ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

 

શબ્દ સંશોધનઃ વલીભાઈ મુસા

ક્રમ

શબ્દ

  અર્થ 

શબ્દ પ્રયોગ

1

વમન

 ઊલટી

ઝેર પી જનારને તરત જ વમન કરાવી દેવું જોઈએ.

2

વરણાગિયું

ભોગવિલાસી,ભપકો કરનાર

દયારામને ઘણા વિવેચકો વરણાગિયા કવિ તરીકે ઓળખાવે છે.

3

વિમાન

અપમાન, વાયુયાન 

સંતાનોની હાજરીમાં પત્નીનું વિમાન ન થવું જોઈએ.

4

વાછટ

વાયુથી ઊડેલી વરસાદી પાણીની છાંટ

 ચોમાસામાં ઘણીવાર ઓસરી અને ઘરમાં પણ વાછટ આવતી હોય છે.

5

વઘાર

 ગરમ તેલ કે ઘીમાં ડુંગળી-લસણ કે રાઈ-જીરા-હિંગને શાક બનાવવા પહેલાં કકડાવવું કે તળવું

ગુજરાતી રસોઈની વઘારની પ્રક્રિયાને તીવ્ર વાસના કારણે ઘણા અમેરિકનો પસંદ કરતા નથી હોતા)

6

વળાવિયો

મુસાફર સાથે રહેનારો ભોમિયો

અજાણી જગ્યાના પ્રવાસમાં સાથે વળાવિયો હોવો જરૂરી છે.

7

વલખાં

મિથ્યા પ્રયાસ

તરવૈયો ન હોય તેવો માણસ ગમે તેટલાં વલખાં મારે પણ ડૂબ્યા સિવાય રહેતો નથી.  

8

વલોપાત

હાયવોય

નિરાશાવાદીઓ હંમેશાં વલોપાત કરતા રહીને જીવનનો આનંદ નથી લૂંટી શકતા. 

9

વિકાર

બગાડ, વિકૃતિ

વિકારી માણસ લોકોમાં માન પામી નથી શકતો.

10

વલય

કૂંડાળું, કડું

પ્રલોભનના વલયમાં પડેલો માણસ કદી બહાર નીકળી નથી શકતો.

11

વચાળું

વચ્ચેનું

સ્વાર્થી મિત્ર દુઃખના સમયે અધ વચાળે સાથ છોડી દેતો હોય છે.

12

વેંઢારવું

નિભાવવું, ભોગવવું

ઘણા દુખિયા માણસો કજિયાખોર પત્નીને વેંઢારતા હોય છે.

13

વિદ્ધ

વીંધાયેલું, ઘવાયેલું

શિકારી વિદ્ધ મૃગની પાછળ દોડ્યે જતો હતો.

14

વિદુષી

 વિદ્વાન સ્ત્રી, પંડિતા

પ્રાચીન સમયમાં વિદ્વાનો અને વિદુષીઓ વચ્ચે શાસ્ત્રાર્થ યોજાતો. 

15

વિભાવરી

રાત્રિ

શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી, રખે થઇ જતી અંધ વિયોગથી!

16

વરાડ

ભાગ, હિસ્સો

સંસ્કારી ભાઈઓ મિલ્કતના વરાડ વખતે મોટું દિલ રાખતા હોય છે.

17

વાવડ

સમાચાર, ભાળ

સુવાવડ એટલે સારા સમાચાર જ કહેવાય ને!

18

વસો

વીઘાનો વીસમો ભાગ

ખેતીની જમીનનું એકર-ગૂંઠા પહેલાં વીઘા-વસામાં માપ બોલાતું.  

19

વસાણું

ગાંધીના ત્યાંથી મળતી ઔષધિ, ઔષધિપાક

શિયાળામાં લોકો તંદુરસ્તી માટે વસાણાં આરોગતા હોય છે.  

20

વંચના

લુચ્ચાઈ

ધંધાકીય ભાગીદારો એકબીજા સાથે વંચના કરતા રહેતા હોય તો તે ભાગીદારી ઝાઝો સમય ટકતી નથી હોતી.

Content support-Kantibhai Karshala

Leave a Reply

Meta

Recent Posts

Recent Comments

Pages

Categories

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.