શબ્દાક્ષરી -આમ પણ રમાય…વિજય શાહ્
શબ્દાક્ષરી
એકાક્ષરી શબ્દ નાં ૧૦ ગુણ
બેઅક્ષરી શબ્દનાં ૨ ગુણ
ત્રીઅક્ષરી શબ્દના ૩ ગુણ
ચાર અક્ષરી શબ્દનાં ૪ ગુણ
એજ પ્રકારે જેટલા અક્ષરનો શબ્દ તેટલા ગુણ મહત્તમ ૯ ગુણ
શબ્દ આપ્યા પછી અર્થ ના આવડે તો એક ગુણ કપાય અને જે સાચો અર્થ કહે તેને તે ગુણ મળે
૮ સ્પર્ધકો, બે ટુકડી એક ગણક નિષ્ણાત અને એક નિર્ણાયક- સમય ૧૫ મીનીટ કે મહત્તમ ૨૦૦ શબ્દો
ઉદાહરણ તરીકે બે ટુકડીઓમાં ૮ સ્પર્ધકો છે
| શબ્દ ટુકડી ૧ | ગુણ | વિશેશતા | શબ્દ ટુકડી ૨ | ગુણ |
| હું | ૧૦ | હાસ્ય | ૩ | |
| યશસ્વી | ૪ | વિતરાગ | ૪ | |
| ગા | ૧૦ | ગર્ભશ્રીમંત | ૫ | |
| તસ્વીરકાર | ૬ | રમતીયાળ | ૫ | |
| લબ્ધીવાન (ળ નો લ થાય તેથી ) | ૫ | નરોત્તમપ્રસાદ્ | ૭ | |
| દિ’ | ૧૦ | દાનવીર | ૪ | |
| રા’ | ૧૦ | રે! | ૧૦ | |
| રોતલ્ | ૩ | લખોટીઓ | ૪ | |
| આ | ૧૦ | એ | ૧૦ | |
| અપારદર્શક્ | ૬ | નવો શબ્દ | કુઢંતર | ૪ |
| રો | ૧૦ | રોકકકળ | ૫ | |
| લહીયો | ૩ | યતીન | ૩ | |
| ના | ૧૦ | નાજુકડી | ૪ | |
| ડગલું | ૩ | લાક્ષાગૃહ | ૪ | |
| હા | ૧૦ | હૂંડીયામણ | ૫ | |
| નયનસુખ્ | ૫ | ખારેકપાક | ૫ | |
| કનક્ | ૩ | કાં? | ૧૦ | |
| કેવળ | ૩ | લતિકા | ૩ | |
| કહ્યાગરો | ૪ | રજકો | ૩ | |
| કાળોતરો | ૪ | અરબી શબ્દ્ | રૂમાલ્ | ૦ |
| લાજવંતી | ૪ | નવો શબ્દ | તૈલાભ્યંગ | ૫ |
| ગંધાર | ૩ | રસિક | ૩ | |
| કલમકાર | ૫ | રસેશ | ૩ | |
| શરદ | ૩ | દીનેશ | ૩ | |
| શશીવદન | ૫ | નૃસિંહ | ૪ | |
| હળવદ | ૪ | દે | ૧૦ | |
| દા | ૧૦ | નવો શબ્દ્ | દુર્વિનિયોગ | ૬ |
| ગ | ૧૦ | નવો શબ્દ | ગરભોળું | ૪ |
જીતતી અને હારતી બંને ટુકડીમાં થી સૌથી વધુ અજાણ્યા શબ્દો આપતા સ્પર્ધક્નું બહુમાન.
અત્રે સ્પર્ધક ટુકડી ૧ જીતતી દેખાય છે પણ સ્પર્ધક ટુકડી ૨ નવા શબ્દો વધુ વાપરે છે. અરબી શબ્દ રૂમાલનો શબ્દ તેમને ૦ ગુણ અપાવી ગયો
શબ્દ સ્પર્ધા
બે સ્પર્ધકો કે જે સૌથી અજાણ્યા શબ્દો કહી વિજેતા બન્યા છે તેમને બે સહયોગી લઈને સ્પર્ધl ૨ માં જવાનું છે
જેમાં શબ્દ પુછવામાં આવશે તેનો અર્થ અને શબ્દપ્રયોગ કરવાનો છે.
દરેકને ૨૦ શબ્દ પુછાશે અર્થ જેમણે આપ્યો હોય તેના સાથીદારે શબ્દપ્રયોગ કરવાનો છે.
અંતિમ તબક્કો
વિજેતા બે સ્પર્ધકો એક બીજાને એક શબ્દ આપે અને પ્રતિસ્પર્ધકે એક થી વધુ અર્થ આપવાના…જે અર્થો વધુ આપે તે વિજેતા થઈ શબ્દ નિષ્ણાત જાહેર થાય
તમને આ સ્પર્ધામાં ભાગ લેવો છે?
વધુ વિગતો જોઇએ છે?
અમારી ટુક્ડી તૈયાર થઈ જશે.
spardha jani ane mani