જ
શબ્દ સંશોધન- કાંતીભાઈ કરશાળા
1 |
જમાની |
બાહેંધરી, જામીનગીરી |
બેંકમાં લોન લેવા માટે જમાની આપવી પડે છે. |
2 |
જમાપૈમાન |
પૂરેપૂરૂ માપ |
કપડા સીવડાવવા માટે દરજીને જમાપૈમાન આપવું પડે છે. |
3 |
જમાર |
જિંદગી |
જમાર તે આ દીધી, જીવનમાં હું સમજ્યો નહિં. ઓ દયાળું , આપજે દર્શન મને છેલ્લી ઘડી. |
4 |
જમઘટ |
ભીડ, ઠઠ, ટોળું |
હરદ્વારના કુંભમેળામાં જમઘટ હોય છે. |
5 |
જનિતા |
પિતા |
ઈશ્વરએ સર્વશક્તિમાન જનિતા છે. |
6 |
જનિબા |
સહાય, મદદ |
સરકાર આર્થિક રીતે પછાત લોકોને જનિબા આપે છે. |
7 |
જનીબત |
સાંઢણી |
દશામાના વ્રતમાં જનીબતની પૂજા કરવામાં આવે છે. |
8 |
જનેંદ્ર |
રાજા |
જેનો જનેંદ્ર વેપારી, તેની પ્રજા ભિખારી |
9. |
જનેઉ |
જનોઈ |
બ્રાહ્મણ રક્ષાબંધનના દિવસે જનેઉ બદલાવે છે. |
10 |
જદાવિલ |
ખાતું |
વેપારીને ત્યાં જુદા જુદા ગ્રાહકોના જદાવિલ હોય છે. |
11 |
જદિયત |
વંશ, પેઢી |
કોંગ્રેસમાં આજે પણ જવાહરલાલ નહેરુંના જદિયતનું પ્રભુત્વ છે. |
12 |
જદુપુર |
મથુરા |
શ્રી કૃષ્ણનો જન્મ જદુપુરના કારાવાસમાં થયો હતો. |
13 |
જડથું |
મૂર્ખ, અડબંગ |
એ તો સાવ જડથું છે, એનામાં અક્કલનો છાંટો જ નથી. |
14 |
જઘર |
જાગરણ |
જયા પાર્વતીના વ્રતના દિવસે બહેનો જધર કરે છે. |
15 |
જચાઈ |
કસોટી |
ઈશ્વર દરેક વખતે માણસની જચાઈ કરે છે. |
16 |
જગત્સાક્ષી |
સૂર્ય |
પ્રાણીમાત્રના જીવનનો આધાર જગત્સાક્ષી ઉપર છે. |
17 |
જંભારી |
ચૂનો |
પુનાભાઈ તે જ તમાકું અને જંભારીના બંધાણી છે. |
18 |
જંદેઉ |
પૂજાની વસ્તુ |
જંદેઉ લઈ હું મંદિર ચાલી મારા દેવ વધાવવા. |
19 |
જંપાણ |
પાલખી |
મહામંડલેશ્વરની જંપાણ ભારે ધૂમધામથી નીકળી. |
20 |
જયંતી |
ઘડપણ, વૃદ્ધાવસ્થા |
જયંતીમાં ઉંબરા ડુંગરા થયા અને પાદર થયા પરદેશ. |
21 |
જરદ્રિષ |
અગ્નિ |
વરકન્યાના લગ્ન જરદ્વિષની સાક્ષી એ કરવામાં આવે છે. |
22 |
જરન |
અજમા, |
પાચન માટે જરન શ્રેષ્ઠ છે. |
23 |
જરપત |
પાચન |
જરપત થાય એટલું જ ખાવો અને મોજ માણો. |
24 |
જરબ |
નુકશાન |
કોઈની મિલકતને જરબ પહોંચાડવું તે ગુનો છે. |
25 |
જરમાલ |
મિલ્કત |
કોઈની જરમાલને નુકશાન પહોંચાડવું તે ગુનો છે. |
26 |
જરર |
ચોટ, આઘાત |
એકના એક પુત્રના મૃત્યુથી પિતાને જબરજસ્ત જરર લાગી. |
27 |
જરણા |
મોક્ષ, મુક્તિ, વખાણ, પ્રશંશા |
હરિના જન તો જરણાં ન માગે. પોતાના જરણાં ક્યારેય કરશો નહિં. |
28 |
જલગુલ્મ |
કાચબો |
જલગુલ્મ જળચર અને સ્થળચર એમ બન્ને પ્રકારનું પ્રાણી છે. |
29 |
જળનીલિ |
સેવાળ |
બંધિયાર પાણીમાં જળનીલિ બાજે છે. |
30 |
જશવાય |
યશ, કીર્તિ |
મહાત્મા ગાંધીની જશવાય દિગંતમાં પ્રસરી ગઈ. |
31 |
જસુકાર |
પ્રખ્યાત |
તાજમહેલ આજે પણ દુનિયામાં જસુકાર છે. |
32 |
જાઈંઝ |
મંજુર, કબૂલ |
તમે કહો તે મને જાઈંઝ છે. |
33 |
જાઈઝા |
તપાસ |
નેતાના કૌભાંડની જાઈઝા સી. બી. આઈ. ને સોંપવામાં આવી. |
34 |
જાતવંત |
આબરૂવાર, સારા કુળમાં જન્મેલું |
જાતવંત પ્રાણી પોતાના માલિકની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરી દે છે. |
35 |
જામાઝેબ |
સુંદર |
તાજમહેલ એ અદભૂત કલાકારીગરીથી જામાઝેબ નમૂનો છે. |
36 |
જારણ |
સંયોજન, વશીકરણ |
તેની જારણ વિદ્યાર્થી તે ભલભલાને પોતાને વશ કરે છે. |
37 |
જાસ્તી |
નફો, વધારો, અધિકતા, અતિશ્યપણું |
ઓછી જાસ્તી એ વધૂ વેપાર
|
38 |
જીજિતા |
ફટકડી |
જીજિતાના કોગળા કરવાથી દાંતનો દુખાવો મટી જાય છે. |
39 |
જિર્ગા |
પરિષદ ,પંચ |
અમદાવદમાં સાહિત્યકારોની જિર્ગા યોજાઈ હતી. |
40 |
જિલા |
ચળકાટ, તેજ |
જિલા તારો એ જ છે, પણ ખૂનની તલવાર છે. જે પોષતું તે મારતું એ ક્રમ કુદરતી છે. |
41 |
જુતાવવું |
ખેડાવવું |
રણછોડ પટેલે સાથી રાખીને જમીન જુતાવવી. |
42 |
જુત્તિ |
કળા |
ભારતમાં એકતા સ્થાપિત કરવામાં ધર્મ દર્શન જુત્તિ અને સાહિત્યની મહત્વની ભૂમિકા છે. |
43 |
જૂંફવું |
બેઠા બેઠા ઊંઘવું, ઝોકાં ખાવા |
કરશનભાઈને વાતો કરતાં કરતાં જૂંફવાની આદત છે. |
44 |
જેતાણું |
કાઠિયાવાડમા એ નામનો કાઠિનો એક તાલુકો અને શહેર છે. |
હાલ ગુજરાત રાજયનું રાજકોટ જીલ્લાનું જેતાણું શહેર અને તાલુકો બન્ને છે. |
45 |
જેદર |
ઘેટું |
જેદરનાં ટોળાં હોય સિંહના ન હોય. |
46 |
જૈંગડા |
વાછરડું |
જૈંગડું કૂદે ને તેના પગની ઘૂઘરીઓ રણકે. |
47 |
જોડતી |
કુલ સરવાળો. |
જીવનમાં કેવું જીવ્યાં તેનો જોડતી માડજો. |
48 |
જુનૂબી |
દક્ષિણ દિશા. |
હનુમાનજીનું મુખ હંમેશા જુનૂબીમાં હોય છે. |
49 |
જુલબાજી |
છેતરપિંડી; લુચ્ચાઈ. |
જુલબાજી કરી બીજાને છેતરશો નહિં. |
50 |
જુસામી |
મોટા શરીરવાળું. |
પાંડવપુત્ર ભીમ જુસામી હતો. |
51 |
જિવાર |
પડોશ. |
જિવાર-જિવાર વચ્ચે વાટકી વ્યવહાર હોય છે. |
52 |
જિસ તિસ |
ગમે તે; જે તે. |
જિસતિસ સ્વરૂપે બીરાજો તમમે મારા વંદન. |
53 |
જાહલી |
મૂર્ખતા; મૂર્ખપણું. |
તારી જાહલીની તો હવે હદ આવી ગઈ. |
gujarati sabdo bhandol