ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » દ, ધ, ક્ષ

દ, ધ, ક્ષ

શબ્દ સંશોધન – દેવિકાબેન ધ્રુવ

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

દઇતા

પ્રેયસી

દઇતાના  વિદેશગમને તે દેવદાસ બની ગયો.

દકપથ

પાણી ભરવાનો માર્ગ

સખી રે,નજરું લાગી દકપથ જાતા.

દખનીરાસ

દક્ષિણનો તારો

આકાશમાં કદી દખનીરાસ જોયો છે ?

દઠર

મંદ બુધ્ધિ

અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે.

દધિજા

લક્ષ્મી

દધિજાની પૂજા આજે સૌ કરે છે.

દા

અગ્નિ

પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે.

દાગબ

સ્તૂપ

પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા.

દાડમી

એક જાતની આતશબાજી

રંગોની દાડમી જોવી કોને ના ગમે ?

દાણવ

દાણ લેવાની જગા

મારે માથે છે મહીનો માટ રે,

દાણ માંગે છે દાણવ ઘાટ રે.

૧૦

દાદસિતાદ

કામકાજ

વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે.

૧૧

દિક્ત

આનાકાની

દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને…

૧૨

દિદિવિ

 

સ્વર્ગ

દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર.

૧૩

દિની  

પ્રાચીન,પુરાણુ

જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે.

૧૪

દિમન

છાણ

ગૌનું દિમન પવિત્ર મનાય છે.

૧૫

દિરાયત

ગુણો

દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ?

૧૬

દિવાભીત

ઘૂવડ,દિવસથી ડરેલો

કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે.

૧૭

દોત

ખડિયો

કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી.

૧૮

દૂતી

કૂટ પ્રશ્ન,ઉખાણુ

એક દૂતીછે,ઉકેલો તો માનુ, તમે ખરા…..

૧૯

દ્યુત

પ્રકાશનું કિરણ

જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે.

૨૦

દ્યૂત

જુગાર

દ્યૂતની લત સૌને ડૂબાડે.

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

ધન

ને કારણે અહંકાર હોવો તે બરાબર નથી.

ધકારો

આશંકા

દિકરાને ઘેર આવતા મોડું થાય તો દિલમાં એકદમ ધકારો થઇ જાય છે..

ધખ

ખીણ

ધખની ઉંડાઇ કોણ માપી શકે ?

ધજીર

ચીંથરુ

ગરીબને મન ધજીર પણ રાજરાણીના ચીર સમ હોય છે.

ધડુ

કળશ

ગામડાના ઘરોમાં ધડુની સુંદર સજાવટ હોય છે.

ધધરૂ

સાંજ

પંખીઓના હારબંધ ટોળા જોયા છે ધધરૂ ટાણે ?

ધપ

તમાચો

ધપ મારીને ગાલ લાલ રાખ્યો છે.

ધફી

રીસ

વાત વાતમાં ધફી શું ?

ધબકુ

માટીની નાની કોઠી

આંગણામાં ધબકુ ની શોભા સરસ લાગે છે.

૧૦

ધમ

કૃષ્ણ,પરમાત્મા

ધમની કૃપા સૌના જીવનમાં હજો.

૧૧

ધરૂ

ધૃવનો તારો

ઉત્તર દિશામાં દેખાતો ધરુ કેવો ચમકે છે ?

૧૨

ધંખના

લગની

આ લખવાની ધંખના બહુ લાગી મને તો !

૧૩

ધસામ

પોચી જમીન

સાચવીને ચાલજો,આગળ ધસામ આવશે.

૧૪

ધાનવાયા

સાંબેલુ

ગામડામાં  ધાનવાયા ઘેર ઘેર હોય જ.

૧૫

ધાબી

વાદળાથી લાગતો ઝાંખો દિવસ

પર્વતની ટેકરીઓ પર દિવસ ખુબ જ ધાબી ધાબી લાગે,પણ ગમે.

૧૬

ધારણિયો

થાંભલો

માના અચાનક અવસાને વીરો મારો તો જાણે ધારણિયો થઈ ગયો.

૧૭

ધારાજ

દિવ્ય જળ

હરદ્વારની ગંગાનુ જળ ધારાજ મનાય છે.

૧૮

ધિણોજો

અદેખો માણસ

ધીણોજો માનવી કદી સુખી થતો નથી.

૧૯

ધિનોર

અગ્નિનો ભડકો

ઘી હોમવાથી ધીનોર વધુ પ્રજ્જ્વલિત થાય.

૨૦

ધી

બુધ્ધી

હે ભગવન, મારી ધી ને યોગ્ય માર્ગે પ્રેરો.

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી – ” ક્ષ “

April 1, 2009

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

ક્ષ

અક્ષર

ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી.

ક્ષત

પ્રજા

રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે.

ક્ષણપ્રભા

વિજળી

ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે.

ક્ષણદાકર

ચંદ્રમા

ક્ષણદાકરની શોભા તો જુઓ !

ક્ષત્તા

દાસીપુત્ર

કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો.

ક્ષપાદિવા

રાતદિવસ

પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે.

ક્ષપાંત

સવાર

ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે.

ક્ષમી

ખામોશીવાળું

ક્ષમી ઇન્સાન જગ જીતે.

ક્ષયાહ

શ્રાધ્ધ

હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે.

૧૦

ક્ષામ

પરમેશ્વર

ક્ષામ સૌની રક્ષા કરે.

૧૧

ક્ષાંતિકા

જનની

વિશ્વમાં મહાન ક્ષાંતિકા.

૧૨

ક્ષાંતુ

પિતા

પ્રથમ માતા અને પછી ક્ષાંતુ.

૧૩

ક્ષિપ્તા

રાત્રિ

હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી.

૧૪

ક્ષીરકંઠ

ધાવણું બાળક

ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ?

૧૫

ક્ષુદ્રિકા

હેડકી

ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી.

૧૬

ક્ષેત્રજ્ઞ

આત્મા

ક્ષેત્રજ્ઞ અમર છે.

૧૭

ક્ષેત્રપ

પરમાત્મા

ક્ષેત્રપની કૃપા અપરંપાર છે.

૧૮

ક્ષેદ

અફસોસ

કામો એવા  ન કરો કે ક્ષેદ થાય.

૧૯

ક્ષોભણ

કામદેવનુ બાણ

ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ.

૨૦

ક્ષોજન

કૃષ્ણની બંસીનો અવાજ

ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે.

Leave a Reply

Meta

Recent Posts

Recent Comments

Pages

Categories

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.