ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » ઉ-ઊ

ઉ-ઊ

શબ્દ સંશોધનઃ કાંતીભાઈ કરસાળા

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

ઉંગન

ઝોલાં ખાવાં તે.

કેટલાક ને વાતવાતમાં ઉંગનની આદત હોય છે.

2

ઉંગળ

(ભીલી ) સ્નાન; નાવણ.

રોજ ઉંગળ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

3

ઉંગ્ની

સુસ્તી; આળસ

ઉંગ્ની ત્યજી, શ્રમ કરો, સમૃદ્ધિ મેળવો.

4

ઉંછ

ભિક્ષા

માતા અનુરાધા પાસે બાળ સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ઉંછ માટે પધાર્યાં.

5

ઉંજલ

ખોબો; પોશ

લગ્ન પ્રસંગે વર કન્યાને ઉંજલ ભરી કંસાર પીરસાય છે.

6

ઉંદુક

થાળી.

ઉંદુક માં જરૂર પૂરતું જ ભોજન લો.

7

ઉંદેણ

ઈંઢોણી.

ઉંદેણ પર બેડલું પનિહારી ચાલી પાણી ભરવા.

8

ઉકબા

પરિણામઅંત   બીજી દુનિયા; સ્વર્ગ.

કોઈ પણ કાર્ય કરતાં તેનાં ઉકબાનો વિચાર કરો.

9

ઉકમાવું

નિમણૂક કરવી

સરકારે મુખ્ય ચુંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની ઉકમાવ કરી.

10

ઉકરસ

ચડતી

જીવનમાં ઉકરસ-પડતી આવ્યા જ કરે.

11

ઉકરાટુ

અભિમાની; ગર્વિષ્ઠ. અવળું; ઊંધું

રાવણ કેવો ઉકરાટું હતો !

12

ઉકલા

ડાહ્યા માણસો.

ઉકલાની વાતો હંમેશા માનવી જ જોઈએ.

13

ઉકલાઈ

ઊલટી.

તેની ઉકલાઈ વાતો થી હું તંગ આવી ગયો છું.

14

ઉગ્રભાગી

નસીબદાર; ભાગ્યશાળી.

કાંતિભાઈ બધી રીતે ઉગ્રભાગી છે.

15

ઉઘાડેછોગે

જાહેરમાં

પોલીસે ગુનેગારની ઉઘાડેછોગે ધોલાઈ કરી.

16

ઉચંગ

મૂર્છા.

ભારે ગરમીને કારણે તેની ઉચંગ આવી ગઈ.

17

ઉચકન

આડ; ટેક.

વૃક્ષની ઉચકન લઈ રામે વાલીને માર્યોં.

18

ઉચક્કા

ખીસા કાતરનાર ચોર. બદમાશ; ઉઠાઉગીર. ભિખારી. ચોરી.

રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન જેવાં જાહેર સ્થળે ઉચક્કા થી સાવધાન રહો. એવાં બોર્ડ જોવા મળે છે.

19

ઉચ્ચગોત્ર

કુળ.

રામ શર્મા આચાર્યનું ઉચ્ચગોત્ર ભારદ્વાજ છે.

20

ઉચ્ચટા

ટેવ; આદત.

રામજીભાઈ ઉચ્ચટાથી મજબૂર છે.

21

ઉચ્ચતરુ

નાળિયેરી.

ઉચ્ચતરુ દરિયાકાંઠાના વૃક્ષો છે.

22

ઉચ્ચતા

ઉન્નતિ; ચડતી. ઉમદાપણું; શ્રેષ્ઠતા; મોટાઈ; પ્રૌઢતા. ઊંચાઈ. યોગ્યતા; ગુણ.

તેજોદ્વેશી બીજાની ઉચ્ચતાને સાંખી શક્તો નથી.

23

ઉચ્છિલીંદ્ર

બિલાડીનો ટોપ; ઉચ્છિલીંધ્ર.

ભારતમાં ઉચ્છિલીંદ્રની જેમ પ્રાદેશિક પક્ષો ફૂટી નીકળ્યાં છે.

24

ઉચ્છિષ્ટતા

નાપાકી.

ભારતમાં જૂદા જૂદા સ્થળે ત્રાસવાદીઓ હુમલા કરી કેવી ઉચ્છિષ્ટતા કરે છે.

25

ઉચ્છીર્ષક

ઓશીકું

કેટલાકને માથું રાખવા માટે બે ઉચ્છીર્ષકની ટેવ હોય છે.

26

ઉચ્છુલ્ક

કર અને જકાત વગરનું.

આજે ગુજરાતમાં બધાં શહેરો ઉચ્છુલ્ક છે.

Leave a Reply

Meta

Recent Posts

Recent Comments

Pages

Categories

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.