ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

શબ્દ સંશોધન : કાંતિભાઈ કરશાળા

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

લંગરખાનું 

ગરીબોને ખાવાનું આપવાનું સ્થળ; ધર્મશાળા; સદાવ્રતખાનું; દાનગૃહ; નિરાશ્રિતગૃહ.

દાતાઓના દાનથી કેટલાંયે લંગરખાનાનો નિભાવ થાય છે.

2

લંબુષા

સાત સેરનો હાર.

મનુભાઈએ પત્ની માટે લંબુષા ઘડાવ્યો.

3

લંઠ

મૂર્ખ.

અડવાને જે શિખામણ મળે એ શિખામણ અયોગ્ય જગ્યાએ લાગુ પાડે પરિણામે દરેક જગ્યાએ એ લંઠ ઠરે.

4

લંબિત

માંસ.

લંબિત તથા મદિરાથી દૂર રહો.

5

લખણી

દાન કે બક્ષિશની યાદી

નગર શેઠે બાહ્મણો માટે શી શી વસ્તુ આપવી તેની લખણી તૈયાર કરી.

6

લટ્ટુ

એકદમ અધીન કે વશ; આશક; આફરીન; મોહિત; મોહ પામેલું.ભમરડો.; પરાધીન; પરવશ.

આજના યુવાનો યુવતીઓ પાછળ લટ્ટુ થઈ જાત જાતના નખરાં કરે છે.

7

લઠ્ઠપઠ્ઠ

મજબૂત; સશક્ત; હૃષ્ટપુષ્ટ

કસરત, યોગ કરીને શરીરને લઠ્ઠપઠ્ઠ બનાવો.

8

લપતૂડિયું

પાતળું થઈ ગયેલું; દૂબળું.

માંદગીને લીધે તેનું શરીર લપતૂડિયું થઈ ગયું.

9

લબડબેતરું  

જૂઠી વાત કરનાર

લબડબેતરાનો ક્યારેય વિશ્વાસ કરો નહી.

10

લરકૈયા

પુત્ર.

લરકૈયાના લક્ષણ પારણામાંથી.

11

લરજવું

કંપવું; ધ્રૂજવું. બીવું; ડરવું.

જંગલમાં સિંહની ત્રાડથી સર્વે પ્રાણીઓ લરજવા લાગે છે.

12

લાક્ષા

ગુલાબ.; જેમાંથી લાખ બને છે તે જીવડું.

દુર્યોધને પાંડવોને લાક્ષા ગૃહમાં પુરી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.

13

લાક્ષારસ

થૂંક.

જ્યાં ત્યાં લાક્ષારસથી ગંદકી ફેલાવશો નહીં.

14

લાખણસાઈ

ચણાનો લોટ, ઘી અને ખાંડના લાડુ; બુંદીના લાડુ.

જમણવાર પ્રસંગે તેમજ તહેવારોમાં લાખણસાઈ બનાવવામાં આવે છે.

15

લાખણશી

ખરી ખોટી વાતોના ગપાટા મારનાર.

લખુભાઈનો લાખણશી થઈ ગામમાં નવરાધૂપ થઈને ફરે છે.

16

લાગત

મહેનતાણું;

મહેનત પ્રમાણે દરેકને લાગત ચૂકવો.

17

લાધવું

લાગવું; ઉત્પન્ન થવું; નીપજવું; થવું.

જોતાં જોતાં અમને કેડી રે લાધી વંકાતી જાય આધી આધી.

18

લાસાની

( હિંદી ) અદ્વિતીય; અનુપમ; અજોડ; બેનમૂન; ઉત્તમ. 

તાજ મહાલ કલાકૃતિનો લાસાની નમૂનો છે.

19

લાહ

આભા; કાંતિ; ચમક; દીપ્તિ

દિવ્ય આત્માની લાહ કંઈ ઓર હોય છે.

20

લાસોરી

ચૂંદડી.

હું ને લાસોરી ઓઢુંને ઊડી ઊડી જાય.

21

લિકર

અર્ક; આસવ; દારૂ; મદિરા; મદ્ય; શરાબ.

 

22

લુટિયા

ત્રાંબા પિત્તળની નાની લોટી.

લુટિયામાં અમે જમનાજળ ભર્યાં.

23

લુત્થ

લોથ; શબ.

આતંકવાદીઓ કેટલાયે નિર્દોષ લોકોને લુત્થ ઢાળી દીધી.

24

લેહેચી

લેંચી; પાતળી અને સુંવાળી બે પડવાળી રોટલી.

ગોળ અને ઘી ભરેલી લેહેચી ખાવામાં અનેરો આનંદ આવે છે.

25

લેહેલૂંબ

લગની.

મીરાને શ્રીકૃષ્ણની લેહેલૂંબ લાગી.

26

લૈંગિક

આકૃતિઓ કે મૂર્તિ બનાવનાર શિલ્પી.

ડભોઈનો હીરાધર મહલ લૈંગિક હતો.

27

લેષ્ટુ

માટીનું ઢેફું

ખેતરમાં પડેલાં લેષ્ટુને ભાંગવા હળ ચલાવાય છે.

28

લોંઠકાઈ

શક્તિ

તેની લોંઠકાઈ હાથીના બળ જેટલી છે.

29

લોકરવ

અફવા.

લોકરવ સાંભળો નહિં, ફેલાવો નહિં.

30

લોકાધિપત્ય

પ્રજાસત્તાક રાજ્ય; લોકસત્તાત્મક રાજ્ય; પ્રજાતંત્ર રાજ્ય. 

ભારતએ લોકાધિપત્ય દેશ છે.

31

લોકાયતિક

નાસ્તિક.

જેને માણસમાં શ્રદ્ધા નથી તે લોકાયતિક છે.

32

લોકામોદ

સાર્વજનિક ઉજાણી; જાહેર આનંદોત્સવ.

જન્માષ્ટમીના દિને લોકામોદ ઉજવાય છે.

33

લોગની

પત્ની.

સોનિયા ગાંધી સ્વ. રાજીવ ગાંધીના લોગની છે.

34

લોટકો 

માટીનો કળશિયો; ઠીકરાનું નાનું વાસણ; નાનો ઘાડવો; ઢોચકું; ચડવો

હવે ઘર વપરાશમાં લોટકાના સ્થાને વિવિધ ધાતુના, પ્લાસ્ટિકના વાસણો વપરાય છે.

35

લોહર 

ગામડિયો.

ભગવતસિંહ બાપુના ગોંડલ રાજ્યના ગામડાઓમાં કોઈ પણ લોહર અભણ ન હતો.

36

લોહવર

સોનું.

લોહવર જોઈ મુનિઓ ચળે.

37

લૌકી

કોળું; પતકાળું.

નવરાત્રી બાદના યજ્ઞમાં લૌકી વધારાય છે.

38

લૌલ્ય 

લાલચ; લોભ; તૃષ્ણા; લોભવૃત્તિ; લોલુપતા

લૌલ્યને ક્યારેય મર્યાદા હોતી નથી.

39

લવંગિયું

ઝટ ઉશ્કેરાઈ જાય તેવું; ચીડિયું.

કાનજીભાઈનો સ્વભાવ લવંગિયા જેવો છે.

40

લાડકવાયું 

વહાલું; લાડીલું; પ્રેમીલું; સ્નેહભીનું; પ્રિય; વહાલું ને લડાવેલું.

એ પથ્થર પર લખશો નહિં, કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહિંયા કોઈના લાડકવાયાની .

41

લિચ્છુ

લાભ મેળવવા ઇચ્છનાર; લાલચુ.

આજે સમાજમાં લિચ્છુઓની કમી નથી.

42

લિથોગ્રાફી 

શિલાછાપની વિદ્યા; શિલાલેખન કળા.

પ્રાચીન લિથોગ્રાફી અદ્દભૂત હતી.

43

લુગાઈ 

પત્ની; બૈરી; વહુ; સ્ત્રી; ઓરત.

લુગાઈની હઠ આગળ ભલભલાં લાચાર બની જાય છે.

44

લુઆબ

થૂંક; ચીકણો પદાર્થ.

અહિંયા લુઆબ કરવાની મનાઈ છે.

45

46

લુગા

એક જાતનું પક્ષી; બાજ.

લુગા એ શિકારી પક્ષી છે.

47

લોહશંકુ 

લોઢાનો ખીલો

લોહશંકુ ફોડીને ગાયને ખીલે બાંધી.

48

લંકિત

વળાંકવાળું

રસ્તો ભારે લંકિત છે. સાવચેતીથી વાહન ચલાવો.

49

લંગીસ

પતંગના દિવસોમાં રમતું લંગર

મકરસંક્રાતિના પર્વને દિવસે લંગીસ નાખી બાળકો પતંગ લુંટવાનો આનંદ માણે છે.

Leave a Reply

Recent Posts

Recent Comments

Pages

Categories

March 2024
M T W T F S S
« May    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.