| ૧. |
ઠઈ |
વિશ્વાસુ,સારી |
પહેલી રજુઆત ઠઈ થઈ એટલે સૌ ખુશ થયા |
| ૨ |
ઠઈ ઠઈને |
પરાણે |
સાસરીમાં તો જમણનો આગ્રહ ઠઈઠઈને થાય જ |
| ૩. |
ઠઈડ |
વણાંક |
સીધો સીધો ચાલ્યો પણ ઠઈડે ઠુસ થઈ ગયો |
| ૪. |
ઠક્ઠકીયો |
ફાંસી દેનારો |
ઠેઠ સુધી તો ઠીક રહ્યો પણ ઠકઠકીયાને જોઈ તે રડી પડ્યો |
| ૫ |
ઠકઠેલા |
ટોળામાં |
ચોર ઝડપથી ઠકઠેલામાં સરકી ગયો |
| ૬. |
ઠક્ઠૌઆ |
ભીક્ષા વૃત્તિ |
ઠક્ઠૌઆ કરી ગુજરાન ચલાવવુ આજના જમાનામાં ક્યાં સહેલુ છે? |
| ૭. |
ઠકરાઈ |
જોહુકમી |
જમીનદારોની ઠકરાઈ જતા તેઓ પાંગળા થયા. |
| ૮. |
ઠકુર સુહાતી |
ખુશામદ |
ઠકુર સુહાતી તો પ્રભુને પણ વહાલી લાગે છે |
| ૯. |
ઠગમૂળી |
હજામની સ્ત્રી |
સુભદ્રા વળી ઠગમૂળી જ છે ને..મણીલાલ હજામની ઘરવાળી. |
| ૧૦. |
ઠગઠેલ |
વૈતરું |
નશીબનાં ઉણા તેથી તો આ ઠગઠેલ કરવાનુંને.. |
| ૧૧. |
ઠગલીયું |
શુક્રનો તારો |
બધા તારા અથમે ત્યારે ઠગલીયો ઝગઝગે |
| ૧૨ |
ઠગાઠગી |
છળકપટ |
શકુનીમામાને લીધ કૌરવો ઠગાઠગી કરવામાં ઉસ્તાદ થયા હતા |
| ૧૩ |
ઠગોરી |
મોહીતવિદ્યા |
શિકાર ફસાવતા હિંમત ઠગોરી વિદ્યાનો ભરપુર લાભ લેતો હતો |
| ૧૪ |
ઠચરા |
તકરાર |
પતિ પત્નીનાં ઠચરામાં સાસુ જો પડી તો પતિનું આવી જ બને |
| ૧૫ |
ઠટ |
કિનારો, કાંઠો |
વાદળ ઘેરાયાને દુર રહ્યો છે ઠટ્,ઓ નાખુદા હંકારને આ નાવ ઝટ. |
| ૧૬ |
ઠટોલ |
વિનોદી |
કિશોરકુમાર ઠટોલ ભૂમિકા સરસ ભજવતો |
| ૧૭ |
ઠઠકારવું |
ઠપકો દેવો |
તેની બાઘાઇ માટે તેની પત્ની તેને સતત ઠઠકારતી |
| ૧૮ |
ઠઠણવું |
રીસથી રોવુ |
પછી પોતાના તકદીરને કોશી તે ઠઠણતી.. |
| ૧૯ |
ઠઠાડવું |
મારવુ. |
બહુ ગુસ્સો ચઢે ત્યારે બે ચાર ધોલ ઠઠાડતી પણ ખરી |
| ૨૦ |
ઠઠારવું |
ભપકો કરવો |
હીરોઈનોની જેમ લાલી ઠઠારીને તે નીકળી તો ખરી |
| ૨૧ |
ઠઠેરો |
કંસારો |
વાસણોની દુકાન પાસે ઠઠેરોનો અવાજ ચલુ જ રહેવાનો |
| ૨૨ |
ઠઠ્યું |
રહી ગયેલુ |
બધા યુ.એસ.એ. ગયા પણ મોટૉ ૨૩નો તેથી તે ઠઠ્યો. |
| ૨૩ |
ઠણાક |
આંધળો માણસ |
સુરદાસ મુળે ઠણક અને તેથી રહ્યા અભણ. |
| ૨૪ |
ઠણ ઠણ ગોપાલ્ |
નિર્ધન |
આમદાની અઠ્ઠની ને ખર્ચા રુપૈયાનતીજા ઠણ ઠણ ગોપાલ્ |
| ૨૫ |
ઠપકો ઠેસ. |
નાનો ગુનો |
સાયકલ ઉપર ઘંટડી નહોંતી તેથી ઠપકો ઠેસ દઈ છોડ્યા |
| ૨૬ |
ઠમકદીવી |
સુંદર સ્ત્રી |
છે તે ઠમકદીવી એટલે ચાલ મનોહારીજ હોયને.. |
| ૨૭ |
ઠમણી |
સુપણઠ્ |
ઠમણી અને ઓઘો એ અહિંસા પાલનનાં પ્રતિકો |
| ૨૮ |
ઠપડ |
થાકી જવું |
ઓફીસેથી ઘરે પહોંચતા ઠપડ થઈ જાય તેવો ટ્રાફીક હોય છે |
| ૨૯ |
ઠરક |
નસકોરાં બોલાવવા |
તે તો સુતા વારમાં ઠરક વગાડશે..તેમની ઉંઘ સરસ્.૩ |
| ૩૦ |
ઠલુઆ |
બેકાર, ધમ્ધા વગરનો |
જમાઈ ઠલુઓ અને વહુ માથાભારે. ઘડપણ રડાવે |
| ૩૧ |
ઠવઈ |
જીત |
પ્રેમની ઠવઈ જિંદગીને ઉજાળે |
| ૩૨ |
ઠળવળીયો |
ઠાવકા,સારુ |
અંબાણી મૂળે ઠળવળીયા તેથી પૈસા પાત્ર પણ ઘણાં |
| ૩૩ |
ઠાઠું |
બાજરીની ખીચડી |
ખાય છે ઠાઠું પણ પકવાન ની લિજ્જત છે ને.. |
| ૩૪ |
ઠાલિયાળ |
વંધ્યા સ્ત્રી |
તે વારં વાર કહેવા મથતી હતી કે તે ઠાલિયાળ નથી |
| ૩૫ |
ઠાંઠ |
દુધ ન દેતી ગાય્ |
ગૌરી ગાય ઘરડી થઈ તેને ઠાંઠ કહીને અપમાન ન કરો |
| ૩૬ |
ઠાગ |
અંત,પાર |
હવે આ નાટકનો ઠાગ લાવો તો સારુ.. |
| ૩૭ |
ઠાંગરૂ |
પીરસેલું ભાણૂં |
ફોન ઉપરના સમાચારે તો તેમને ઠાંગરૂ છોડાવી દોડાવ્યા |
| ૩૮ |
ઠાંડુ |
ખીલો |
ઠાંડુ સીધુ હોય તો તરત લકડામાં જાય |
| ૩૯ |
ઠિણણી |
ચિનગારી |
એક વખત સુકા ઘાસે ઠિણણી પડી એટલે ભડકો થાય |
| ૪૦ |
ઠિનક |
નિઃસાસો |
ઠિનક નાખે તકદીર ભાગે ઠિનક ઝાલે તકદીર જાગે |
| ૪૧ |
ઠિપ |
ફાનસ |
ઠિપ રાણુ થાય તે પહેલા આવી જજો |
| ૪૨ |
ઠીબકું |
કામ કરવામાં ધીરો |
મંદ બુધ્ધીનુ તે લક્ષણ તે કામે ઠીબકો હોય્ |
| ૪૩ |
ઠુંવું |
ઘડવું |
પથ્થરને ઠુંવું તે શીલ્પીનું કામ છે |
| ૪૪ |
ઠેઠો |
સંકેત |
ત્રણ કુકડે કુક તે ઠેઠો અને ભાગતો સૈનીક બેઠો |
| ૪૫ |
ઠેપ |
દીવો બત્તી |
વહેલી સવારે ઠેપ થાય અને મંદીરનાં દ્વાર ખુલે |
| ૪૬ |
ઠેબરડી |
કાંસાની વાંસળી |
ઠેબરડી વગાડી ગાયો ચરાવવા આજે ગોવાળો જાય |
| ૪૭ |
ઠેબી |
દરજીની વીંટી |
ઠેબી,સોય દોરો અને કાતર એ દરજીનાં ઓજાર |
| ૪૮ |
ઠેભો |
ટાંકો ટેકો |
સહેજ મોટુ કપડુ સીવાયુ તો ઠેભો મારી સરખુ થાય્ |
| ૪૯ |
ઠેરી |
લખોટી |
ઠેરીનાં ભાગ પાડતા મોટો કાયમ નાનાને એક વધુ આપે |
| ૫૦ |
ઠેવના |
અંગુઠો બતાડી ના પાડવી |
છેવટે તો કાજલ ઠેવના બજાવી જતી રહી પરદેશ્ |