કાનામાત્રા વગરનાં ચાર અક્ષરી શબ્દો -નીલા નવિન શાહ
શબ્દસ્પર્ધાનો એક અન્ય પ્રકાર જ્યાં સ્પર્ધકને નીયત સમયમાં ૧૦ શબ્દો આપવા કહેવાય છે. અત્રે નીયત સમયમાં સાચા શબ્દો તેમને તે પ્રકારે ગુણો અપાવે છે. આ જ પ્રકારે ત્રણ અક્ષર પાંચ અક્ષર કે જે વૈવિધ્ય કલ્પી શકાય તે રીતે રમીને માતભાષાને મજબુત કરી શકાય છે
શબ્દ અર્થ
કરસન | ભગવાન નું નામ |
નટખટ | તોફાની છોકરો |
દસરથ | રાજા રામના પિતાજી |
કરવત | સુથારનું લાકડુ કાપવાનુ સાધન્ |
મલમલ | મુલાયમ જાતનું કપડુ |
બચપણ | જીવનનો પહેલો તબક્કો |
ગળપણ | મીઠો સ્વાદ |
અકબર | મોગલ બાદશાહ |
કરજણ | એક ગામનું નામ |
ટમટમ | ફરસાણનું નામ |
પરવળ | શાકનું નામ્ |
દફતર | બાળક જે શાળામાં લઈને જાય |
નટવર | ભગવાન નું નામ |
ઘડપણ | પાછલી અવસ્થા |
ડમડમ | કલકત્તા નુ એરપોર્ટ |
બખતર | સુરક્ષા કવચ |
શરબત | મીઠું પીણું |
કળતર | વેદના, પીડા |
ઝરમર | ધીમો વરસતો વરસાદ |
મગદળ | કસરતનું એક સાધન્ |
સરકસ | બાળકોનાં મનોરંજન નાં ખેલો |
ચણતર | બાંધકામ નો પાયો |
જડતર | દાગીનામાં જડાતી વસ્તુ |
વણકર | કાપડ વણતી જાતી |
અજગર | સાપનો પ્રકાર |
પડતર | બીન ઉપજાઉ જમીન |
મબલખ | સારી ઉપજ |
શતદલ | સો નો સમુહ |
ચળવળ | નિર્ધારીત ધ્યેય સાથે ચાલતી ગતિવિધી |
મરકટ | વાનર |
કલરવ | પક્ષીઓનાં અવાજો |
ભણતર | ભણવું તે |
રડમસ | રોતલ ચહેરો |
કસરત | કવાયત |