maher Zaveri

Samar Parasmal

Yug Shah

Manav Pormal

કાવ્ય પઠનમાં ઘણાં બાળ ગીતો અને સારા સારા કાવ્યોનાં પઠન બંને ભાષામાં થયા જેમાં જય મહેતાની હીન્દી કવિતા “મહેનત કરને વાલોકી કભી હાર નહીં હોતી” અને આર્યન શાહની ગુજરાતી કવિતા માતૃભાષા લોકોને સ્પર્શી ગઈ

Gujarati class 1 poem   recital

Gujarati class 2 poem   recital

Krish Shah–saikal   mari sarrr jaay

Arya Shah–gujrati   mari matrubhasha

Aakhil Mehta–nanu   nanu saslu

Diya Modi–aavo   ishwar bhajiye

Aanya Shah–nani   sarkhi khiskoli

Prachi Shah–sundar   Sundar

Reema Shah–hu ane   maro bhagwan

Jerush Jagani–uunt   kahe

Hindi class 1 poem   recital

Hindi class 2 poem   recital

Jaina Jain–meri maa

Jay Mehta–koshish   karne walo ki haar nahi

Navya Kothari–nani   nani

Hridaan Maroo–nani nani

Arnav Neema–upar   pankha chalta hai

નવતર બીજું સુચન એ હતું કે ગુજરાતી અને હીન્દીમાં નિબંધ પઠન. જેમાં ઉચ્ચારો અને રજુઆત પર ધ્યાન અપાયુ હતું. દરેક ધોરણોનાં વિદ્યાર્થીઓ કે જેમણે તેમના ઘરે કદીયે જે ભાષામાં બોલ્યા ના હોય  તેમાં નિબંધ ગુગલ ઉપર સંશોધન કરી દરેક વિદ્યાર્થીઓ તેવા લેખો વાંચતા હતા જે પ્રશંસનીય ઘટના હતી

Gujarati class 3 speech   champions

Hindi class 3 speech   champions

Aashna   Shah–Narendra Modi

Rhea Mistry–Dharm   ke bhed bhav

Prisha   Gandhi–Mahatma Gandhi

Saatvi Sheth–Antrik   Sundarta

Mahi Bhatt–Shrimad   Rajchandra

Muskaan Sheth–maa

Mihika Shah–Narsinh   Mehta

Ayushi   Oswal–Rajasthan ki sanskriti

Ruju Shah–Vikram   Sarabhai

Rushabh   Rambhia–Khel ka mahatva

Meera Shah–Sardar   Patel

Kinjal Jain–Hindi   bhasha ka mahatva

Tara Ayyar–Mahatma   Gandhi

Diksha Kurwa–global   warming

Jainesh(-bharat ki   azadi

ત્રીજા ધોરણ ની તારા ઐયર તો હજી આ વર્ષેજ હિંદી શીખવાનું શરુ કર્યુ હતું અને છ મહીનાની તાલિમમાં તેનું વક્તવ્ય હિંદી ભાષી સમાન સુંદર હતુ. વિષયોમાં વૈવિધ્ય હતું અને માહિતી સભર નિબંધો હતા. ગુજરાતી નિબંધોમાં આદ્ય કવિ નરસિંહથી માંડીને નરેન્દ્ર મોદી સુધી વૈયક્તિક વિષયો હતા જ્યારે હિંદીમાં ધાર્મિક અને ઐતિહાસીક વિષયો હતા..જે વિદ્યાર્થીઓએ સ્વયં નિર્ધારેલા હતા.

બે કલાક ચાલેલા આ “ભાષા ઉત્સવ” ( Show case of Languages) દરેક દર્શકો માટે અદભુત અનુભવ હતો..દરેક માતા પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહિયારો માતૃ ભાષા સંવર્ધન નો ઉત્તમ પ્રયોગ હતો. સૌને હાર્દિક અભિનંદન.

શબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ

March 3rd, 2010 Posted in શબ્દ

 માતૃભાષા વિશે ફક્ત વાતો નહીં પણ નક્કર કામ કરતા હ્યુસ્ટન જૈન સેન્ટર, પાઠશાળાનાં ૫ વર્ષથી ૧૫ વર્ષનાં લગભગ ૧૭૫ કરતા વધુ બાળકો તેમની આવડત અને ઉંમર પ્રમાણે ૨૦૦ શબ્દો હિંદી અને ગુજરાતીમાં શીખ્યા. તેમના શિક્ષકો અને વાલીઓએ માતૃભાષા એક સંસ્કાર છે અને તેને જેમ ધર્મ શીખવાડવા મથીયે તેમ ભાષા શીખવાડી અને એક ગૌરવાન્વીત ઉદાહરણ સમગ્ર વિશ્વ સામે મુક્યુ.


હિન્દી વર્ગ ૨ શબ્દ સ્પર્ધા અંતિમ ચરણો માં


શબ્દ સ્પર્ધા ચિત્ર ઓળખો અને જવાબ માતભાષામાં આપો

શબ્દ સ્પર્ધામાં સૌને આવકારતા મોનાબેન શાહ અને જજ સુશ્રી આરતીબેન છેડા અને વિજયભાઇ શાહ
તસ્વીર સૌજન્યઃ પરાગ શેઠ

પાઠશાળા કો ઓર્ડીનેટર ધનેશ શાહ અને મોના શાહ સાથે વાત થતી હતી તે સમયે ધનેશભાઇ શાહ બોલ્યા માતૃભષા એ પણ એક જરુરી સંસ્કાર છે અને જેમ આપણી ધાર્મિક માન્યતાઓને આગલી પેઢીને આપણે આપવા મથીયે છે તે પ્રમાણે માતૃભાષા સંવર્ધન માટે ગુજરાતી અને હિંદી ભાષાનાં શિક્ષકો શબ્દ સ્પર્ધા કરશે. ત્યારે વિજયભાઇ શાહ અને  વિશાલ મોણપરાની સાથે એક મીટીંગ ગોઠવી શબ્દ સ્પર્ધાને માટે જરુરી માળખુ શિક્ષકોને સમજાવ્યુ અને હિંદીનાં ૩ વર્ગ અને ગુજરાતીનાં ૩ વર્ગ ની શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ થવા માંડી.

દરેક વર્ગનાં શિક્ષકો પોતાની રીતે ૨૦૦ જેટલા શબ્દો તૈયાર કરીને વિદ્યાર્થીઓને અને તે  વિદ્યાર્થીનાં વડીલોને આપ્યા.દરેક વર્ગ ઉંમર પ્રમાણે વિભાજીત હતો તેથી એક શબ્દ સમુહ અને એક પ્રકારનાં નિયમોને આધિન આ રમત નહોંતી. 

શબ્દ સ્પર્ધા ૨૮ ફેબ્રુઆરીને ૧૧.૦૦ કલાકે જૈન સેંટરનાં મુખ્ય કક્ષમાં થઇ. પાઠશાળા કો ઓર્ડીનેટર સુશ્રી મોના શાહે સૌ શ્રોતાગણને આવકાર્યા અને નિર્ણાયક સુશ્રી આરતીબેન છેડા અને વિજયભાઇ શાહનો પરિચય આપ્યો. સૌ સ્પર્ધકો અને તેમના વાલીઓનો ઉત્સાહ અનેરો હતો.

ગુજરાતી વર્ગ ૧નાં શિક્ષકોએ( નીતા દેસાઇ અને અમીશા કાપડીયા) શબ્દ અને અક્ષર બે ટુકડીઓ અને ૮ સ્પર્ધકોને સ્ટેજ પર લાવ્યા હતા અને તેમના શબ્દ સમુહને અનુરુપ રંગીન ચિત્રો લાવ્યા હતા અને તે ચિત્રો જોઇને સ્પર્ધકોએ ગુજરાતીમાં જવાબ આપવાના હતા. બંને ટુકડી મજબુત હતી અને પુછાયેલ શબ્દોમાંથી પ્રથમ ૧૩ મીનીટ સુધી પરિણામ આવ્યું નહોંતુ..જે છેલ્લા શબ્દે આવી ગયુ હતુ સિધ્ધાર્થ દેસાઇની જહેમત જાવા પ્રોગ્રામીંગ નાં ચિત્રોમાં દેખાતી હતી, શબ્દ ટુકડી વિજેતા બને હતી અને તેના વિજેતાઓ હતા ધ્રુવ અજમેરા,અમી મોમાયા,મીરા શાહ, અને મીહીકા શાહ( ઉંમર વર્ષ ૫ થી ૮)

હિન્દી વર્ગ ૧નાં શિક્ષકો (સપના ઓસ્વાલ અને પ્રિયંકા શેઠ) સાત સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા હતા અને દરેક સ્પર્ધક સ્વતંત્ર હતા.તેમણે અંગ્રેજી શબ્દો બતાવી હિન્દીમાં તેના જવાબ આપતા હતા અત્રે ખાસીયત એ હતી કે ચિત્રો હાથથી દોરેલા હતા અને પાવર પોઈંટમાં તે દર્શાવાતા હતા. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે મુશ્કાન શેઠ, રેવા જાજોદીયા અને વિરાજ શાહ આવ્યા હતા ( ઉંમર વર્ષ ૫થી ૮)

ગુજરાતી વર્ગ ૨નાં શિક્ષકો પ્રીતિ રાંભીયા અને વૈશાલી શાહ) દરેક સ્પર્ધક સ્વતંત્ર હતો અને તેમને અંગ્રેજી શબ્દો આપી તેનો ગુજરાતી શબ્દ આપવાનો હતો પ્રથમ બે નંબર એક સરખા ગુણ આવતા ફરી પ્રશ્નો પુછાયા જેમા આખુ વાક્ય અંગ્રેજીમાં પુછાયુ અને સ્પર્ધકોએ તે વાક્યનું ગુજરાતી કહેવાનું હતુ.આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે રીયા સોલંકી, અવની શાહ અને વંશીકા જોન્સા આવ્યા હતા (ઉંમર વર્ષ ૯થી ૧૨)

હિન્દી વર્ગ ૨નાં શિક્ષકો (રીતુ જૈન અને નીરજા શાહ) માં દરેક સ્પર્ધક સ્વતંત્ર હતો અને તેમને અંગ્રેજી શબ્દ અપાતા હતા અને તેનો હિન્દીમાં  ઉત્તર આપવાનો હતો. અહી વૈવિધ્ય એ હતુ કે પ્રથમ દસ સેકંડમાં જવાબ ન આપી શકનારને તે શાબ્દ પારખવા સંકેત(Hint) અપાતા હતા. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે રચિત જૈન, રિતિકા જૈન અને દિવ્યા શાહ આવ્યા હતા (ઉંમર વર્ષ ૯થી ૧૨)

ગુજરાતી ૩ ના શિક્ષકો( ડીસ્પ્યુટા કોઠારી અને મનન મહેતા) ચાર સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા હતા તેથી તેમને શબ્દોને સાચી જોડણી સાથે ઉચ્ચારવાનાં હતા અને શબ્દો ચીઠ્ઠી ઉપાડીને અપાતા હતા. બીજા દોરમાં શબ્દોની જોડણી પણ કહેવાની હતી અને શબ્દ પ્રયોગ પણ કરવાના હતા. આ શબ્દ પ્રયોગ ભુલકાઓ સરસ રીતે કરતા હતા જે સાચી ગુજરાતી  ભણાવાતી હોવાની પ્રતિતિ કરાવતા હતા. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે શ્રીપાલ શાહ, વિવાન કોઠારી અને રીયા કાપડીયા આવ્યા હતા (ઉંમર વર્ષ ૧૩થી ૧૬)

હિન્દી ૩નાં શિક્ષકો (સ્મીતા બોરા અને શૈલેશ જૈન) સાત સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા.   તેમને બે દોર હતા જેમા પ્રથમ દો્રમાં અંગ્રેજી શબ્દો અપાતા હતા જેમનો તેમણે હિન્દી શબ્દ આપવાનો હતો. બીજા દોરમાં હિન્દી વાક્ય અપાયા જે તેઓએ વાંચવાના હતા અને સરખા ગુણના અનુસંધાને જૈન સોસાયટીનાં પ્રમુખ આશિષ ભંડારીએ હિન્દીમાં પ્રશ્ન પુછ્યા હતા જેનો જવાબ હિન્દીમાં સ્પર્ધકો એ આપ્યો હતો. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે શ્રેયા ઉદય, યશ બોરા, અને સિધ્ધાર્થ શાહ આવ્યા હતા (ઉંમર વર્ષ ૧૩થી ૧૬).

બે કલાક ચાલેલ આ સ્પર્ધામાં પાઠશાળનાં તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાજરીથી હોલ ભરચક હતો. દરેક ટીમના વિજેતાઓને તાળીઓનાં ગડગડાટ્થી વધાવાતા હતા અને કવચીત હાર પામેલા પ્રતિસ્પર્ધક્નું રુદન પણ જોવા મળ્યુ. જે એમ સુચવે છે તૈયારી પુરી કરવા છતા સ્ટેજ ઉપર અવાચક બની જતા તે સ્પર્ધા હારી. જૈન સેંટરમાં ભાષાનાં શિક્ષકોનો આ પ્રયોગ વિશે પોતાના પ્રતિભાવો મોના શાહે પુછતા શિક્ષકોએ જણાવ્યું કે આખા વર્ષમાં શિખવવાનાં શબ્દો વિદ્યાર્થી આ સ્પર્ધત્મક વાતાવરણ ને લીધે ફક્ત દોઢ મહીનામાં શીખી ગયા. એક વિદ્યાર્થીની તો માંદી હોવા છતા શબ્દ સ્પર્ધાનાં પ્રરંભિક દોરમાં તેના પિતાને મજબુર કરીને આવી અને હાજર રહી. વિદ્યાર્થી સાથે તેમના માતાપિતા પણ સારા એવા સ્પર્ધા માટે સક્રિય હતા. શિક્ષકોને પણ બહુ જ મઝા આવી અને આવી સ્પર્ધા દરેક વર્ષે ગોઠવાય તેવી અપેક્ષા જાહેર કરી.શ્રોતાગણમાં પણ સંયમ બહુજ આવકારનીય હતો અને ક્યાંક કચવાટ પણ હતો કે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ના થયો હોત તો સારુ. એકંદરે સૌની માતૃભાષા પ્રત્યેની ભક્તિ અનન્ય રીતે દેખાતી હતી. કેટલાક માતાપિતાને તેમના બાળકો સ્ટેજ ઉપર ન આવી શક્યાનો અને આવતે વર્ષે વધુ મહેનત કરી તેમા સક્રિય થવાનો થનગનાટ દેખાતો હતો.

” મારા સત્યનાં પ્રયોગો” માંથી લીધેલા શબ્દોની શબ્દ સ્પર્ધા( પૂર્વ તૈયારી)-પ્રવિણા કડકીયા

January 11th, 2010 Posted in શબ્દ
અગત્ય                                                    જરૂર, મહત્વ, ગણના
અક્ષમ્ય                                                                    ક્ષમા ના આપી શકાય તેવું, માફ ન કરાય તેવું
અગણિત અસંખ્ય, ગણી ન શકાય તેવું, 
અચલિત                       ન ખસે તેવું, સ્થિર, અડગ, શાંત , ગંભીર
અટકળ                                   અંદાજ, અડસટ્ટો, તર્ક, અનુમાન , કલ્પના
અડચણ                                                                સંકટ, દુઃખ, વિપદા, આપદા, વાંધો, વિરોધ,હરકત, મુશ્કેલી , રજોદર્શન
અણગમો કંટાળો, નાપસંદ, બેચેની
અણઘડ સંગીતનો એક રાગ, ઘાટ વગરનું, બેડોળ, ઘડતર વિનાનું,બિન અનુભવી
અતિશય                                                        ચઢીયતુ, શ્રેષ્ઠ, ઘણું, પુષ્કળ, વિશેષ
અતિશયોક્તિ ચડીયતાપણુ દર્શાવતો એક અલંકાર, વધારીને કહેવાયેલી ઉક્તિ (વાત),
અદભૂત                                                      આશ્ચર્યકારક, અલૌકિક, અજબ, અપૂર્વ, નવાઇ પમાડે તેવું, અચંબા જનક
અદેખાઈ                     દ્વેષ, ઇર્ષા
અદ્વૈત                    તાદાત્મ્ય, એકપણું, દ્વૈતનો અભાવ
અધિકાર માલિકી, હક્ક હોવો, જાણકારી હોવી, વૃત્તિ, આજીવિકા,કબજો, લાય્કાત,યોગ્યતા
અધ્યાપક                                  ગુરુ, શિક્ષક, અધ્યારુ, આચાર્ય,વિદ્યાગુરુ,શિક્ષાગુરુ
અનાયાસે                                                         પ્રયત્ન વગર, સુગમ રીતે, સરળતાથી,અચાનક, સહસા,નિરુદ્યોગ
અનાવશ્યકતા આવશ્યક નહીં તે, બીન જરૂરી, 
અનિષ્ટ                  નિષ્ટ ના હોયે તે,અધર્મ, પાપ, ગુનો, દુર્ભાગ્ય, દુઃખ,આફત,પીડા,દુર્ભાગ્ય
અનુક્ર્મણીકા          ક્રમ અનુસાર, સાંકળીયુ
અનુભવ                પ્રત્ય્કક્ષ જ્ઞાન, અનુ=પાછળ,ભુ= જોવુ પાછળ જોવાથી થયેલ જ્ઞાન,
અનુસરવું આદેશ પરમાણે વર્તવું,પાછળ જવું
અનુસરશે આદેશ પ્રમાણે વર્તશે, પાછળ જશે
અન્યાય ન્યાયપુર્ણ નહીં તે,અઘટીત, ગેરવ્યાજબી
અપમાન              અનાદર, અવજ્ઞા, તિરસ્કાર
અભણ                         ્વાંચતા લખતા ન આવડતુ હોય, નિરક્ષર, અક્ષરશુન્ય
અભિપ્રાય                મત, હેતુ, મતલબ, વિચાર
અમલ                     દધિકાર, સત્ત્તા, કસૂંબો,આચરણ , વહેવાર, અસર, પ્રભાવ
અમૂલ્ય                           કીંમત આંકી ન શકાય તેવુ,ઉપયોગી, જરૂરનું,ઉમદા, ઉત્તમ શ્રેશ્ઠ
અરસપરસ અન્યોન્ય,પરસ્પર,ાઅંખમીંચામણીની રમત
અવગણના                 અવજ્ઞા, ઉપેક્ષા, માનભંગ, અપમાન
અવશ્ય           જરૂર, અગત્ય, નિશ્ચય, અનિવાર્ય, હઠીલું, જીદ્દી
અવાવરુ બહુ વખતથી વપરાયા વિનાનું, અવડ, 
અવિવેક સારાસાર પારખવાની શક્તિ વિનાનું,,અવિનય
અસહકાર                                                     સાથ નહીં આપવો તે, કુસંપ, સંબંધ નહિ રાખવો તે
અસહ્ય ખમી ન શકાય તેવું, દુઃસહ્ય, સાંખી ન શકાય તેવું
અસ્પૃશ્ય ન અડી શકાય તેવુ, આભડ છેટ વાળું , અપવિત્ર, અંત્યજ જાતીનું
અહંકારી અભિમાની, અહંથી ભરેલો
અંત્યજ                     શુદ્ર જાતીની વ્યક્તિ, હરિજન,
આગ્રહ ધાર્યુ પાર પાડવાનું વલણ, ખંત કે ચીવટથી કારાતુ કાર્ય, મમત, હઠ , જીદ
આઘાત આંચકો, દુઃખની લાગણી, કારી હા, જખમ,હુમલો ચઢાઇ,પ્રહાર, અરેરાટી
આત્મકથા      પોતે લખેલ પોતાની જીવન કથા, આત્મ કહાણી
આત્મશુધ્ધિ પોતાના અત્માની પવિત્રતા લાવવા થતા તપ ભક્તિ અને પાપ કર્મોનાં નાશ
આધ્યાત્મિક      આત્માને સબંધી,  મન નાં ભાવોને સબંધી, પર્માત્માને લગતુ
આનાકાની                                                      હા ના કરવી, સંકલ્પ વિકલ્પ કરવા, સંદેહ, સંશય
આમરણાંત મરણ સુધીનું, જિંદગી પર્યંત
આમંત્રણ નિમંત્રણ , તેડુ, નોતરુ, ઇજન, પરવાનગી રજા
આરંભ શરુઆત, પ્રારંભ, તૈયારી, પહેલ, વધ, કતલ, નાશ, વેગ, તૈયારી
આરોગ્ય                                                               તંદુરસ્તી, કુશળતા, સફાઇ, સુખાકારી, નિરોગી, સ્વસ્થ,
આવશ્યક અગત્ય, નિત્ય ક્રિયાઓ, ખપ, જરૂર, 
આશ્રય                  આશરો, ટેકો, અવલંબન,આધાર, આલંબન
આસક્ત              મોહિત, અનુરાગી, પ્રીતીથી પાછળ લાગેલુ, ઘેરાયેલુ, વળગેલુ, ચોંટેલુ
આસપાસ આજુબાજુ,પાડોશનું, સમીપમા નજીકમાં
આંકણી આંકવાની રીત; લીટીઓ દોરવાની પદ્ધતિ.કીમતનો અડસટ્ટો; કસ, સીધી લીટી દોરવાની લાકડાની અથવા ધાતુની ગોળ અને જાડી સીધી નાની પટી
ઈતિહાસ           તવારીખ; વખતના ક્રમ પ્રમાણે નોંધાયેલી હકીકત;; વાર્તા કથા; ભૂતકાળનું વૃત્તાંત;
ઈરાદો આશય; હેતુ; ઉદ્દેશ; ધારણા; વિચાર; મનસૂબો.યુક્તિ; ; યોજના
ઈલાજ ઔષધ; ઓસડ; દવા; ઉપચાર; ચિકિત્સા.સજા; શિક્ષા.
ઇજન                                                      આમંત્રણ, નિમંત્રણ
ઉપવાસ એક દિવસ અને રાત અન્નપાણીનો વિધિ સહિત ત્યાગ. વ્રત કે નિયમ તરીકે અન્નત્યાગ; અનશન; ઉપોષણ.
ઉલ્લંઘન              વિરુદ્ધતા; નાકબૂલત; અનાદર; લોપ; આજ્ઞાભંગ; વિરુદ્ધાચરણ.અતિક્રમ; ઓળંગવું તે; કૂદી જવાપણું; વચમાંનું રહેવા દઈ જવું તે.
ઊલટતપાસ                           સામા પક્ષ તરફથી પુછાતા સવાલ; અવળા સવળા સવાલો પૂછીને જુબાની લેવી તે.
એકાકી એકલું; સાથ વગરનું,નિરાધાર; નિ:સહાય
એંઠવાડ એઠ; ખાવાપીવાથી થતો ગંદવાડ .કચરોપૂંજો.
ઐક્ય એકપણું; એકતા.સંપ; મેળ.
ઓરમાયા          બીજી મા ના, સાવકા
કઠતું નડતુ, ન ગમતુ
કડવા કડવું; કટુ. પટેલની એક જાત
કનડગત                      હેરાનગતિ; પજવણી.નડતર; અડચણ; હરકત.
કબજો ચોળી.ઉપભોગ; ભોગવટો; માલિકી.દબાણ; પકડ; સત્તા.
કબૂલાત કબૂલવું તે; ખાતરી; વચન; સ્વીકાર.
કમાણી                   કમાઇ; રળતર.પેદાશ; પ્રાપ્તિ આવક.નફો; લાભ; ફાયદો.
કરણી                            વર્તણૂંક; આચરણ. નિઃશેષ મૂળ ન નીકળી શકે એવી રકમ.હાથણી.વૈશ્ય વડે શૂદ્ર સ્ત્રીમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, ; થાપી,કરેણનું ઝાડ.
કરુણાજનક દયાવાળું; દયાળુ.દયા ઉપજાવે એવું.
કસબ ધંધો, હુન્નર, કળા, અનિતિનું કામ
કહેણી                               કહેવાની રીત, કહેવત
કામચલાઉ કામ પતે ત્યાં સુધી-ટૂંકા ગાળા માટે હંગામી
કાયદેસર કાયદા પ્રમાણે, કાયદાની રીત મુજબ
કાંતવું   વળ દઈને રૂમાંથી તાર કાઢવો, રેસામાંથી તાર કાઢવો
કુલી સામાન ઉંચકનાર, પર્વત, મજૂર
કુશળતા                                                            હોંશિયારી,ચતુરાઇ,  આરોગ્ય
કેદ                              જેલ, પ્રતિબંધ, મરજી પ્રમાણે હલચલ બંધ
કેળવણી                    શિક્ષા,તાલિમ, વાંચન લેખન, શિક્ષણ 
કોટડી. ઓરડી, ખોલી, નાની ઓરડી
કોશિશ                                    ઉદ્યોગ, પ્રયત્ન, મહેનત
ખીચોખીચ                                                                      ભરચક, ઠાંસીને, દાબીને
ખેડાયેલી                 ખેડીને તૈયાર, કેળવાયેલી
ખોવું- ગુમાવવું, ખોવાઈ જવું,ગેરલાભ થવો
ખોડ આદત, ખામી,કસૂર, કલંક
ગડમથલ ઉંધુ ચત્તુ, ભાંગફોડ,ઉથલપાથલ
ગણતરી અપેક્ષા, ગણવાની રીત
ગર્વિષ્ઠ                અભિમાની,અહંકારી, મગરૂર
ગાફેલ અસાવધાન,આળસુ, બેખબર
ગાંસડી                                                       ,દલ્લો.પુંજી, વસ્તુનો જથ્થો
ગુણદોષ સારાસાર, હકીકત,ગુણ અને દોષ
ગુમડું શરીર પરનો ફોડલો,ટેટા જેવો ગઠ્ઠો, રક્ત વિકાર
ગોખવાનું                    મોઢે કરવું, વારંવાર બોલવું
ગોદામ  વખાર, ગોદી, માલ ભરવાની વખાર
ગોરજ  સંધ્યા, ગાયો ચરીને ઘરે આવે તે સમયે ઉડતી રજોટી
ગ્રહણ લેવું, પકડવું, સૂરજ અને ચંદ્રનું થતું ગ્રહણ
ગ્રાહ્ય                  ગ્રહણ કરવા યોગ્ય
ઘંટી                                  દળવાનું યંત્ર, હાથથી યા યંત્રથી
ઘોંઘાટ શોરબકોર, ગરગડાટ
ચારિત્ર્ય                                                          આચરણ,શિલ,સદાચાર
ચીવટ કાળજી, ચોક્કસાઈ
ચુસ્ત                                                  આગ્રહી,મક્કમ
ચેતવણી                ચેતવવું, અગાઉથી આપેલી ખબર
ચેપી ચેપ લગાડે તેવુ,ચીકણું
ચોખવટ                          સ્પષ્ટતા, ચોખ્ખાઈ
ચોપાનિયા               સમયાંતરે આવતા પ્રકાશન
છાપખાનું મુદ્રણાલય, છાપવાનું કાર્ય થતું સ્થળ
છુટકારો                    મુક્તિ,અંત,છૂટવૂં તે
જનોઈ                                યજ્ઞોપવિત, બ્રહ્મ સંસ્કાર, શિક્ષાર્થી
ઝાંઝવા                 મૃગ જળ, આંખથી પાણી ઉતરવુ, ઝાંખુ દેખાય તે
ટીકાકાર વિવેચક, સમાલોચક, વિષદ રીતે સમજાવે તે
ઠરાવ નક્કી કરેલી વાત, કોઇ વાતનો કરેલો નિશ્ચય, તોડ
તજવીજ                         તપાસ, શોધ,યુક્તિ,કોશિશ,વ્યવસ્થા,
તૂતી – પિપુડી
ત્યાજ્ય               ત્યાગી દીધેલુ, ઉપયોગમાં ન લેવાય તેવુ
ધર્મજ્ઞાન                 ધર્મસંબંધી સમજ,પોતાના કર્તવ્યનું જ્ઞાન.
ધર્મશાળા                     મુસાફરોને ઉતરવાનું સ્થાન,સાધારણ સાર્વજનિક જગા ક્ષેત્ર
ધર્મસંકટ  ધર્મ અને અધર્મની સૂઝ ન પડે તેવો કઠણ પ્રસંગ, સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ.
ધસારો                                                          હલ્લો,હુમલો,આવેગ,જુસ્સો,એકદમ ધસી જવું તે.
નઠારા                     ખરાબ,લુચ્ચા,સારા નહિ તેવા
નાબૂદ                             ખેદાનમેદાન,પાયમાલ,નષ્ટ,નિર્મૂળ,જડમૂળથી નાશ.
નામાંકિત પ્રખ્યાત,જાણીતુ,મશહૂર, બહુનામ ધરાવતા, જેના ઉપર નામ અંકિત થયું હોય તેવા 
નિખાલસ                                                       મનમાં કપટ ન હોય તેવું,શુધ્ધ દિલનું,ભેળસેળ વિનાનુ,અકલુષિત.
નિયમાવલી નિયમો દર્શાવતું પૂસ્તક,નિયમોની હારમાળા.
નિરક્ષર  અભણ, અક્ષરશૂન્ય,લખતા-વાંચતા ન આવડે તેવું.
નિરંકુશ  અંકુશ વગરનુ,સ્વચ્છંદ. ઉધ્ધત,બેદાબ,શંકરનુ એક નામ.
નિષ્પક્ષ તટસ્થ,ત્રાહિત, ઉદાસીન,પક્ષ વગરનું
નિષ્ફળ   અસફળ,ફળ વગરનુ,ફોગટ,મિથ્યા,અનાજનુ ફોતરું
નિંદા                        વાંકુ બોલવું,ખરાબ બોલવું,વગોવવુ,બદનામી કરવી
નીવડે  ઉપજવું,સિધ્ધ થવું,વીણવું ચૂંટવું,ઘડાઇને રીઢું થવું.
 નુકસાન  ગેરફાયદો,ખોટ,ગેરલાભ,તોટ, હાની 
નુકસાની                                                                     ગેરફાયદો,ખોટ,ગેરલાભ,તોટ પડવી, હાની થવી.
નોખા જુદા,અદભુત, અપૂર્વ, અલગ,વિચિત્ર,વિલક્ષણ
પગાર મહેનતાણું,વેતન,ઠરાવ,નક્કી કરેલી રકમ,ચુક્વણી
પરદેશી                                                          વિદેશી,પારકા દેશનું રહેવાસી,વાળંદની એ નામની અટક.
પરવા ફિકર,દરકાર,કટોરા આકારનું માટીનુ વાસણ,કાચીનાની કેરી,
પરવાનગી આજ્ઞા,હુકમ,સંમતિ,અનુમતિ,રજા, છૂટ,સનદ, અધિકાર
પરિચય  અભ્યાસ,મહાવરો, ઓળખાણ, આદત,લક્ષણ,પ્રણય
પરિવાર કુટુંબ, આવરણ,ઢાંકનારી ચીજ,મંડળ,ફોજ,કાફલો,પોષ્યવર્ગ.
પવિત્રતા.               નિર્દોષતા,કૂડ-કપટ વગરનુ, ચારિત્ર્યથી શુધ્ધ હોવું
પશ્ચાતાપ                    અફ્સોસ,દિલગીરી,શોક,ખેદ,પસ્તાવો.
પસંદગી વરણી,ચૂંટણી,મનની રુચિ,સંમતિ,દિલચાહ
પંકાયેલા                                                                  પ્રખ્યાત,વખણાયેલા,જાણીતા
પાઠ                             મહાવરો,ભણવું,વિભાગ,પ્રકરણ,વાંચવુ,અધ્યયન.
પાલન   પારણું,પાળવું તે,રક્ષણ,ઘોડિયુંઆધાર આપવો,પોષવુ..
પાસું કણ,પાસો,નાની સપાટી.
પાસુ બાજુ,પડખે,પક્ષ
પીગળ્યો                                              ઓગળ્યો,એકરસ થયો,નરમ થયો,દયા આવી,નરમ થયો
પીંજારો પીજારા જાતિનો પુરુષ, રુ પીંજનારો.
પૃથક્કરણ            છણાવટ,ઘટક તત્વો જુદાં પાડવા,અલગ તારવવું.
પેદાશ                                                           જન્મ,ઉત્પત્તિ,આવક,કમાઇ,પાક,નફો.
પ્રકરણ વિભાગ, બનાવ,વૃતાંત,કાંડ, સર્ગ, અધ્યાય,ખંડ
પ્રચાર                                                         ફેલાવો,વિસ્તાર,ચાલ.પ્રવાસ,પ્રવૃત્તિ,રીત,ગાયને ચરવાનું સ્થાન,
પ્રતિનિધિ અવેજી,પ્રતિમૂર્તિ,છબી,વતીનું સમાન,તુલ્ય
પ્રથા                               રિવાજ,આદત,ટેવ,કીર્તિ,પ્રણાલી રુઢિ,ધારો
પ્રદર્શન                           દેખાડો,ખેલ,તમાશો,દ્રશ્ય,નિરુપણ
પ્રમાણપત્ર                                                 ખરાપણાનો દાખલો,ખાતરીપત્ર,પદવી,ગુણપત્ર
પ્રમાણભૂત             ચોક્કસ ખાતરીવાળું,વિશ્વાસપાત્ર,શિવનું એક નામ.
પ્રમાણિક ઇમાનદાર,યોગ્ય,વિશ્વાસુ,સભાનો પ્રમુખ,સાચુ,સાત્વિક,સાફ.
પ્રયત્ન કોશીશ,પ્રાણીઓની ક્રિયા,જીવોનો વ્યાપાર,મહેનત, આદર, ઈચ્છા, ઉપયોગ,પચાર,ચિંતા,ક્રિયા,યત્ન,વલણ.
પ્રયોગો               અખતરો, અજમાયશ, અનુભવ,પ્રક્રિયા
પ્રવર્તવું વર્તવું,ચાલવું,પ્રસરવું,ફેલાવું,મંડ્યા રહેવું.
પ્રસ્તાવ પ્રાક્કથન,ભુમિકા,શરુઆત,યોગ્ય વખતની રજુઆત,વિષય પરિચય,વર્ણન,દરખાસ્ત.
પ્રસ્તાવના              પૂર્વકથન,ભુમિકા,આમુખ.
પ્રસ્તુત અવસર,ઉપસ્થિત,ચાલતુ પ્રકરણ,તૈયાર,વર્ણવેલું,પ્રાપ્ત,હાલમાં.
પ્રામાણિક પ્રમુખ,વેપારીઓનો આગેવાન,મંગળ દ્રવ્ય,સાબીતી રૂપ,માનનીય,
ફરજ ધર્મ,કર્તવ્ય,પરાણે કરવું પડતું,એક જાતનું ઝાડ.
ફરજિયાત પરાણે કરવાનું.ફરજ તરીકે કરવું પડે તેવું
ફૂલણશી            વખાણથી રાજી થઇ જાય તેવું.
બહિષ્કાર અસ્વીકાર,ત્યાગ,દેશવટો,તિરસ્કાર,બહાર કાઢી મૂકવો તે
બળાત્કાર                                           મરજી વિરુધ્ધ,જુલમ, ઇચ્છા વગરનું કામ.
બંધારણ                                                     બે કે વધારેનું એક બીજા સાથેનુ જોડાણ,રચના,ગ્રંથની ગોઠવણ, ધારો,કાયદો,બાંધો,યોજના,આદત.
બારોબાર સીધેસીધું,ઘેર ગયા વગર, એકાએક,પરભારુ…
બાહ્ય                                                             બહારનુ,ખોટેખોટું,સાંસારિક,વર્તુલમાં ન રહેનાર,ભાર ઉપાડનાર
બેદરકારી નઘરોળપણું,દુર્લક્ષ,ધ્યાન ન આપવું તે,પ્રમાદ,નિષ્કાળજી..
બ્રહ્મચર્ય ઇન્દ્રિયોનો સંયમ,બ્રહ્મની શોધ, ઇન્દ્રિયદમનનું વ્રત.
ભક્તિ જ્ઞાનના પાંચ પર્વમાંનુ એક, ઉપાસના,સેવા,પ્રેમ,શ્રધ્ધા,ભાગ
ભણકાર ભ્રાંતિજનક અવાજ,ભાસ,ચેતવણીનો અવાજ,કશાકનીઆગાહી.
ભલમનસાઈ             સજ્જનતા,સભ્યતા,માણસાઇ,ભલાઇ
ભલામણ વગ લગાડવી,ઓળખાણનો કાગળ,સિફારસ
ભવ્ય ભપકાદાર,રોનક્દાર,શુભ,મંગલ.શ્રેષ્ઠ,હાડકું,એક જાતનુ ફળ,
ભાગીદાર હિસ્સેદાર,સાથી,સંગી,સોબતી.
ભાસ                       ભણકાર,ભાસ,ઝાંખો પ્રકાશ,ભ્રાંતિ,સ્વાદ,રાખ,ભસ્મ,સરખાપણુ.
ભાસી દેખાઇ,કશ્યપથી થયેલ પૂત્રી,તેજસ્વી.
ભાળવુ                                                                 જોવુ,અવલોકવું,ધારવું,સમજવું,સંભાળવું.
ભિક્ષા યાચના,આજીજી,દાન,એક ગ્રાસ જેટલું અન્ન,સેવા,ચાકરી,નોકરી
ભીડ                            ટોળું,આફત,તંગી,મુશ્કેલી,સંઘર્ષ,સંકડામણ
ભૂમિતિ                      જમીન માપવાની વિદ્યા,અંતર,કદ અને  આકાર માપવાની વિદ્યા
ભેળવવો                                                 મેળવવો,મિશ્ર કરવો,સંયોગ કરવો.
ભ્રમણ ફરવુ,ગોળ ગોળ ઘૂમવું,રખડવું,વમળ વહેમ,ભૂલ કરવી,મુસાફરી, પૃથ્વીનુ ગોળ ફરવુ.
મક્કમ દ્રઢ,મજબૂત,ધીર, અડગ,નિઃશંક
મજૂર                                                મહેનત કરનાર,વેઠિયો,વૈતરો,શ્રમજીવી,દહાડિયો
મતભેદ જુદા જુદા અભિપ્રાય, અંટસ,મતફેર
મતલબ                                                              ઇરાદો,અર્થ,સ્વાર્થ,હેતુ,મુરાદ,ભાવના
મધ્યસ્થ વચ્ચેનુ,તટ્સ્થ,રાગદ્વેષ્રહિત,પક્ષપાતરહિત,વકીલ,શિવનું નામ.
મરકી                           એક જાતનો ચેપી રોગ,કાનમાં પહેરવાનુ ઘરેણુ,અડદની જલેબી
મર્યાદા સીમા,સંયમ,કિનારો,કાંઠો,અવધિ,લાજ, આબરૂ,પ્રતિષ્ઠા,ગૌરવ
મસલત ગોઠવણ,પરામર્શ,ચર્ચા-વિચારણા,વાટાઘાટ,મનસૂબો.
મહેરબાની ઉપકાર, આભાર,આધાર,કૃપા,ટેકો દયા,
માઠું                           ખોટું,શોકજનક,નામોશીભર્યુ,અશુભ,આફતભરેલું,ભૂંડુ..
માન્યતા                                                        સ્પષ્ટ વિચાર ધારા
માયકાંગલો                    નબળો, ઓછા વજન વાળો, કંગાળ
માલગાડી                                                  ભાર ખાનુ, સામાન હેર્ફેર કરતી રેલ્ગાડી
મુદ્દલ મૂળ મૂડી
મુલતવી મોકુફ રાખવુ, માંડી વાળવુ
મુશ્કેલી                                                     અશક્યતા, અસંભવતા, અઘરું
મુસાફરી                    પ્રવાસ,  પર્યટન, એક સ્થળેથી બીજે સ્થળે જવુ
મૂએલા                                                                 લાગણી વિનાના, ચેતના વિનાના
મૂળ                                 અસલ,  મૂળભૂત, પહેલાનું, વનસ્પતિની જડ
મેદની                                              દુનિયા, ટોળું, ભીડ, જમાવ
યથામતિ                યથા બુધ્ધિ,  ભાગે પડતું
યથાસંભવ  સંભવઃ શક્યતા મુજબ, સંજોગો પ્રમાણે
રૈયત જનતા, પ્રજા
લહિયો                                                     લખનારો, લેખક
લૌકિક                            કાંણ, મોંકાણ,લોકાદેશ પ્રમાણે 
વડીલ મુરબ્બી , પૂજ્ય, પૂર્વજ, મોડ
વધાવવું ફૂલ અને ચોખા નાખવા, ભક્તિથી, આશિર્વાદ આપવા
વફાદારી  નિષ્ઠા, સ્વામી ભક્તિ, વચનને વળગી રહેવું
વરંડો                                                           ઓસરી, પડાળી
વર્ણવ્યું  વર્ણન કરવુ, વાણી યા લખીને સમજાવવું
વર્તણુંક વર્તન, વ્યવહાર
વાવેતર વાવવું તે
વિકાર                    ફેરેફાર, પરિવર્તન, માનસિક બગાડ
વિઘ્ન કોઈ કાર્ય કરવામાં જે વાંધો કે હરકત આવે તે; અડચણ; નડતર; આડખીલી; પ્રત્યવાય; અંતરાય
વિદ્યાર્થી                        અભ્યાસી, ભણનાર
વિશ્વાસપાત્ર  ભરોસા પાત્ર, વિશ્વાસ મૂકવા લાયક
વિસરવું                                                      ભૂલી જવું, યાદ ન રહેવું
વીશી                                                              ભોજન ગૃહ, પૈસા આપીને જમવાનું સ્થળ,વીશ નો સમૂહ
વૃથા                               ફોગટ, નિષફળ,
વ્યવસ્થા                                                     બંદોબસ્ત, ગોઠવણ
વ્યાખ્યા અર્થની સમજ; વિશેષ મર્યાદા બતાવીને કહેવું તે; પદાર્થનો અર્થ સમજાવવાની વાક્યરચના; વિસ્તૃત કે સ્પષ્ટ અર્થ; ટીકા; વિવરણ; સમજૂતી; લક્ષણ; બોલવું તે; કહેવું તે; શબ્દ, વાક્ય અને વિષયનો સ્પષ્ટ અર્થ સમજાવનારું વિવેચન.
શક   વહેમ, શંકા
શિષ્યવૃત્તિ                      શિષ્યને ખર્ચ પેટે મળતી રકમ
શોધક શોધ કરનાર, શોધી કાઢનારસ
સત્યાગ્રહ સત્ય પાલનનો આગ્રહ, સત્ય દ્વારા લડત, અહિંસક લડાઈ
સદભાગ્ય          સારુંભાગ્ય, સુભાગ્ય
સપ્તાહ અઠવાડિયુ, સાત દિવસ, પારાયણ
સમજુતી  સમાધાન, માની લેવું, ભ્રમ દૂર થવો
સમર્થન                                                      અનુમોદન; ટેકો.દલીલોથી પુરવાર કરવું તે; પ્રતિપાદન.
સમાધાન તૃપ્તિ, શંતિ, શંકાનો વિછેદ
સમિતિ મંડળી. સભા
સરળતા                                  સરળ થવું, સરલતા
સર્વમાન્ય બધાને માન્ય
સર્વાંશે                             સર્વ રીતે, પૂરેપુરું
સવિનય વિનય યુક્ત,વિનય પૂર્વક
સવિનયભંગ વિનય સાથે ભંગ
સંજ્ઞા                                                              ભાન ,ચેતના, નિશાની,
સંપાદન મેળવવું, તૈયાર કરવું,પુસ્તકની માહિતી, પ્રસિધ્ધકરવું
સંમતિ                            અનુમતિ. કબૂલાત, સમાન મત વાળું
સંયમ નિગ્રહ, નિરોધ, ઈંન્દ્રિયનો નિગ્રહ
સંવાદ વાતચીત, સવાલ જવાબ, એકરાગ
સંસ્કાર                                                    વાસના યા કર્મની મન ઉપર છાપ,   શુધ્ધ કરવું ,સુધારવું
સાક્ષાત્કાર     નજરો નજર, પ્રત્યક્ષ દર્શન પરમ તત્વ ઈશ્વર ના દર્શન
સાથી                                       સોબતી, જોડીદાર, મદદગાર,કામ માટે રાખેલ માણસ
સામાન્ય                    સાધારણ, બધામા સમાન, ખાસ ન હોવું, સમાન ગુણ ,જાતિ
સાર્વજનિક બધાંને લાગુ પડે તેવું; સર્વગત; સર્વ સાધારણ; સર્વ જનનું; સર્વ લોકોનું; સર્વ લોકો સંબંધી.
સાવધાની                                                ખારદારી, મનની એકાગ્રતા, સાવધાની
સુકાની.  સુકાન ફેરાનાર, વહાણનો ખલાસી
સુગ  ઘૃણા, ચીડ, અતિશય અણગમો
સુઘડતા                             સુઘડપણું, સ્વછતા, સુઘડ રાખવું એ
સુધારક                  સુધારો કરનાર, સુધારનાર
સુલેહ સલાહ શાંતિ, સંધિ, લડાઈ ઝઘડાનો અભાવ
સૂચના  ઈશારો, ચેતવણી, સૂચવવું તે
સ્વદેશી પોતાના દેશ્માં જ બનેલુ.
સ્વરાજ્ય પોતાનું રાજ્ય.
સ્વાભાવિક સહજ, સ્વભાવને અનુકુળ
સ્વિકાર અંગિકાર, લેવુ,
હડતાળ  હડ = દુકાન, તાલ= તાળુ, કામધંધો બંધ કરવો, સત્યાગ્રહનો તળપદી લોક્ભોગ્ય શબ્દ
હરિજન                         હરિ (વિષ્ણુ)નો દુત, શુદ્ર જાતિનો માણસ, મેલુ ઉઠાવનાર ભંગી

શબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા મંચ ઉપર આ રીતે રમાય

December 1st, 2009 Posted in શબ્દ

Quantcast

Quantcast [spelling-bee-isllustration.jpg]

શબ્દ અંતાક્ષરી એ warm up exercise છે અને તેના દ્વારા elimination of participant પણ થાય છે.

વૃંદમાં બધાને એક સાથે બેસાડીને નંબર સાથે કાગળ આપવાના અને દરેક જે શબ્દ બોલે તે શબ્દ લખવાનો. આ રમત ધારોકે 20 જણા હાજર છે તો તે દરેકને કુલ્લે વીસ શબ્દ બોલવાના છે અને તે અંતાક્ષરીની પધ્ધતી થી…એટલે કે પ્રવક્તા એક શેર કહે તેનો છેલ્લો અક્ષર ધારો કે હ આવ્યો તો તે કહે હાસ્ય અને તેના કાગળ ઉપર લખે હાસ્ય તેની પછીના પ્રતિસ્પર્ધકે ય ઉપર શબ્દ કહેવાનો એટલે કે યશસ્વી અને તે કાગળ ઉપર લખે હવે પછીના સ્પર્ધકને વ આવ્યો તે બોલે વાયરો આ આવર્તન 20 શબ્દો સુધી ચાલે એટલેકે 400 શબ્દો બોલાય.( સ્પર્ધાને કઠીન બનાવવી હોય તો યશસ્વીમાં છેલ્લો શબ્દ વી છે તો નવો શબ્દ વી ઉપરથી લઇ શકાય)

હવે દરેકનાં પેપર લઇ પરિક્ષક તેમના શબ્દોનાં સરવાળા કરી જે પ્રથમ 8 વિજેતા હોય તેને શબ્દ સ્પર્ધામાં આગળ લઇ જાય.( ગુણ ગણવાનુ કાર્ય કોમ્પ્યુટર કરે તેવો પ્રોગ્રામ વિકસાવાઈ રહ્યો છે)

હવે આ શબ્દો ના ગુણ કેવી રીતે નક્કી કરવા તે તે વૃંદનાં નેતા ઉપર આધારિત છે તે એક અક્ષરનાં શબ્દ નો એક ગુણ પણ આપી શકે. તેજ પ્રકારે તદ્દન નવો શબ્દનો ઉપયોગ થાય અને પ્રવક્તા તેને દસ ગુણ આપી શકે. અને ગુજરાતી સિવાયની અન્ય ભાષાનો શબ્દ બોલાય તો પરિક્ષક તેના ગુણ શુન્ય કે નકારાત્મક કરી શકે છે.
પહેલા દસ શબ્દ તો સળંગ જશે પણ જેમ તે આગળ ચાલશે તેમ તે કઠીન થતી જશે. વધુ કઠીન બનાવવી હોય તો શબ્દ સાથે અર્થ પણ દાખલ કરી શકાય.
એક અક્ષર જે શબ્દ તરીકે રજુ થાય તેના દસ માર્ક
બે અક્ષરના બે  ત્રણ ના ત્રણ તે રીતે મહત્તમ 10 અક્ષરના શબ્દ સુધી જઇ શકાય
દરેક સ્પર્ધક એકાક્ષરી શબ્દ અને લાંબા શબ્દો યાદ રાખવા મથશે..અહીં કસોટી એ છે કે જ્યારે વારો આવ્યો ત્યારે તે અક્ષર નો શબ્દ યાદ આવે તે જીતે.

શબ્દ સ્પર્ધા

વિજેતા 8 સ્પર્ધકોમાંથી બે ટુકડી થશે
અને તેમને દસ શબ્દો કોમ્પ્યુટર દ્વારા પુછવામાં આવશે જે શબ્દનો અર્થ કહેવાનો છે
( અઘરી સ્પર્ધા બનાવવા અહીં  સાચો ઉચ્ચાર ઉમેરી શકાય અથવા શબ્દ પ્રયોગ માંગી શકાય. એક શબ્દ નાં અહીં પાંચ ગુણ આપી શકાય 3 સાચા અર્થના 2 સાચા ઉચ્ચારના. ) આ સ્પર્ધામાં 20% અઘરા શબ્દો હશે. વિશાલ આ 8 પ્રશ્ન પત્રો કોમ્પ્યુટર દ્વારા પુછશે કે જેથી વેરો આંતરો કે તેવી કોઇ ફરિયાદ ન આવે. જે ટુકડી વિજેતા બની તેની ફરીથી બે ટીમ બનશે ( ઉદાહરણ )

શબ્દ સ્પર્ધા અતિમ તબક્કામાં

હવે સ્ટેજ ઉપર ચાર સ્પર્ધકો છે  અને તેમને ફરી થી દસ શબ્દો પુછાશે. જેમા 40% અઘરા શબ્દો હશે અત્રે શબ્દનો અર્થ ઉચ્ચાર કે જોડણી અને શબ્દ પ્રયોગ હશે.દરેક શબ્દનાં દસ ગુણ હશે સાચા અર્થનાં 3 સાચી જોડણીનાં 3 અને શબ્દ પ્રયોગનાં 4.

વિજેતા ટુકડી હવે શબ્દ નિષ્ણાત થવા એક મેકને શબ્દ પુછશે અને પ્રતિસ્પર્ધકે શબ્દ ના અર્થ ઉચ્ચાર અને શબ્દ પ્રયોગ બતાવવાના છે. ( આયોજક ધારે તો કોમ્પ્યુટરની મદદ લૈ શકે અને ન ચાહે તો પ્રતિસ્પર્ધકોને કસોટીની એરણ પર ઉતરવાનો અધિકાર આપે.) લઘુત્તમ દસ શબ્દ અને મહત્તમ જ્યાં સુધી વિજેતા નક્કી ન થાય ત્યાં સુધી આ ચાલી શકે.

ભગવદ ગો મંડળ  કોઇ પણ વિવાદના પ્રસંગે જોઇ શકાય અને સ્પર્ધાનાં સંચાલક્નો નિર્ણય હંમેશા અંતિમ ગણાશે.

ગુજરાતી શબ્દ સ્પર્ધા-૧-

May 24th, 2009 Posted in શબ્દ

ગુજરાતી ને ટકાવી રાખવા મથતા દરેક ગુજરાતી પ્રેમીઓ માટે એક રમત તૈયાર કરી છે  અને તે છે ગુજરાતી શબ્દ સ્પર્ધા.
હેતૂઃ- ગુજરાતી ભાષા લોક્ભોગ્ય બને દીર્ઘાયુ બને તેવી વાતો કરતા દરેક્ને એક શસ્ત્ર આપવું છે.
અંગ્રેજી વિશ્વ ભાષા કેમ બની અને તેના કારણોને ચકાસતા સ્ફુરેલી આ વાત છે.
અંગ્રેજોમાં તે સમયે કે જ્યારે વિશ્વભરમાં તેમનો સુરજ તપતો હતો ત્યારે તેમણે એક વિષ (myth)તૈયાર કર્યુ કે.. જે અંગ્રેજી જાણે છે તે વિશ્વમાં આઝાદ ફરી શકે છે. વળી તેમની પાસે કારકુનોની કમી હતી તેથી જે દેશમાં રાજ્ય કરે ત્યાં શાળામાં એક ભેદ દાખલ કરે..અંગ્રેજી શીખવા બહુ મહેનત કરવી પડે જેથી વિદ્યાર્થી અને શિક્ષકો બંને તે શીખવા અને શીખવાડવા ખુબ મહેનત કરે. અને તે મહેનતનો એક પ્રકાર છે Spell Bee.
આપણે ગુજરાતીઓ કે જે પૈસાનું મુલ્ય અન્ય દરેક વસ્તુ થી વધારે માનીયે કે સમજીયે તેથી આપણી ભાષા ઉપર ધ્યાન રાખવાને બદલે જ્યાં જઈએ તે ભાષા ને મહત્વ વધારે આપે.
આજે આપણે આખા વિશ્વમાં વસીયે છિયે અને આખાવિશ્વની ભાષાઓ જણીયે છે અને કદાચ આપણી માતૃભાષા વિશે એવુ કોઇ ગર્વ દેખાતુ નથી માટે આપણને ગુજરાતી માધ્યમની શાળા બંધ થાય તો મા મરી ગઈ હોય તેવું દુઃખ નથી થતુ.
મને તે થાય છે માટે મેં તે ભાષાને મજબુત કરવા તેજ ઉપાયો અજમાવવા યોગ્ય સમજ્યા જે અંગ્રેજોએ અંગ્રેજી માટે કર્યા હતા.
ગુજરાતી શબ્દ સ્પર્ધા.. ઘણી બધી રીતે થઈ શકે છે.
જેમાં સંસ્થા માટે પૈસા ભેગા થઈ શકે છે

વિગતે માહીતિ માટે www.shabdaspardha.gujaratisahityasarita.org  અને www.vijayshah.wordpress.com જુઓ
શબ્દ સ્પર્ધાનાં શબ્દ પેપર માટે vishal.monpara@yahoo.com નો સંપર્ક કરવો

જયંત પટેલ ( કો ઓર્ડીનેટર) અને સુરેશ બક્ષી ( એસોસીયેટ કો ઓર્ડીનેટર)

ગુજરાતી શબ્દ સ્પર્ધા-

April 9th, 2009 Posted in શબ્દ

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનનાં ગુજરાતી ચાહકોની અને ચાહકો વતી ચાલતી સંસ્થા છે. જેનો મુખ્ય ધ્યેય ગુજરાતી ભાષાનાં સંવર્ધનનો છે અને તે કાર્ય છેલ્લા સાત વર્ષોથી વિવિધ પ્રકારે ચાલી રહ્યું છે. ગુજરાતી શબ્દ સ્પર્ધા તેવો એક વિશ્વસ્તરીય સંન્નિષ્ઠ પ્રયાસ જે દ્વારા થશે શબ્દ સાધના અને તેની રમત.

અત્રેનાં સંચયમાં મુખ્યત્વે સાર્થ જોડણી અને ભગવદ્ગોમંડળ જ્ઞાનકોશનો ઉપયોગ કરેલો છે.તે બંન્ને સંસ્થાનો હાર્દિક આભાર.-

વિજયભાઈ શાહ,  દેવિકાબેન ધ્રુવ, રસેશ દલાલ, પ્રવિણાબેન કડકીયા, કીરિટ ભક્તા,અને સરયૂબેન પરીખ જેવા બ્લોગર મિત્રોનાં ઉત્સાહથી અને વિશાલ મોણપરાની તકનીકિ સહાયથી આ ગુજરાતી શબ્દ સ્પર્ધાનો પ્રયોગ  ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં ઊજાણી દરમ્યાન થશે તે જણાવતા અમને ઘણો  આનંદ થાય છે.

કોઈ પણ ગુજરાતી સમાજ કે ગુજરાતી સંગઠન આ સ્પર્ધા મુકવા માંગે તો એક સૌથી મોટૉ ફાયદો છે અને તે સ્પર્ધકો સાથે સભ્યોનું પણ ગુજરાતી શબ્દ ભંડોળ વધે છે. જે કોઈ કમીટીમાં મુખ્ય હોય તે આ રીતે જે તે જુદી ઉંમરનાં વિભાગમાં સક્રિય થતા હોય તેઓ ને એક અક્ષર ફાળવી તેના અજાણ્યા અને ગુજરાતી શબ્દો અર્થ્ અને શબ્દ પ્રયોગનું ભંડોળ ભેગુ કરે. દરેક અક્ષરનાં ૨૦ શબ્દો તેના અર્થ અને શબ્દપ્રયોગ તરીકે ભેગા કરે (વ્યંજન અને સ્વરોને ભેગા કરીયે તો ૩૯ -૪૦ થાય) હવે દરેક અક્ષરનાં ૨૦ શબ્દો ભેગા કરીયે તો ૮૦૦ જેટલા શબ્દોનું ભંડોળ થાય.

આ શબ્દ ભંડોળ લઘુત્તમ ૧૨ અને વધુ માં વધુ ૪૦ સ્પર્ધકો માટે જરુરી શબ્દભંડોળ  બની શકે.

ગુજરાતી સાહિત્ય સરિતા ઊજાણી દરમ્યાન આ સ્પર્ધા રમનાર છે. અને આવુ શબ્દ ભંડોળ અત્યારે એકત્રીત થઈ રહ્યું છે. જો કે આવુ ભંડોળ્ બે કે પાંચ સભ્યો પણ કરી શકે પણ તેમ કરવાથી સમુહ રમતો જે ઉજાણીમાં રમાતી હોય છે તેનો હેતુ મરી જતો હોય છે.

વિશાલે રેંડમ સીલેક્શન માટે તે શબ્દભંડોળમાંથી સ્પર્ધક દીઠ ૨૦ શબ્દો શોધવાનો એક નાનો સોફ્ટ્વેર બનાવ્યો છે.

શબ્દ દીઠ ૫ ગુણ છે જેમા શબ્દનાં સાચા અર્થ માટે ૨ ગુણ શબ્દ પ્રયોગ માટે ૩ ગુણ છે.

સ્પર્ધકે તેના ભાગે આવેલ ગુજરાતી શબ્દનો અર્થ અને શબ્દ પ્રયોગ રજુ કરવાનો છે શબ્દપ્રયોગ દરમ્યાન ઉચ્ચાર દોષ જણાય તો જોડણી એક પર્યાય બની શકે છે.

વિવાદનાં પ્રસંગોમાં પરિક્ષકો ભગવદ ગોમંડળનાં શબ્દોને સત્ય માનશે.

ગુજરાતી સાહિત્ય સરિતામાં અત્યારે દરેક સભ્યોને તેમના નામનાં પ્રથમ અક્ષર અને અટકનાં પ્રથમ અક્ષર પ્રમાણે ૨૦ અજાણ્યા શબ્દો ભગવદ ગોમંડળ ઉપરથી શોધવાનું ઈજન અપાયુ છેો

ઓસ્ટીન નિવાસી દિલીપભાઇ પરીખનું ચિત્ર બ્લોગ ટાઈટલમાં વાપરવાની અનુમતિ બદલ તેમનો આભાર

એક વધુ આભાર માનવાનો છે અને તે બ્લોગર મિત્રોનો.. કાંતિભાઈ કરસાળા બહુજ સક્રિય રહી શબ્દ સંશોધનમાં અને અન્ય બ્લોગર મિત્રોને આ પૂર્વ તૈયારીમાં તૈયાર કરવામાં ઘણો જ સક્રિય ફાળો આપી રહ્યા છે.

 જયંત પટેલ ( કો ઓર્ડીનેટર) અને સુરેશ બક્ષી ( એસોસીયેટ કો ઓર્ડીનેટર)

Recent Posts

Recent Comments

Pages

Categories

March 2024
M T W T F S S
« May    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.