ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

શબ્દ સંશોધન- કાંતીભાઈ કરશાળા

1

જમાની

બાહેંધરી, જામીનગીરી      

બેંકમાં લોન લેવા માટે જમાની આપવી પડે છે.

2

જમાપૈમાન       

પૂરેપૂરૂ માપ      

કપડા સીવડાવવા માટે દરજીને જમાપૈમાન આપવું પડે છે.

3

જમાર 

જિંદગી  

જમાર તે આ દીધી, જીવનમાં હું સમજ્યો નહિં. ઓ દયાળું , આપજે દર્શન મને છેલ્લી ઘડી.

4

જમઘટ

ભીડ, ઠઠ, ટોળું    

હરદ્વારના કુંભમેળામાં જમઘટ હોય છે.

5

જનિતા

પિતા   

ઈશ્વરએ સર્વશક્તિમાન જનિતા છે.

6

જનિબા

સહાય, મદદ     

સરકાર આર્થિક રીતે પછાત લોકોને જનિબા આપે છે. 

7

જનીબત       

સાંઢણી 

દશામાના વ્રતમાં જનીબતની પૂજા કરવામાં આવે છે. 

8

જનેંદ્ર  

રાજા    

જેનો જનેંદ્ર વેપારી, તેની પ્રજા ભિખારી

9.

જનેઉ  

જનોઈ  

બ્રાહ્મણ રક્ષાબંધનના દિવસે જનેઉ બદલાવે છે.      

10

જદાવિલ       

ખાતું    

વેપારીને ત્યાં જુદા જુદા ગ્રાહકોના જદાવિલ હોય છે.

11

જદિયત       

વંશ, પેઢી        

કોંગ્રેસમાં આજે પણ જવાહરલાલ નહેરુંના જદિયતનું પ્રભુત્વ છે.

12

જદુપુર

મથુરા   

શ્રી કૃષ્ણનો જન્મ જદુપુરના કારાવાસમાં થયો હતો.

13

જડથું  

મૂર્ખ, અડબંગ     

એ તો સાવ જડથું છે, એનામાં અક્કલનો છાંટો જ નથી.

14

જઘર  

જાગરણ 

જયા પાર્વતીના વ્રતના દિવસે બહેનો જધર કરે છે.

15

જચાઈ 

કસોટી  

ઈશ્વર દરેક વખતે માણસની જચાઈ કરે છે.

16

જગત્સાક્ષી

સૂર્ય     

પ્રાણીમાત્રના જીવનનો આધાર જગત્સાક્ષી ઉપર છે.

17

જંભારી

ચૂનો    

પુનાભાઈ તે જ તમાકું અને જંભારીના બંધાણી છે.

18

જંદેઉ  

પૂજાની વસ્તુ     

જંદેઉ લઈ હું મંદિર ચાલી મારા દેવ વધાવવા.

19

જંપાણ 

પાલખી 

મહામંડલેશ્વરની જંપાણ ભારે ધૂમધામથી નીકળી.

20

જયંતી 

ઘડપણ, વૃદ્ધાવસ્થા         

જયંતીમાં ઉંબરા ડુંગરા થયા અને પાદર થયા પરદેશ.

21

જરદ્રિષ

અગ્નિ   

વરકન્યાના લગ્ન જરદ્વિષની સાક્ષી એ કરવામાં આવે છે.

22

જરન  

અજમા,

પાચન માટે જરન શ્રેષ્ઠ છે.

23

જરપત

પાચન  

જરપત થાય એટલું જ ખાવો અને મોજ માણો.

24

જરબ  

નુકશાન

કોઈની મિલકતને જરબ પહોંચાડવું તે ગુનો છે.

25

જરમાલ       

મિલ્કત 

કોઈની જરમાલને નુકશાન પહોંચાડવું તે ગુનો છે.

26

જરર  

ચોટ, આઘાત     

એકના એક પુત્રના મૃત્યુથી પિતાને જબરજસ્ત જરર લાગી.

27

જરણા 

મોક્ષ, મુક્તિ, વખાણ, પ્રશંશા   

હરિના જન તો જરણાં ન માગે.

પોતાના જરણાં ક્યારેય કરશો નહિં.

28

જલગુલ્મ

કાચબો  

જલગુલ્મ જળચર અને સ્થળચર એમ બન્ને પ્રકારનું પ્રાણી છે.

29

જળનીલિ

સેવાળ  

બંધિયાર પાણીમાં જળનીલિ બાજે છે.

30

જશવાય

યશ, કીર્તિ        

મહાત્મા ગાંધીની જશવાય દિગંતમાં પ્રસરી ગઈ.

31

જસુકાર

પ્રખ્યાત

તાજમહેલ આજે પણ દુનિયામાં જસુકાર છે.

32

જાઈંઝ 

મંજુર, કબૂલ      

તમે કહો તે મને જાઈંઝ છે.

33

જાઈઝા

તપાસ  

નેતાના કૌભાંડની જાઈઝા સી. બી. આઈ. ને સોંપવામાં આવી.

34

જાતવંત       

આબરૂવાર, સારા કુળમાં જન્મેલું    

જાતવંત પ્રાણી પોતાના માલિકની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરી દે છે.

35

જામાઝેબ

સુંદર    

તાજમહેલ એ અદભૂત કલાકારીગરીથી જામાઝેબ નમૂનો છે.

36

જારણ 

સંયોજન, વશીકરણ

તેની જારણ વિદ્યાર્થી તે ભલભલાને પોતાને વશ કરે છે.

37

જાસ્તી 

નફો, વધારો, અધિકતા, અતિશ્યપણું      

ઓછી જાસ્તી એ વધૂ વેપાર

  

38

જીજિતા

ફટકડી  

જીજિતાના કોગળા કરવાથી દાંતનો દુખાવો મટી જાય છે.

39

જિર્ગા  

પરિષદ ,પંચ

અમદાવદમાં સાહિત્યકારોની જિર્ગા યોજાઈ હતી.

40

જિલા  

ચળકાટ, તેજ     

જિલા તારો એ જ છે, પણ ખૂનની તલવાર છે. જે પોષતું તે મારતું એ ક્રમ કુદરતી છે.

41

જુતાવવું       

ખેડાવવું 

રણછોડ પટેલે સાથી રાખીને જમીન જુતાવવી.

42

જુત્તિ   

કળા    

ભારતમાં એકતા સ્થાપિત કરવામાં ધર્મ દર્શન જુત્તિ અને સાહિત્યની મહત્વની ભૂમિકા છે.

43

જૂંફવું  

બેઠા બેઠા ઊંઘવું, ઝોકાં ખાવા       

કરશનભાઈને વાતો કરતાં કરતાં જૂંફવાની આદત છે.

44

જેતાણું 

કાઠિયાવાડમા એ નામનો કાઠિનો એક તાલુકો અને શહેર છે.      

હાલ ગુજરાત રાજયનું રાજકોટ જીલ્લાનું જેતાણું શહેર અને તાલુકો બન્ને છે.

45

જેદર  

ઘેટું     

જેદરનાં ટોળાં હોય સિંહના ન હોય.

46

જૈંગડા 

વાછરડું 

જૈંગડું કૂદે ને તેના પગની ઘૂઘરીઓ રણકે.

47

જોડતી 

કુલ સરવાળો.

જીવનમાં કેવું જીવ્યાં તેનો જોડતી માડજો.

48

જુનૂબી

દક્ષિણ દિશા.

હનુમાનજીનું મુખ હંમેશા જુનૂબીમાં હોય છે.

49

જુલબાજી

છેતરપિંડી; લુચ્ચાઈ.

જુલબાજી કરી બીજાને છેતરશો નહિં.

50

જુસામી

મોટા શરીરવાળું.

પાંડવપુત્ર ભીમ જુસામી હતો.

51

જિવાર

પડોશ.

જિવાર-જિવાર વચ્ચે વાટકી વ્યવહાર હોય છે.

52

જિસ તિસ

ગમે તે; જે તે.

જિસતિસ સ્વરૂપે બીરાજો તમમે મારા વંદન.

53

જાહલી

મૂર્ખતા; મૂર્ખપણું.

તારી જાહલીની તો હવે હદ આવી ગઈ.

One Response to “જ”

  1. gujarati sabdo bhandol

Leave a Reply

Meta

Recent Posts

Recent Comments

Pages

Categories

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.