ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા

December 2nd, 2009 Posted in Uncategorized

અત્યાર સુધી આપે ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે વિજયભાઇ પાસેથી ઘણું જ માર્ગદર્શન મેળવ્યું. આ માર્ગદર્શન હેઠળ આપને જો આપના શહેરમાં કે આપના વિસ્તારમાં જો ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજવી હોય તો આપના માટે ગુજરાતી શબ્દ મેળવવા માટે એક નાનકડો પ્રોગ્રામ અહીં ઊપલબ્ધ છે. આ પ્રોગ્રામ MS Access માં છે. તેમાં મુખ્યત્વે બે પ્રકારના શબ્દો છે. ૧. રોજબરોજ વપરાતાં સાદા શબ્દો ૨. કઠિન શબ્દો. લગભગ ૭૫,૦૦૦ શબ્દોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપ જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કરશો કે તેમાં એક નાનકડું ફોર્મ આવશે તેમાં આપને કેટલાં સહેલાં અને કેટલાં અઘરાં શબ્દો જોઇએ છીએ તે આંકડાં લખો અને ત્યાર બાદ “Show List”  બટન દબાવશો એટલે આપે પસંદ કરેલાં શબ્દો તેમના વિભાગમાંથી પસંદ થઇને આવશે. જો આપ ફરી આ બટન દબાવશો તો નવા શબ્દો પસંદ થઇને આવશે. તેથી જો આપ શબ્દ સ્પર્ધા યોજવા ઇચ્છતા હો તો દરેક વ્યક્તિને અલગ શબ્દો મળી શકે છે. ઉપરાંત સ્પર્ધકની ઉંમર પ્રમાણે આપ સહેલા/અઘરાં શબ્દો વધારે/ઓછા પ્રમાણમાં આપી શકો છો. આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. જો આપને કંઇ પ્રશ્ન હોય તો વિશાલ મોણપરા નો સંપર્ક કરવા વિનંતી.

આ ઉપરાંત, બીજો એક પ્રોગ્રામ પણ તૈયાર કરેલ છે કે જેમાં તમે તમને ગમતાં શબ્દો મુકીને આપની રીતે જ ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજી શકો છો. આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

શબ્દ અંતાક્ષરી અને શબ્દ સ્પર્ધા મંચ ઉપર આ રીતે રમાય

December 1st, 2009 Posted in શબ્દ

Quantcast

Quantcast [spelling-bee-isllustration.jpg]

શબ્દ અંતાક્ષરી એ warm up exercise છે અને તેના દ્વારા elimination of participant પણ થાય છે.

વૃંદમાં બધાને એક સાથે બેસાડીને નંબર સાથે કાગળ આપવાના અને દરેક જે શબ્દ બોલે તે શબ્દ લખવાનો. આ રમત ધારોકે 20 જણા હાજર છે તો તે દરેકને કુલ્લે વીસ શબ્દ બોલવાના છે અને તે અંતાક્ષરીની પધ્ધતી થી…એટલે કે પ્રવક્તા એક શેર કહે તેનો છેલ્લો અક્ષર ધારો કે હ આવ્યો તો તે કહે હાસ્ય અને તેના કાગળ ઉપર લખે હાસ્ય તેની પછીના પ્રતિસ્પર્ધકે ય ઉપર શબ્દ કહેવાનો એટલે કે યશસ્વી અને તે કાગળ ઉપર લખે હવે પછીના સ્પર્ધકને વ આવ્યો તે બોલે વાયરો આ આવર્તન 20 શબ્દો સુધી ચાલે એટલેકે 400 શબ્દો બોલાય.( સ્પર્ધાને કઠીન બનાવવી હોય તો યશસ્વીમાં છેલ્લો શબ્દ વી છે તો નવો શબ્દ વી ઉપરથી લઇ શકાય)

હવે દરેકનાં પેપર લઇ પરિક્ષક તેમના શબ્દોનાં સરવાળા કરી જે પ્રથમ 8 વિજેતા હોય તેને શબ્દ સ્પર્ધામાં આગળ લઇ જાય.( ગુણ ગણવાનુ કાર્ય કોમ્પ્યુટર કરે તેવો પ્રોગ્રામ વિકસાવાઈ રહ્યો છે)

હવે આ શબ્દો ના ગુણ કેવી રીતે નક્કી કરવા તે તે વૃંદનાં નેતા ઉપર આધારિત છે તે એક અક્ષરનાં શબ્દ નો એક ગુણ પણ આપી શકે. તેજ પ્રકારે તદ્દન નવો શબ્દનો ઉપયોગ થાય અને પ્રવક્તા તેને દસ ગુણ આપી શકે. અને ગુજરાતી સિવાયની અન્ય ભાષાનો શબ્દ બોલાય તો પરિક્ષક તેના ગુણ શુન્ય કે નકારાત્મક કરી શકે છે.
પહેલા દસ શબ્દ તો સળંગ જશે પણ જેમ તે આગળ ચાલશે તેમ તે કઠીન થતી જશે. વધુ કઠીન બનાવવી હોય તો શબ્દ સાથે અર્થ પણ દાખલ કરી શકાય.
એક અક્ષર જે શબ્દ તરીકે રજુ થાય તેના દસ માર્ક
બે અક્ષરના બે  ત્રણ ના ત્રણ તે રીતે મહત્તમ 10 અક્ષરના શબ્દ સુધી જઇ શકાય
દરેક સ્પર્ધક એકાક્ષરી શબ્દ અને લાંબા શબ્દો યાદ રાખવા મથશે..અહીં કસોટી એ છે કે જ્યારે વારો આવ્યો ત્યારે તે અક્ષર નો શબ્દ યાદ આવે તે જીતે.

શબ્દ સ્પર્ધા

વિજેતા 8 સ્પર્ધકોમાંથી બે ટુકડી થશે
અને તેમને દસ શબ્દો કોમ્પ્યુટર દ્વારા પુછવામાં આવશે જે શબ્દનો અર્થ કહેવાનો છે
( અઘરી સ્પર્ધા બનાવવા અહીં  સાચો ઉચ્ચાર ઉમેરી શકાય અથવા શબ્દ પ્રયોગ માંગી શકાય. એક શબ્દ નાં અહીં પાંચ ગુણ આપી શકાય 3 સાચા અર્થના 2 સાચા ઉચ્ચારના. ) આ સ્પર્ધામાં 20% અઘરા શબ્દો હશે. વિશાલ આ 8 પ્રશ્ન પત્રો કોમ્પ્યુટર દ્વારા પુછશે કે જેથી વેરો આંતરો કે તેવી કોઇ ફરિયાદ ન આવે. જે ટુકડી વિજેતા બની તેની ફરીથી બે ટીમ બનશે ( ઉદાહરણ )

શબ્દ સ્પર્ધા અતિમ તબક્કામાં

હવે સ્ટેજ ઉપર ચાર સ્પર્ધકો છે  અને તેમને ફરી થી દસ શબ્દો પુછાશે. જેમા 40% અઘરા શબ્દો હશે અત્રે શબ્દનો અર્થ ઉચ્ચાર કે જોડણી અને શબ્દ પ્રયોગ હશે.દરેક શબ્દનાં દસ ગુણ હશે સાચા અર્થનાં 3 સાચી જોડણીનાં 3 અને શબ્દ પ્રયોગનાં 4.

વિજેતા ટુકડી હવે શબ્દ નિષ્ણાત થવા એક મેકને શબ્દ પુછશે અને પ્રતિસ્પર્ધકે શબ્દ ના અર્થ ઉચ્ચાર અને શબ્દ પ્રયોગ બતાવવાના છે. ( આયોજક ધારે તો કોમ્પ્યુટરની મદદ લૈ શકે અને ન ચાહે તો પ્રતિસ્પર્ધકોને કસોટીની એરણ પર ઉતરવાનો અધિકાર આપે.) લઘુત્તમ દસ શબ્દ અને મહત્તમ જ્યાં સુધી વિજેતા નક્કી ન થાય ત્યાં સુધી આ ચાલી શકે.

ભગવદ ગો મંડળ  કોઇ પણ વિવાદના પ્રસંગે જોઇ શકાય અને સ્પર્ધાનાં સંચાલક્નો નિર્ણય હંમેશા અંતિમ ગણાશે.

કાનામાત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ

July 30th, 2009 Posted in Uncategorized

શબ્દસ્પર્ધાનો એક અન્ય પ્રકાર જ્યાં સ્પર્ધકને નીયત સમયમાં ૧૦ શબ્દો આપવા કહેવાય છે. અત્રે નીયત સમયમાં સાચા શબ્દો તેમને તે પ્રકારે ગુણો અપાવે છે. આ જ પ્રકારે ત્રણ અક્ષર પાંચ અક્ષર કે જે વૈવિધ્ય કલ્પી શકાય તે રીતે રમીને માતભાષાને મજબુત કરી શકાય છે

શબ્દ           અર્થ

કરસન ભગવાન નું નામ
નટખટ તોફાની છોકરો
દસરથ રાજા રામના પિતાજી
કરવત સુથારનું લાકડુ કાપવાનુ સાધન્
મલમલ મુલાયમ જાતનું કપડુ
બચપણ જીવનનો પહેલો તબક્કો
ગળપણ મીઠો સ્વાદ
અકબર મોગલ બાદશાહ
કરજણ એક ગામનું નામ
ટમટમ ફરસાણનું નામ
પરવળ શાકનું નામ્
દફતર બાળક જે શાળામાં લઈને જાય
નટવર ભગવાન નું નામ
ઘડપણ પાછલી અવસ્થા
ડમડમ કલકત્તા નુ એરપોર્ટ
બખતર સુરક્ષા કવચ
શરબત મીઠું પીણું
કળતર વેદના, પીડા
ઝરમર ધીમો વરસતો વરસાદ
મગદળ કસરતનું એક સાધન્
સરકસ બાળકોનાં મનોરંજન નાં ખેલો
ચણતર બાંધકામ નો પાયો
જડતર દાગીનામાં જડાતી વસ્તુ
વણકર કાપડ વણતી જાતી
અજગર સાપનો પ્રકાર
પડતર બીન ઉપજાઉ જમીન
મબલખ સારી ઉપજ
શતદલ સો નો સમુહ
ચળવળ નિર્ધારીત ધ્યેય સાથે ચાલતી ગતિવિધી
મરકટ વાનર
કલરવ પક્ષીઓનાં અવાજો
ભણતર ભણવું તે
રડમસ રોતલ ચહેરો
કસરત કવાયત

શબ્દાક્ષરી -આમ પણ રમાય…વિજય શાહ્

July 21st, 2009 Posted in Uncategorized

શબ્દાક્ષરી

મારા મનમાં આ શબ્દ રમત આ રીતે રમાય..(પ્રયોગાત્મક સુચનો આવકાર્ય છે.)
એકાક્ષરી શબ્દ નાં ૧૦ ગુણ
બેઅક્ષરી શબ્દનાં ૨ ગુણ
ત્રીઅક્ષરી શબ્દના ૩ ગુણ
ચાર અક્ષરી શબ્દનાં ૪ ગુણ
એજ પ્રકારે જેટલા અક્ષરનો શબ્દ તેટલા ગુણ મહત્તમ ૯ ગુણ
શબ્દ આપ્યા પછી અર્થ ના આવડે તો એક ગુણ કપાય અને જે સાચો અર્થ કહે તેને તે ગુણ મળે
૮ સ્પર્ધકો, બે ટુકડી એક ગણક નિષ્ણાત અને એક નિર્ણાયક- સમય ૧૫ મીનીટ કે મહત્તમ ૨૦૦ શબ્દો

ઉદાહરણ તરીકે બે ટુકડીઓમાં ૮ સ્પર્ધકો છે

Ream more »

ગુજરાતી શબ્દ સ્પર્ધા-૧-

May 24th, 2009 Posted in શબ્દ

ગુજરાતી ને ટકાવી રાખવા મથતા દરેક ગુજરાતી પ્રેમીઓ માટે એક રમત તૈયાર કરી છે  અને તે છે ગુજરાતી શબ્દ સ્પર્ધા.
હેતૂઃ- ગુજરાતી ભાષા લોક્ભોગ્ય બને દીર્ઘાયુ બને તેવી વાતો કરતા દરેક્ને એક શસ્ત્ર આપવું છે.
અંગ્રેજી વિશ્વ ભાષા કેમ બની અને તેના કારણોને ચકાસતા સ્ફુરેલી આ વાત છે.
અંગ્રેજોમાં તે સમયે કે જ્યારે વિશ્વભરમાં તેમનો સુરજ તપતો હતો ત્યારે તેમણે એક વિષ (myth)તૈયાર કર્યુ કે.. જે અંગ્રેજી જાણે છે તે વિશ્વમાં આઝાદ ફરી શકે છે. વળી તેમની પાસે કારકુનોની કમી હતી તેથી જે દેશમાં રાજ્ય કરે ત્યાં શાળામાં એક ભેદ દાખલ કરે..અંગ્રેજી શીખવા બહુ મહેનત કરવી પડે જેથી વિદ્યાર્થી અને શિક્ષકો બંને તે શીખવા અને શીખવાડવા ખુબ મહેનત કરે. અને તે મહેનતનો એક પ્રકાર છે Spell Bee.
આપણે ગુજરાતીઓ કે જે પૈસાનું મુલ્ય અન્ય દરેક વસ્તુ થી વધારે માનીયે કે સમજીયે તેથી આપણી ભાષા ઉપર ધ્યાન રાખવાને બદલે જ્યાં જઈએ તે ભાષા ને મહત્વ વધારે આપે.
આજે આપણે આખા વિશ્વમાં વસીયે છિયે અને આખાવિશ્વની ભાષાઓ જણીયે છે અને કદાચ આપણી માતૃભાષા વિશે એવુ કોઇ ગર્વ દેખાતુ નથી માટે આપણને ગુજરાતી માધ્યમની શાળા બંધ થાય તો મા મરી ગઈ હોય તેવું દુઃખ નથી થતુ.
મને તે થાય છે માટે મેં તે ભાષાને મજબુત કરવા તેજ ઉપાયો અજમાવવા યોગ્ય સમજ્યા જે અંગ્રેજોએ અંગ્રેજી માટે કર્યા હતા.
ગુજરાતી શબ્દ સ્પર્ધા.. ઘણી બધી રીતે થઈ શકે છે.
જેમાં સંસ્થા માટે પૈસા ભેગા થઈ શકે છે

વિગતે માહીતિ માટે www.shabdaspardha.gujaratisahityasarita.org  અને www.vijayshah.wordpress.com જુઓ
શબ્દ સ્પર્ધાનાં શબ્દ પેપર માટે vishal.monpara@yahoo.com નો સંપર્ક કરવો

જયંત પટેલ ( કો ઓર્ડીનેટર) અને સુરેશ બક્ષી ( એસોસીયેટ કો ઓર્ડીનેટર)

ગુજરાતી શબ્દ સ્પર્ધા કેવી રીતે રમાય?

May 2nd, 2009 Posted in Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતા અમેરિકાનાં તથા વિશ્વનાં જેટલા ગુજરાતી સમાજ અને ગુજરાતી પ્રધાન સંગઠનો છે તેમને વિનંતી કરે છે કે તેમના સમાજ કે સંગઠનમાં ત્રણ સ્તરે આ સ્પર્ધા રમે

૧૫ વર્ષ થી ૨૫ વર્ષ ( કિશોર ગુજરાતી વર્ગ)

૨૬ વર્ષ થી ૪૫ વર્ષ  ( યુવા ગુજરાતી વર્ગ )

૪૬ થી ૯૫ વર્ષ ( સંપૂર્ણ ગુજરાતી વર્ગ)

સ્પર્ધામાં ભાગ લેવા જે તે સંગઠન નાં વડાએ તેમનો હોદ્દો અને ઇમેલ દ્વારા પોતાનો રસ જણાવવાનો છે. e mail address vishal_monapara@yahoo.com. અને/ કે  vijaykumar.shah@gmail.com

પ્રારંભીક તબક્કે ત્રણેય વર્ગમાં લઘુત્તમ ૧૨ સભ્યો ભાગ લેતા હોય તે જરૂરી છે..

ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે કોઇ તૈયારી ની જરુર નથી હોતી. જેમ ફીલ્મી અંતાક્ષરી રમવા માટે જરુર હોતી નથી

ત્રણ પ્રકારે આ રમતો રમી શકાય છે

૧. શબ્દ અંતાક્ષરી જેમાં ૪ સભ્યોની ત્રણ ટુકડીઓ ભાગ લે જે ટુકડી નિર્ધારીત દસ સેકંડમાં જબવાબ ના અપે તે સ્પર્ધામાં થી નીકળી જાય્ છેલ્લે બચેલી ટુકડી ના ચાર સભ્યો ની બે ટુકડી બને  અને વિજેતા ટુકડીનાં બે સભ્યો વચ્ચે છેલ્લી સ્પર્ધા થાય તે વિજેતા શબ્દ નિષ્ણાત બને

૨. શબ્દ આપો અને અર્થ કહો જેમાં ૪ સભ્યોની ત્રણ ટુકડીઓ ભાગ લે જે ટુકડી નિર્ધારીત દસ સેકંડમાં જબવાબ ના અપે તે સ્પર્ધામાં થી નીકળી જાય્ છેલ્લે બચેલી ટુકડી ના ચાર સભ્યો ની બે ટુકડી બને  અને વિજેતા ટુકડીનાં બે સભ્યો વચ્ચે છેલ્લી સ્પર્ધા થાય તે વિજેતા શબ્દ નિષ્ણાત બને

૩. શબ્દ આપો અર્થ કહો અને શબ્દ પ્રયોગ કરો જેમાં ૪ સભ્યોની ત્રણ ટુકડીઓ ભાગ લે જે ટુકડી નિર્ધારીત દસ સેકંડમાં જબવાબ ના અપે તે સ્પર્ધામાં થી નીકળી જાય્ છેલ્લે બચેલી ટુકડી ના ચાર સભ્યો ની બે ટુકડી બને  અને વિજેતા ટુકડીનાં બે સભ્યો વચ્ચે છેલ્લી સ્પર્ધા થાય તે વિજેતા શબ્દ નિષ્ણાત બને.

પ્રતિસ્પર્ધકોના કથન ને મુલવવા માટે બને તો ગુજરાતી શીખવતા શિક્ષકને પરિક્ષક બનાવવા.

વિશાલ મોણપરા સ્પર્ધાનાં આગલા દિવસે ઇ મેલ દ્વારા આપને બીજા અને ત્રીજા પ્રકાર માટે શબ્દો મોકલશેુ

ગુજરાતી શબ્દ સ્પર્ધા જ્યાં પણ થાય ત્યાં માતૃભાષાની સેવા છે…યાદ રહે આ કોઇ રાજકરણ નથી.. આ કોઇ દેખા દેખી નથી.. આ માતૃભાષા પ્રત્યેની નિષ્ઠા દેખાડવાનો પ્રયત્ન છે

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા માન્ય સાર્થ ગુજરાતી શબ્દ કોષ અને ભગવદ્ગોમંડલની બે વેબ સાઈટ www.bhagavadgomandal.com & www.bhagavadgomanadalonline.com લોકભોગ્ય બનાવવાની શુભ નિષ્ઠા થકી માતૃભાષાને પ્રણામ કરવાનો પ્રયત્ન છે. જેટલા વેબ મિત્રો અને બ્લોગર મિત્રો શબ્દ સંશોધન કરતા હતા તે સૌ એક અવાજે કહે છે આ કામ કરવાની ખુબ મઝા આવી અને ઘણું નવું જાણવા મળ્યુ.

જ્યાં જ્યાં આ શબ્દ સ્પર્ધા રમાશે તે સ્પર્ધકો અને આ પ્રયોગ માણનારો શ્રોતા વર્ગ પણ ગુજરાતી શબ્દો થી પ્રકાશીત થશે. સંશોધન દ્વારા ભેગા થયેલા શબ્દો www.shabdaspardha.gujaratisahityasarita.org તથા www.vijayshah.wordpress ઉપર જોવા મળશે. આ સતત સંશોધન માંગતો પ્રયોગ છે તેમા સુચનો અને સક્રીય ભાગ લેવા આમંત્રણ.

ગુજરાતી શબ્દ સ્પર્ધા-

April 9th, 2009 Posted in શબ્દ

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનનાં ગુજરાતી ચાહકોની અને ચાહકો વતી ચાલતી સંસ્થા છે. જેનો મુખ્ય ધ્યેય ગુજરાતી ભાષાનાં સંવર્ધનનો છે અને તે કાર્ય છેલ્લા સાત વર્ષોથી વિવિધ પ્રકારે ચાલી રહ્યું છે. ગુજરાતી શબ્દ સ્પર્ધા તેવો એક વિશ્વસ્તરીય સંન્નિષ્ઠ પ્રયાસ જે દ્વારા થશે શબ્દ સાધના અને તેની રમત.

અત્રેનાં સંચયમાં મુખ્યત્વે સાર્થ જોડણી અને ભગવદ્ગોમંડળ જ્ઞાનકોશનો ઉપયોગ કરેલો છે.તે બંન્ને સંસ્થાનો હાર્દિક આભાર.-

વિજયભાઈ શાહ,  દેવિકાબેન ધ્રુવ, રસેશ દલાલ, પ્રવિણાબેન કડકીયા, કીરિટ ભક્તા,અને સરયૂબેન પરીખ જેવા બ્લોગર મિત્રોનાં ઉત્સાહથી અને વિશાલ મોણપરાની તકનીકિ સહાયથી આ ગુજરાતી શબ્દ સ્પર્ધાનો પ્રયોગ  ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં ઊજાણી દરમ્યાન થશે તે જણાવતા અમને ઘણો  આનંદ થાય છે.

કોઈ પણ ગુજરાતી સમાજ કે ગુજરાતી સંગઠન આ સ્પર્ધા મુકવા માંગે તો એક સૌથી મોટૉ ફાયદો છે અને તે સ્પર્ધકો સાથે સભ્યોનું પણ ગુજરાતી શબ્દ ભંડોળ વધે છે. જે કોઈ કમીટીમાં મુખ્ય હોય તે આ રીતે જે તે જુદી ઉંમરનાં વિભાગમાં સક્રિય થતા હોય તેઓ ને એક અક્ષર ફાળવી તેના અજાણ્યા અને ગુજરાતી શબ્દો અર્થ્ અને શબ્દ પ્રયોગનું ભંડોળ ભેગુ કરે. દરેક અક્ષરનાં ૨૦ શબ્દો તેના અર્થ અને શબ્દપ્રયોગ તરીકે ભેગા કરે (વ્યંજન અને સ્વરોને ભેગા કરીયે તો ૩૯ -૪૦ થાય) હવે દરેક અક્ષરનાં ૨૦ શબ્દો ભેગા કરીયે તો ૮૦૦ જેટલા શબ્દોનું ભંડોળ થાય.

આ શબ્દ ભંડોળ લઘુત્તમ ૧૨ અને વધુ માં વધુ ૪૦ સ્પર્ધકો માટે જરુરી શબ્દભંડોળ  બની શકે.

ગુજરાતી સાહિત્ય સરિતા ઊજાણી દરમ્યાન આ સ્પર્ધા રમનાર છે. અને આવુ શબ્દ ભંડોળ અત્યારે એકત્રીત થઈ રહ્યું છે. જો કે આવુ ભંડોળ્ બે કે પાંચ સભ્યો પણ કરી શકે પણ તેમ કરવાથી સમુહ રમતો જે ઉજાણીમાં રમાતી હોય છે તેનો હેતુ મરી જતો હોય છે.

વિશાલે રેંડમ સીલેક્શન માટે તે શબ્દભંડોળમાંથી સ્પર્ધક દીઠ ૨૦ શબ્દો શોધવાનો એક નાનો સોફ્ટ્વેર બનાવ્યો છે.

શબ્દ દીઠ ૫ ગુણ છે જેમા શબ્દનાં સાચા અર્થ માટે ૨ ગુણ શબ્દ પ્રયોગ માટે ૩ ગુણ છે.

સ્પર્ધકે તેના ભાગે આવેલ ગુજરાતી શબ્દનો અર્થ અને શબ્દ પ્રયોગ રજુ કરવાનો છે શબ્દપ્રયોગ દરમ્યાન ઉચ્ચાર દોષ જણાય તો જોડણી એક પર્યાય બની શકે છે.

વિવાદનાં પ્રસંગોમાં પરિક્ષકો ભગવદ ગોમંડળનાં શબ્દોને સત્ય માનશે.

ગુજરાતી સાહિત્ય સરિતામાં અત્યારે દરેક સભ્યોને તેમના નામનાં પ્રથમ અક્ષર અને અટકનાં પ્રથમ અક્ષર પ્રમાણે ૨૦ અજાણ્યા શબ્દો ભગવદ ગોમંડળ ઉપરથી શોધવાનું ઈજન અપાયુ છેો

ઓસ્ટીન નિવાસી દિલીપભાઇ પરીખનું ચિત્ર બ્લોગ ટાઈટલમાં વાપરવાની અનુમતિ બદલ તેમનો આભાર

એક વધુ આભાર માનવાનો છે અને તે બ્લોગર મિત્રોનો.. કાંતિભાઈ કરસાળા બહુજ સક્રિય રહી શબ્દ સંશોધનમાં અને અન્ય બ્લોગર મિત્રોને આ પૂર્વ તૈયારીમાં તૈયાર કરવામાં ઘણો જ સક્રિય ફાળો આપી રહ્યા છે.

 જયંત પટેલ ( કો ઓર્ડીનેટર) અને સુરેશ બક્ષી ( એસોસીયેટ કો ઓર્ડીનેટર)

Meta

Recent Posts

Recent Comments

Pages

Categories

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.