
![[spelling-bee-isllustration.jpg]](data:image/svg+xml,%3Csvg%20xmlns='http://www.w3.org/2000/svg'%20viewBox='0%200%20508%20342'%3E%3C/svg%3E)
શબ્દ અંતાક્ષરી એ warm up exercise છે અને તેના દ્વારા elimination of participant પણ થાય છે.
વૃંદમાં બધાને એક સાથે બેસાડીને નંબર સાથે કાગળ આપવાના અને દરેક જે શબ્દ બોલે તે શબ્દ લખવાનો. આ રમત ધારોકે 20 જણા હાજર છે તો તે દરેકને કુલ્લે વીસ શબ્દ બોલવાના છે અને તે અંતાક્ષરીની પધ્ધતી થી…એટલે કે પ્રવક્તા એક શેર કહે તેનો છેલ્લો અક્ષર ધારો કે હ આવ્યો તો તે કહે હાસ્ય અને તેના કાગળ ઉપર લખે હાસ્ય તેની પછીના પ્રતિસ્પર્ધકે ય ઉપર શબ્દ કહેવાનો એટલે કે યશસ્વી અને તે કાગળ ઉપર લખે હવે પછીના સ્પર્ધકને વ આવ્યો તે બોલે વાયરો આ આવર્તન 20 શબ્દો સુધી ચાલે એટલેકે 400 શબ્દો બોલાય.( સ્પર્ધાને કઠીન બનાવવી હોય તો યશસ્વીમાં છેલ્લો શબ્દ વી છે તો નવો શબ્દ વી ઉપરથી લઇ શકાય)
હવે દરેકનાં પેપર લઇ પરિક્ષક તેમના શબ્દોનાં સરવાળા કરી જે પ્રથમ 8 વિજેતા હોય તેને શબ્દ સ્પર્ધામાં આગળ લઇ જાય.( ગુણ ગણવાનુ કાર્ય કોમ્પ્યુટર કરે તેવો પ્રોગ્રામ વિકસાવાઈ રહ્યો છે)
હવે આ શબ્દો ના ગુણ કેવી રીતે નક્કી કરવા તે તે વૃંદનાં નેતા ઉપર આધારિત છે તે એક અક્ષરનાં શબ્દ નો એક ગુણ પણ આપી શકે. તેજ પ્રકારે તદ્દન નવો શબ્દનો ઉપયોગ થાય અને પ્રવક્તા તેને દસ ગુણ આપી શકે. અને ગુજરાતી સિવાયની અન્ય ભાષાનો શબ્દ બોલાય તો પરિક્ષક તેના ગુણ શુન્ય કે નકારાત્મક કરી શકે છે.
પહેલા દસ શબ્દ તો સળંગ જશે પણ જેમ તે આગળ ચાલશે તેમ તે કઠીન થતી જશે. વધુ કઠીન બનાવવી હોય તો શબ્દ સાથે અર્થ પણ દાખલ કરી શકાય.
એક અક્ષર જે શબ્દ તરીકે રજુ થાય તેના દસ માર્ક
બે અક્ષરના બે ત્રણ ના ત્રણ તે રીતે મહત્તમ 10 અક્ષરના શબ્દ સુધી જઇ શકાય
દરેક સ્પર્ધક એકાક્ષરી શબ્દ અને લાંબા શબ્દો યાદ રાખવા મથશે..અહીં કસોટી એ છે કે જ્યારે વારો આવ્યો ત્યારે તે અક્ષર નો શબ્દ યાદ આવે તે જીતે.
શબ્દ સ્પર્ધા
વિજેતા 8 સ્પર્ધકોમાંથી બે ટુકડી થશે
અને તેમને દસ શબ્દો કોમ્પ્યુટર દ્વારા પુછવામાં આવશે જે શબ્દનો અર્થ કહેવાનો છે
( અઘરી સ્પર્ધા બનાવવા અહીં સાચો ઉચ્ચાર ઉમેરી શકાય અથવા શબ્દ પ્રયોગ માંગી શકાય. એક શબ્દ નાં અહીં પાંચ ગુણ આપી શકાય 3 સાચા અર્થના 2 સાચા ઉચ્ચારના. ) આ સ્પર્ધામાં 20% અઘરા શબ્દો હશે. વિશાલ આ 8 પ્રશ્ન પત્રો કોમ્પ્યુટર દ્વારા પુછશે કે જેથી વેરો આંતરો કે તેવી કોઇ ફરિયાદ ન આવે. જે ટુકડી વિજેતા બની તેની ફરીથી બે ટીમ બનશે ( ઉદાહરણ )
શબ્દ સ્પર્ધા અતિમ તબક્કામાં
હવે સ્ટેજ ઉપર ચાર સ્પર્ધકો છે અને તેમને ફરી થી દસ શબ્દો પુછાશે. જેમા 40% અઘરા શબ્દો હશે અત્રે શબ્દનો અર્થ ઉચ્ચાર કે જોડણી અને શબ્દ પ્રયોગ હશે.દરેક શબ્દનાં દસ ગુણ હશે સાચા અર્થનાં 3 સાચી જોડણીનાં 3 અને શબ્દ પ્રયોગનાં 4.
વિજેતા ટુકડી હવે શબ્દ નિષ્ણાત થવા એક મેકને શબ્દ પુછશે અને પ્રતિસ્પર્ધકે શબ્દ ના અર્થ ઉચ્ચાર અને શબ્દ પ્રયોગ બતાવવાના છે. ( આયોજક ધારે તો કોમ્પ્યુટરની મદદ લૈ શકે અને ન ચાહે તો પ્રતિસ્પર્ધકોને કસોટીની એરણ પર ઉતરવાનો અધિકાર આપે.) લઘુત્તમ દસ શબ્દ અને મહત્તમ જ્યાં સુધી વિજેતા નક્કી ન થાય ત્યાં સુધી આ ચાલી શકે.
ભગવદ ગો મંડળ કોઇ પણ વિવાદના પ્રસંગે જોઇ શકાય અને સ્પર્ધાનાં સંચાલક્નો નિર્ણય હંમેશા અંતિમ ગણાશે.