જ
શબ્દ સંશોધન- કાંતીભાઈ કરશાળા
| 1 | જમાની | બાહેંધરી, જામીનગીરી | બેંકમાં લોન લેવા માટે જમાની આપવી પડે છે. | 
| 2 | જમાપૈમાન | પૂરેપૂરૂ માપ | કપડા સીવડાવવા માટે દરજીને જમાપૈમાન આપવું પડે છે. | 
| 3 | જમાર | જિંદગી | જમાર તે આ દીધી, જીવનમાં હું સમજ્યો નહિં. ઓ દયાળું , આપજે દર્શન મને છેલ્લી ઘડી. | 
| 4 | જમઘટ | ભીડ, ઠઠ, ટોળું | હરદ્વારના કુંભમેળામાં જમઘટ હોય છે. | 
| 5 | જનિતા | પિતા | ઈશ્વરએ સર્વશક્તિમાન જનિતા છે. | 
| 6 | જનિબા | સહાય, મદદ | સરકાર આર્થિક રીતે પછાત લોકોને જનિબા આપે છે. | 
| 7 | જનીબત | સાંઢણી | દશામાના વ્રતમાં જનીબતની પૂજા કરવામાં આવે છે. | 
| 8 | જનેંદ્ર | રાજા | જેનો જનેંદ્ર વેપારી, તેની પ્રજા ભિખારી | 
| 9. | જનેઉ | જનોઈ | બ્રાહ્મણ રક્ષાબંધનના દિવસે જનેઉ બદલાવે છે. | 
| 10 | જદાવિલ | ખાતું | વેપારીને ત્યાં જુદા જુદા ગ્રાહકોના જદાવિલ હોય છે. | 
| 11 | જદિયત | વંશ, પેઢી | કોંગ્રેસમાં આજે પણ જવાહરલાલ નહેરુંના જદિયતનું પ્રભુત્વ છે. | 
| 12 | જદુપુર | મથુરા | શ્રી કૃષ્ણનો જન્મ જદુપુરના કારાવાસમાં થયો હતો. | 
| 13 | જડથું | મૂર્ખ, અડબંગ | એ તો સાવ જડથું છે, એનામાં અક્કલનો છાંટો જ નથી. | 
| 14 | જઘર | જાગરણ | જયા પાર્વતીના વ્રતના દિવસે બહેનો જધર કરે છે. | 
| 15 | જચાઈ | કસોટી | ઈશ્વર દરેક વખતે માણસની જચાઈ કરે છે. | 
| 16 | જગત્સાક્ષી | સૂર્ય | પ્રાણીમાત્રના જીવનનો આધાર જગત્સાક્ષી ઉપર છે. | 
| 17 | જંભારી | ચૂનો | પુનાભાઈ તે જ તમાકું અને જંભારીના બંધાણી છે. | 
| 18 | જંદેઉ | પૂજાની વસ્તુ | જંદેઉ લઈ હું મંદિર ચાલી મારા દેવ વધાવવા. | 
| 19 | જંપાણ | પાલખી | મહામંડલેશ્વરની જંપાણ ભારે ધૂમધામથી નીકળી. | 
| 20 | જયંતી | ઘડપણ, વૃદ્ધાવસ્થા | જયંતીમાં ઉંબરા ડુંગરા થયા અને પાદર થયા પરદેશ. | 
| 21 | જરદ્રિષ | અગ્નિ | વરકન્યાના લગ્ન જરદ્વિષની સાક્ષી એ કરવામાં આવે છે. | 
| 22 | જરન | અજમા, | પાચન માટે જરન શ્રેષ્ઠ છે. | 
| 23 | જરપત | પાચન | જરપત થાય એટલું જ ખાવો અને મોજ માણો. | 
| 24 | જરબ | નુકશાન | કોઈની મિલકતને જરબ પહોંચાડવું તે ગુનો છે. | 
| 25 | જરમાલ | મિલ્કત | કોઈની જરમાલને નુકશાન પહોંચાડવું તે ગુનો છે. | 
| 26 | જરર | ચોટ, આઘાત | એકના એક પુત્રના મૃત્યુથી પિતાને જબરજસ્ત જરર લાગી. | 
| 27 | જરણા | મોક્ષ, મુક્તિ, વખાણ, પ્રશંશા | હરિના જન તો જરણાં ન માગે. પોતાના જરણાં ક્યારેય કરશો નહિં. | 
| 28 | જલગુલ્મ | કાચબો | જલગુલ્મ જળચર અને સ્થળચર એમ બન્ને પ્રકારનું પ્રાણી છે. | 
| 29 | જળનીલિ | સેવાળ | બંધિયાર પાણીમાં જળનીલિ બાજે છે. | 
| 30 | જશવાય | યશ, કીર્તિ | મહાત્મા ગાંધીની જશવાય દિગંતમાં પ્રસરી ગઈ. | 
| 31 | જસુકાર | પ્રખ્યાત | તાજમહેલ આજે પણ દુનિયામાં જસુકાર છે. | 
| 32 | જાઈંઝ | મંજુર, કબૂલ | તમે કહો તે મને જાઈંઝ છે. | 
| 33 | જાઈઝા | તપાસ | નેતાના કૌભાંડની જાઈઝા સી. બી. આઈ. ને સોંપવામાં આવી. | 
| 34 | જાતવંત | આબરૂવાર, સારા કુળમાં જન્મેલું | જાતવંત પ્રાણી પોતાના માલિકની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરી દે છે. | 
| 35 | જામાઝેબ | સુંદર | તાજમહેલ એ અદભૂત કલાકારીગરીથી જામાઝેબ નમૂનો છે. | 
| 36 | જારણ | સંયોજન, વશીકરણ | તેની જારણ વિદ્યાર્થી તે ભલભલાને પોતાને વશ કરે છે. | 
| 37 | જાસ્તી | નફો, વધારો, અધિકતા, અતિશ્યપણું | ઓછી જાસ્તી એ વધૂ વેપાર 
 | 
| 38 | જીજિતા | ફટકડી | જીજિતાના કોગળા કરવાથી દાંતનો દુખાવો મટી જાય છે. | 
| 39 | જિર્ગા | પરિષદ ,પંચ | અમદાવદમાં સાહિત્યકારોની જિર્ગા યોજાઈ હતી. | 
| 40 | જિલા | ચળકાટ, તેજ | જિલા તારો એ જ છે, પણ ખૂનની તલવાર છે. જે પોષતું તે મારતું એ ક્રમ કુદરતી છે. | 
| 41 | જુતાવવું | ખેડાવવું | રણછોડ પટેલે સાથી રાખીને જમીન જુતાવવી. | 
| 42 | જુત્તિ | કળા | ભારતમાં એકતા સ્થાપિત કરવામાં ધર્મ દર્શન જુત્તિ અને સાહિત્યની મહત્વની ભૂમિકા છે. | 
| 43 | જૂંફવું | બેઠા બેઠા ઊંઘવું, ઝોકાં ખાવા | કરશનભાઈને વાતો કરતાં કરતાં જૂંફવાની આદત છે. | 
| 44 | જેતાણું | કાઠિયાવાડમા એ નામનો કાઠિનો એક તાલુકો અને શહેર છે. | હાલ ગુજરાત રાજયનું રાજકોટ જીલ્લાનું જેતાણું શહેર અને તાલુકો બન્ને છે. | 
| 45 | જેદર | ઘેટું | જેદરનાં ટોળાં હોય સિંહના ન હોય. | 
| 46 | જૈંગડા | વાછરડું | જૈંગડું કૂદે ને તેના પગની ઘૂઘરીઓ રણકે. | 
| 47 | જોડતી | કુલ સરવાળો. | જીવનમાં કેવું જીવ્યાં તેનો જોડતી માડજો. | 
| 48 | જુનૂબી | દક્ષિણ દિશા. | હનુમાનજીનું મુખ હંમેશા જુનૂબીમાં હોય છે. | 
| 49 | જુલબાજી | છેતરપિંડી; લુચ્ચાઈ. | જુલબાજી કરી બીજાને છેતરશો નહિં. | 
| 50 | જુસામી | મોટા શરીરવાળું. | પાંડવપુત્ર ભીમ જુસામી હતો. | 
| 51 | જિવાર | પડોશ. | જિવાર-જિવાર વચ્ચે વાટકી વ્યવહાર હોય છે. | 
| 52 | જિસ તિસ | ગમે તે; જે તે. | જિસતિસ સ્વરૂપે બીરાજો તમમે મારા વંદન. | 
| 53 | જાહલી | મૂર્ખતા; મૂર્ખપણું. | તારી જાહલીની તો હવે હદ આવી ગઈ. | 
 
					
gujarati sabdo bhandol