ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

શબ્દ સંશોધન – વિજય શાહ

ક્રમ શબ્દ અર્થ શબ્દપ્રયોગ
બ્રહ્મા વિષ્ણુ મહેશ થી શરુ થતુ જ્ઞાન પ્રભુ વરદાન છે
અકચ બોડું જનોઇ લેતા બટુકોને અકચ કરવાનો રિવાજ છે.
અકજ નકામું ગાંધીજીએ પત્રની ટાંકણી કાઢી લઇ સમગ્ર પત્ર અકજગણી કચરા પેટીમાં નાખ્યો
અકરામ ઇનામ રાજા પંડિતોને માન અને અકરામથી નવાજે છે.
અકાક સુખ દુઃખથી પર જ્ઞાની જ્યારે પરમ કક્ષાએ પહોંચે છે ત્યારે તે અકાક હોય છે
અકાતર હિંમતવાળા ક્ષત્રીયો અકાતર હોવાથી રાજ્ય સંભાળતા હોય છે
અકાબ ગરુડ પંખી અકાબ પંખીરાજ પણ કહેવાય છે.
અકાબર અમલદાર અક્બરનાં બધા જ અકાબર બાહોશ હતા
અકૂપાર સમુદ્ર અકૂપાર કદી પોતાના કાંઠા છોડતો નથી
૧૦ અકેલાસીય પાસારહીત કાચો હીરો અકેલાસીય હોય છે.
૧૧ અકોટ સોપારી પૂજનમાં અકોટ ફળ તરીકે પણ વાપરી શકાય.
૧૨ અક્કા અબોલા ક્ષણવારમાં બન્ને પ્રેમીજનો અક્કા કરી છુટા પડ્યા
૧૩ અક્ષુણ્ણ પગરવ વિનાનું અક્ષુણ્ણ ભાવનાઓ જ્યારે શબ્દો ધારણ કરે ત્યારેતો કવન રચાય.
૧૪ અખાડ અષાઢ અખાડએ વાવણીનો મહીનો.તે ચુકાય નહિં
૧૫ અખોડ અખરોટ અખોડ એ તૈલ યુક્ત ફળ છે
૧૬ અગડ સોગંદ અગડ દીધે ના રોકાય કોઈ વીર પુરુષ
૧૭ અગદ દવા પારદ અગદ માપ વિના લે તો મૃત્યુ નક્કી મળે સમય પહેલા
૧૮ અગર સુગંધી લાકડુ અગરની અગરબત્તી હજારો જાતની મળે.
૧૯ અગલ નાનકડો ખાડો , ગબી અગલમાં લખોટી પડી હતી છતાયે રાજુ અંચી કરીને આપવા નહોંતો માંગતો
૨૦ અગાત શિલાલેખ અશોક્ના જમાનાના ઘણા અગાતોમાં લખ્યુ હતું કે યુધ્ધનો અંત શાંતિ ક્યારેય નથી.
૨૧ અગિયું હ્રસ્વ”ઇ” અગીયું હંમેશા કોમળ ઉચ્ચારથી ઓળખાય છે જેમકે વિશ્વાસ..
૨૨ અગ્ર્ય શ્રેષ્ઠ બધાથી આગળ ભારતીયો વિશ્વગ્ર્યે છે.
૨૩ અચક ઠેસ, આંગળી, આડ મન તારા અચક નીચે પ્રભુને ઝંખતું હતું
૨૪ અચબુચ અચાનક, અચલા તેં અચબુચ દર્શન દીધા અને હું પ્રફુલ્લીત વદને માણતો રહ્યો પ્રભુ તારી કૃપા
૨૫ અચૌર્ય ચોરી નકરવી અચૌર્ય એ જૈન પંચ મહાવ્રતમાંનું એક વ્રત છે
૨૬ અચો ભીડ ફીલ્મી શુટીંગ ની વાતથી અચો જમા થઈ ગઈ
૨૭ અછો અછો ખુબ લાડ લડાવ્યા મનગમતી ભાર્યા મળે તો પતિરાજ અછો અછો જ કરેને?
૨૮ અજદહા અજગર દસ ગજ લાંબો અજદહા જોઇ છક્કા છુટી ગયા
૨૯ અજમો દવા, લાંચ અજમો આપવાથી કામ ત્વરીત થયું
૩૦ અજાડું કજીયાળૂ પટેલ દંપતિ અજાડુ હોવાની વાત ખોટી છે
૩૧ અટવિ જંગલ ભવાટવિમાં ભટકવું ન હોય તો ધર્મમય જીવન જીવવું જોઇએ.
૩૨ અટાઉ ઠગાઈ અટાઉનો માલ બટાઉમાં જાય
૩૩ અટીસોમટીસો સંતાકુકડી અટીસોમટીસો એ ગુરુકુળની રમત છે.
૩૪ અટાર ધૂળ સમય આવ્યે અટારની અને કટારની જરૂર પડે
૩૫ અટેરવુ સુતર ઉતારવુ દસ પુણી કાંત્યા પછી બાપુ અટેરવુ કરતા
૩૬ અઠાયું આળસુ અઠાયુમન એટલે શયતાન નિવાસ
૩૭ અઠિંગણ ટેકો દેવો ઓસરીની ભીતે અઠિંગણતે નિમ્નમસ્તક ડુબતા સૂરજ જોઇ રહ્યો હતો.
૩૮ અડક ઉપનામ, અટક્ ગોરપદુ કરે તેની અડક પણ ગોર જ હોય.
૩૯ અડપવું ખંતથી મંડ્યા રહેવું અડપનારા સફળ થાય જ
૪૦ અડવડ લથડવુ દારુ પી ને તે અડવડતો રસ્તો પાર કરવા ગયોને…
૪૧ અઢાડ ચરવા મોકલ્વુ ગોરજ ટાણે અઢાડ સૌ પાછા આવે
૪૨ અણગાર જેણે ઘર બાર ત્યાગ્યા અણગારવ્રત એ કઠીન તપ છે.
૪૩ અતરડી નાની કાનસ સોની અતરડી લઈને ઘાટ ઘડવા બેઠો
૪૪ અતાઈ વિના ગુરુએ એકલવ્ય અતાઇ હોવા છતા ગુરુ દ્રોણે ગુરુદક્ષિણા માંગી
૪૫ અથેતિ અથ થી ઇતી પછી તો બા એ બચપણની બધીજ વાતો અથેતી સરલાને બતાવી
૪૬ અત્તારી અત્તર બનાવનારો કમલેશને અત્તારી બનવું ગમ્યું.
૪૭ અદત્તાદાન ચોરી કરવી પુછ્યા વિના લઈ લેવુ તેને અદત્તાદાન કહેવાય
૪૮ અદરાવુ વિવાહ થવા સ્મિતા અનિલ સાથે અદરાવાનાં સમાચારે પ્રસન્ન હતી
૪૯ અદાપ બળાપો અનિલ પિતા સામે વિરોધનો અદાપ કાઢવા ઝઝુમતો હતો
૫૦ અધિક્ષેપ અપમાન અનિલનાં પિતા સ્મિતાનાં પિતાને ના પડવા જતા અધિક્ષેપીત થશે

Leave a Reply

Recent Posts

Recent Comments

Pages

Categories

March 2024
M T W T F S S
« May    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.