કાનામાત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ
શબ્દસ્પર્ધાનો એક અન્ય પ્રકાર જ્યાં સ્પર્ધકને નીયત સમયમાં ૧૦ શબ્દો આપવા કહેવાય છે. અત્રે નીયત સમયમાં સાચા શબ્દો તેમને તે પ્રકારે ગુણો અપાવે છે. આ જ પ્રકારે ત્રણ અક્ષર પાંચ અક્ષર કે જે વૈવિધ્ય કલ્પી શકાય તે રીતે રમીને માતભાષાને મજબુત કરી શકાય છે
શબ્દ અર્થ
| કરસન | ભગવાન નું નામ |
| નટખટ | તોફાની છોકરો |
| દસરથ | રાજા રામના પિતાજી |
| કરવત | સુથારનું લાકડુ કાપવાનુ સાધન્ |
| મલમલ | મુલાયમ જાતનું કપડુ |
| બચપણ | જીવનનો પહેલો તબક્કો |
| ગળપણ | મીઠો સ્વાદ |
| અકબર | મોગલ બાદશાહ |
| કરજણ | એક ગામનું નામ |
| ટમટમ | ફરસાણનું નામ |
| પરવળ | શાકનું નામ્ |
| દફતર | બાળક જે શાળામાં લઈને જાય |
| નટવર | ભગવાન નું નામ |
| ઘડપણ | પાછલી અવસ્થા |
| ડમડમ | કલકત્તા નુ એરપોર્ટ |
| બખતર | સુરક્ષા કવચ |
| શરબત | મીઠું પીણું |
| કળતર | વેદના, પીડા |
| ઝરમર | ધીમો વરસતો વરસાદ |
| મગદળ | કસરતનું એક સાધન્ |
| સરકસ | બાળકોનાં મનોરંજન નાં ખેલો |
| ચણતર | બાંધકામ નો પાયો |
| જડતર | દાગીનામાં જડાતી વસ્તુ |
| વણકર | કાપડ વણતી જાતી |
| અજગર | સાપનો પ્રકાર |
| પડતર | બીન ઉપજાઉ જમીન |
| મબલખ | સારી ઉપજ |
| શતદલ | સો નો સમુહ |
| ચળવળ | નિર્ધારીત ધ્યેય સાથે ચાલતી ગતિવિધી |
| મરકટ | વાનર |
| કલરવ | પક્ષીઓનાં અવાજો |
| ભણતર | ભણવું તે |
| રડમસ | રોતલ ચહેરો |
| કસરત | કવાયત |
No Comments