દ, ધ, ક્ષ
શબ્દ સંશોધન – દેવિકાબેન ધ્રુવ
| 
 ક્રમ  | 
 શબ્દ  | 
 અર્થ  | 
 શબ્દપ્રયોગ  | 
||
| 
 ૧  | 
 દઇતા  | 
 પ્રેયસી  | 
 દઇતાના વિદેશગમને તે દેવદાસ બની ગયો.  | 
||
| 
 ૨  | 
 દકપથ  | 
 પાણી ભરવાનો માર્ગ  | 
 સખી રે,નજરું લાગી દકપથ જાતા.  | 
||
| 
 ૩  | 
 દખનીરાસ  | 
 દક્ષિણનો તારો  | 
 આકાશમાં કદી દખનીરાસ જોયો છે ?  | 
||
| 
 ૪  | 
 દઠર  | 
 મંદ બુધ્ધિ  | 
 અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે.  | 
||
| 
 ૫  | 
 દધિજા  | 
 લક્ષ્મી  | 
 દધિજાની પૂજા આજે સૌ કરે છે.  | 
||
| 
 ૬  | 
 દા  | 
 અગ્નિ  | 
 પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે.  | 
||
| 
 ૭  | 
 દાગબ  | 
 સ્તૂપ  | 
 પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા.  | 
||
| 
 ૮  | 
 દાડમી  | 
 એક જાતની આતશબાજી  | 
 રંગોની દાડમી જોવી કોને ના ગમે ?  | 
||
| 
 ૯  | 
 દાણવ  | 
 દાણ લેવાની જગા  | 
 મારે માથે છે મહીનો માટ રે, દાણ માંગે છે દાણવ ઘાટ રે.  | 
||
| 
 ૧૦  | 
 દાદસિતાદ  | 
 કામકાજ  | 
 વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે.  | 
||
| 
 ૧૧  | 
 દિક્ત  | 
 આનાકાની  | 
 દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને…  | 
||
| 
 ૧૨  | 
 દિદિવિ 
  | 
 સ્વર્ગ  | 
 દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર.  | 
||
| 
 ૧૩  | 
 દિની  | 
 પ્રાચીન,પુરાણુ  | 
 જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે.  | 
||
| 
 ૧૪  | 
 દિમન  | 
 છાણ  | 
 ગૌનું દિમન પવિત્ર મનાય છે.  | 
||
| 
 ૧૫  | 
 દિરાયત  | 
 ગુણો  | 
 દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ?  | 
||
| 
 ૧૬  | 
 દિવાભીત  | 
 ઘૂવડ,દિવસથી ડરેલો  | 
 કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે.  | 
||
| 
 ૧૭  | 
 દોત  | 
 ખડિયો  | 
 કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી.  | 
||
| 
 ૧૮  | 
 દૂતી  | 
 કૂટ પ્રશ્ન,ઉખાણુ  | 
 એક દૂતીછે,ઉકેલો તો માનુ, તમે ખરા…..  | 
||
| 
 ૧૯  | 
 દ્યુત  | 
 પ્રકાશનું કિરણ  | 
 જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે.  | 
||
| 
 ૨૦  | 
 દ્યૂત  | 
 જુગાર  | 
 દ્યૂતની લત સૌને ડૂબાડે.  | 
||
| 
 ક્રમ  | 
 શબ્દ  | 
 અર્થ  | 
 શબ્દપ્રયોગ  | 
||
| 
 ૧  | 
 ધ  | 
 ધન  | 
 ધ ને કારણે અહંકાર હોવો તે બરાબર નથી.  | 
||
| 
 ૨  | 
 ધકારો  | 
 આશંકા  | 
 દિકરાને ઘેર આવતા મોડું થાય તો દિલમાં એકદમ ધકારો થઇ જાય છે..  | 
||
| 
 ૩  | 
 ધખ  | 
 ખીણ  | 
 ધખની ઉંડાઇ કોણ માપી શકે ?  | 
||
| 
 ૪  | 
 ધજીર  | 
 ચીંથરુ  | 
 ગરીબને મન ધજીર પણ રાજરાણીના ચીર સમ હોય છે.  | 
||
| 
 ૫  | 
 ધડુ  | 
 કળશ  | 
 ગામડાના ઘરોમાં ધડુની સુંદર સજાવટ હોય છે.  | 
||
| 
 ૬  | 
 ધધરૂ  | 
 સાંજ  | 
 પંખીઓના હારબંધ ટોળા જોયા છે ધધરૂ ટાણે ?  | 
||
| 
 ૭  | 
 ધપ  | 
 તમાચો  | 
 ધપ મારીને ગાલ લાલ રાખ્યો છે.  | 
||
| 
 ૮  | 
 ધફી  | 
 રીસ  | 
 વાત વાતમાં ધફી શું ?  | 
||
| 
 ૯  | 
 ધબકુ  | 
 માટીની નાની કોઠી  | 
 આંગણામાં ધબકુ ની શોભા સરસ લાગે છે.  | 
||
| 
 ૧૦  | 
 ધમ  | 
 કૃષ્ણ,પરમાત્મા  | 
 ધમની કૃપા સૌના જીવનમાં હજો.  | 
||
| 
 ૧૧  | 
 ધરૂ  | 
 ધૃવનો તારો  | 
 ઉત્તર દિશામાં દેખાતો ધરુ કેવો ચમકે છે ?  | 
||
| 
 ૧૨  | 
 ધંખના  | 
 લગની  | 
 આ લખવાની ધંખના બહુ લાગી મને તો !  | 
||
| 
 ૧૩  | 
 ધસામ  | 
 પોચી જમીન  | 
 સાચવીને ચાલજો,આગળ ધસામ આવશે.  | 
||
| 
 ૧૪  | 
 ધાનવાયા  | 
 સાંબેલુ  | 
 ગામડામાં ધાનવાયા ઘેર ઘેર હોય જ.  | 
||
| 
 ૧૫  | 
 ધાબી  | 
 વાદળાથી લાગતો ઝાંખો દિવસ  | 
 પર્વતની ટેકરીઓ પર દિવસ ખુબ જ ધાબી ધાબી લાગે,પણ ગમે.  | 
||
| 
 ૧૬  | 
 ધારણિયો  | 
 થાંભલો  | 
 માના અચાનક અવસાને વીરો મારો તો જાણે ધારણિયો થઈ ગયો.  | 
||
| 
 ૧૭  | 
 ધારાજ  | 
 દિવ્ય જળ  | 
 હરદ્વારની ગંગાનુ જળ ધારાજ મનાય છે.  | 
||
| 
 ૧૮  | 
 ધિણોજો  | 
 અદેખો માણસ  | 
 ધીણોજો માનવી કદી સુખી થતો નથી.  | 
||
| 
 ૧૯  | 
 ધિનોર  | 
 અગ્નિનો ભડકો  | 
 ઘી હોમવાથી ધીનોર વધુ પ્રજ્જ્વલિત થાય.  | 
||
| 
 ૨૦  | 
 ધી  | 
 બુધ્ધી  | 
 હે ભગવન, મારી ધી ને યોગ્ય માર્ગે પ્રેરો.  | 
||
ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી – ” ક્ષ “
April 1, 2009
| 
 ક્રમ  | 
 શબ્દ  | 
 અર્થ  | 
 શબ્દપ્રયોગ  | 
| 
 ૧  | 
 ક્ષ  | 
 અક્ષર  | 
 ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી.  | 
| 
 ૨  | 
 ક્ષત  | 
 પ્રજા  | 
 રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે.  | 
| 
 ૩  | 
 ક્ષણપ્રભા  | 
 વિજળી  | 
 ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે.  | 
| 
 ૪  | 
 ક્ષણદાકર  | 
 ચંદ્રમા  | 
 ક્ષણદાકરની શોભા તો જુઓ !  | 
| 
 ૫  | 
 ક્ષત્તા  | 
 દાસીપુત્ર  | 
 કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો.  | 
| 
 ૬  | 
 ક્ષપાદિવા  | 
 રાતદિવસ  | 
 પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે.  | 
| 
 ૭  | 
 ક્ષપાંત  | 
 સવાર  | 
 ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે.  | 
| 
 ૮  | 
 ક્ષમી  | 
 ખામોશીવાળું  | 
 ક્ષમી ઇન્સાન જગ જીતે.  | 
| 
 ૯  | 
 ક્ષયાહ  | 
 શ્રાધ્ધ  | 
 હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે.  | 
| 
 ૧૦  | 
 ક્ષામ  | 
 પરમેશ્વર  | 
 ક્ષામ સૌની રક્ષા કરે.  | 
| 
 ૧૧  | 
 ક્ષાંતિકા  | 
 જનની  | 
 વિશ્વમાં મહાન ક્ષાંતિકા.  | 
| 
 ૧૨  | 
 ક્ષાંતુ  | 
 પિતા  | 
 પ્રથમ માતા અને પછી ક્ષાંતુ.  | 
| 
 ૧૩  | 
 ક્ષિપ્તા  | 
 રાત્રિ  | 
 હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી.  | 
| 
 ૧૪  | 
 ક્ષીરકંઠ  | 
 ધાવણું બાળક  | 
 ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ?  | 
| 
 ૧૫  | 
 ક્ષુદ્રિકા  | 
 હેડકી  | 
 ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી.  | 
| 
 ૧૬  | 
 ક્ષેત્રજ્ઞ  | 
 આત્મા  | 
 ક્ષેત્રજ્ઞ અમર છે.  | 
| 
 ૧૭  | 
 ક્ષેત્રપ  | 
 પરમાત્મા  | 
 ક્ષેત્રપની કૃપા અપરંપાર છે.  | 
| 
 ૧૮  | 
 ક્ષેદ  | 
 અફસોસ  | 
 કામો એવા ન કરો કે ક્ષેદ થાય.  | 
| 
 ૧૯  | 
 ક્ષોભણ  | 
 કામદેવનુ બાણ  | 
 ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ.  | 
| 
 ૨૦  | 
 ક્ષોજન  | 
 કૃષ્ણની બંસીનો અવાજ  | 
 ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે.  |