ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

શબ્દ સંશોધન : કાંતિભાઈ કરશાળા

1

ગંગાજાત

ભીષ્મ પિતામહ

ગંગાજાત દ્રૌપદીના અપમાનને આભ ફાટ્યા જેવડો મોટો અપરાધ ગણાવે છે.

2

ગંગાદ્વાર

હરદ્રાર

ગંગાદ્વારમાં શાંતિકુંજ આશ્રમ આવેલ છે.

3

ગંગાટવું

ગભરાવું, ડરવું

ભૂતપ્રેતની વાતોથી બાળકો ગંગાટતા હોય છે.

4

ગંગડી

કાશ્મીરમાં ગળે લટકાવવાની નાની સગડી,

ઠંડીથી રક્ષણ મેળવવા ગંગડી બાંધે છે.

5

ગંગણાટ

ગણગણાટ

ચોમાસાની ઋતુમાં મચ્છરો રાત્રીના ગંગણાટ કરતા હોય છે.

6

ગંજબરેડો

ઉકેલ

ભવાન ભગત પાસે કોઈપણ પ્રશ્નનો ગંજબરેડો હોય છે.

7

ગંજબરોડો

વિશેષ સમાચાર

ટી.વી. ચેનલો બ્રેક ન્યૂઝમાં ગંજબરોડો ચમકાવે છે.

8

ગંજવર

ખજાનચી, ભંડારી,

સહકારી સંસ્થાઓમાં ગંજવરની એક હોદો  હોય છે.

9

ગંજવું

જુલમ કરવો, છેતરવું

લુખ્ખાઓના ગંજવાથી તેણે ગામ છોડી દેવું પડયું.

10

ગંજા

ઝૂંપડી

શબરી જંગલમાં ગંજા બનાવીને રહેતી હતી.

11

ગંજાકિની

ભાંગ

શિવરાત્રીમાં શિવ મંદિરમા ગંજાકિની  પ્રસાદરૂપે આપવામાં આવે છે.

12

ગંજાર

વિશાળ

નરેન્દ્ર મોદીની સભાનું ગંજાર મેદાનમાં આયોજન કરવામાં આવ્યું.

13

ગંધન

હિંસા, સૂચન, દર્શન

જીવ ગંધન એ પાપ છે.

14

ગંધમાલ્યા

સુંગધી ફુલની માળા

પાર્વતીજીએ મહાદેવને ગંધમાલ્યા પહેરાવી.

15

ગંધમૂષિકા

છછુંદર

ઘરમાં ગંધમૂષિકાનો પ્રવેશ શુભ ગણાય છે.

16

ગંધરાજા

ચંદન

ગંધરાજાની સુંગધ ચારેબાજુ પ્રસરે છે.

17

ગચાકા

ભરપુર, ગીચોગીચ

પ્રેક્ષકોની સિનેમાહોલ ગચાકા ભરાય ગયો.

18

ગચ્ચ

સજ્જડ

હડતાલને લીધે ગામ ગચ્ચ બંધ રહ્યું.

19

ગચ્ચી

અગાસી, ધાબું

ઉતરાયણમાં બાળકો ગચ્ચી પર પતંગ ઉડાડે છે.

20

ગચ્ચો

ખાડો

ચોમાસામાં ભારે વરસાદને લીધે ઠેરઠેર મોટાં ગચ્ચા પડી જાય છે.

21

ગચ્છ

સાધુઓનો મઠ

પત્નિના મૃત્યુ બાદ ભવાન ભગત ગચ્છમાં જઈ સાધુઓની સેવા કરવા માંડ્યાં.

22

ગચ્છતી

નાસી જવાપણું, આઘાપાછા થઈ જવું

પોલીસે ભીડને વિખેરવા અશ્રુવાયુ છોડતાં ટોળું ગચ્છતિ ફરિ વળ્યું.

23

ગજની

ધૂળ , માટી,

માથે ગજની ધરું વસુંધરાની

24

ગજમુખ

ગણેશ

ભાદરવા સુદ 4 ના દિવસે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારે ધૂમધામ થી ગજમુખ ચતુર્થી ઊજવાય છે.

25

ગજર

ચોઘડિયાં

દિવસ રાતના 16 ગજર હોય છે. પ્રત્યેક ગજર 1.30 કલાકનું હોય છે.

26

ગઢવી

ચારણ, બારોટ

ગઢવીની વાણીમાં મા સરસ્વતીનો વાસ હોય છે.

27

ગઢવું

કલ્પના કરવી, મારવું, પીટવું

બાળકને સમજાવવું ગઢવું નહિ.

28

ગઢાર

ગુફા

જૂનાગઢની ખાપરા-કોડીયાની ગઢાર પ્રખ્યાત છે.

29

ગઢાણ

પડતર જમીન

ગઢાણમાં વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરો.

30

ગણદ્વવ્ય

જાહેર મિલ્કત

ગણદ્રવ્યોને નુકશાન કરવું કાનૂની ગૂનો છે.

31

ગણીમત

સૌભાગ્ય

તમે મારે આંગણે પધાર્યા તે મારું અહો ગણીમત.

32

ગતાક્ષ

આંખ વગરના, અંધ,

ગતાક્ષના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે.

33

ગતાગત

જન્મમરણ

ગતાગતની નોંધણી કરાવવી જરૂરી છે.

34

ગતાગમ

સમજ, જ્ઞાન,

ક્યાં, ક્યારે શું બોલવું તેની અડવાને ગતાગમ નથી.

35

ગતાધિ

સુખી

દુ:ખીના દુ:ખની વાત જો ગતાધિ સમજી શકે તો દુ:ખ હોય જગતમાં.

36

ગદા

ભિક્ષુક, ભીખારી

લૂલો, લંગડો, અંધ એવા ગદાનો સમુદાય મોટો છે.

37

ગદાગ્રણી

ક્ષય રોગ

એક જમાનામાં ગદાગ્રણી રાજરોગ કહેવાતો.

38

ગદિલા

કાદવ

કોડીને ધોવાનો સાર માત્ર ગદિલા છે.

39

ગદ્રી

કીટું

ઘી બનાવ્યા પછી જે ઘન પદાર્થ મળે છે તેને કીટું કહે છે.

40

ગનપત

ગરજ, જરૂરિયાત

ગનપત હોય ત્યારે ગધેડાને પણ બાપ બનાવવો પડે.

41

ગનસને

કાનોકાન

ગનસને સાંભળેલી વાતને પણ વિવેકને ત્રાજવે તોળવી.

42

ગરૂરી

અભિમાની

સત્તા,સંપત્તિ,જુવાની માણસને ગરૂરી બનાવે છે.

43

ગિંડુરી

ઈંઢોણી

સોના ગિંડુરી અને રૂપા બેલડું સહિયર મોરી અમે ચાલ્યાં પાણી ભરવાં.

44

ગિગલાવું

ગભરાવવું

નાના બાળકોને ક્યારેય ગિગલાવવા નહિ.

45

ગિઝરી

સંચાલક

આ સંસ્થાના ગિઝરી કુશળ વહિવટ કર્તા છે.

46

ગિરિસાર

લોઢું

ચકમક ગિરિસાર ઘસતાં ઘસતાં ખર્ચી જિંદગી સારી.

47

ગિરિહ

વહેમ

કેટલાક માણસો હું કંઈક છું એવા ગિરિહમાં રચતાં હોય છે.

48

ગિલેહિમત

સીમેન્ટ

ચણતરકામમાં ગિલેહિમતના ઉપયોગથી મજબૂતી વધે છે.

49

ગિલૌરી

બીડી

ગિલૌરી, સીગારેટનું વ્યસન નુકસાનકારક છે.

50

ગિસ્ત

ફોગટ, નકામું, નિષ્ફળ

મોંઘામૂલું માનવજીવન ગિસ્તમાં વેડફશો નહિં.

51

ગીગલું

અણસમજું

તમે મને શું સાવ ગીગલો સમજો છો?

52

ગીલગીચ

પંચાત, ખટપટ

ગીલગીચથી હંમેશા દૂર રહો.

Leave a Reply

Meta

Recent Posts

Recent Comments

Pages

Categories

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.