ઝ
શબ્દ સંશોધન -નીલા કડકીયા
| ક્રમ્ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ |
| ૧ | ઝ | ધ્વનિ | સિતારનો ઝ સુમધુર હોય છે. |
| ૨ | ઝંકા | નાની સ્ત્રી | દરેક સ્ત્રી કંઈ ઝંકા નથી હોતી. |
| ૩ | ઝંકાટ | ગુંજારવ | કમળ ભાગ્યશાળી છે જેને ભમરાના ઝંકાટનો આનંદ મળે છે. |
| ૪ | ઝંકાડ | પાંદડા વગરનું ઝાડ | પાનખર ઋતુના ઝંકાડ પણ સુંદર લાગે છે. |
| ૫ | ઝંકૃત | ઝંકાર પામેલું | ઝંકૃત ઝાંઝારના ઝણકારથી ઝણઝણાટી ઝબૂકે છે. |
| ૬ | ઝંગા | ડગલો | આજકાલ જૂના ઝંગાની જગ્યા જોધપુરી ઝંગાએ લીધી છે. |
| ૭ | ઝંગાઝોરી | કજિયો, તકરાર | નાના બાળકોની ઝંગાઝોરીમાં મોટાઓએ પડવું ન જોઈએ |
| ૮ | ઝંગાલી | લીલું | ઝંગાલી ઘાસ પર ચાલવાથી આંખોને ફાયદો થાય છે. |
| ૯ | ઝંઝરી | લોઢાનો સળિયો | સડેલા ઝંઝરીને બદલી કાઢવો યોગ્ય છે. |
| ૧૦ | ઝંઝ | ભેદ | બાળકો વચ્ચે ઝંઝ રાખવો યોગ્ય નથી. |
| ૧૧ | ઝંઝન | પાણી પડવાનો શબ્દ | ઝરણાનો ઝંઝન કર્ણપ્રિય હોય છે. |
| ૧૨ | ઝંઝરીદાર | જાળીવાળું | ઘરનો ઝંઝરીદાર દરવાજો રક્ષણ આપે છે. |
| ૧૩ | ઝંઢા | બાળમોવાળા ઉતારવાની ક્રિયા | ઝંઢા નાથદ્વારા કે ગોકુળમાં પણ થાય છે. |
| ૧૪ | ઝંપા | ઝપતાલ [શાસ્ત્રીય સંગીતમા આવતો તાલ] | હવેલીઓ કે મંદિરમાં ઝંપા પર કીર્તનો ગવાય છે. |
| ૧૫ | ઝંબ | ધૂમકેતુ | આકાશગંગામાં ઝંબ જોવાનો લ્હાવો અનેરો હોય છે. |
| ૧૬ | ઝઈડવું | નાનું કાંટાળું ડાખળું | જંગલમાં વિખરાયેલા ઝઈડવાથી બચીને ચાલવું. |
| ૧૭ | ઝકરી | દોહવાની તાંબડી | ગાયને દોહતી વખતે ઝકરી ચોખ્ખી રાખવી જોઈએ. |
| ૧૮ | ઝકાળો | ધોધ | નાયગરા દુનિયાનો સૌથી મોટો ઝકાળો ગણાય છે. |
| ૧૯ | ઝકામી | એક જાતનો છોડ | પહોળા રસ્તામાં વાડ તરીકે ઝકામીનો ઉપયોગ થાય છે |
| ૨૦ | ઝકડી | દૂધ દોહવાની ક્રિયા, દોહવું | ગામની ગોવાલણને ઝકડી કરતી જોવાની મઝા કાંઈ ઑર છે. |
| ૨૧ | ઝકીલ | દુરાગ્રહી | સત્ય પર ઝકીલું રહેવું યોગ્ય છે. |
| ૨૨ | ઝખામ | શરદી | આજકાલનું હવામાન એવું છે કે ઝખામથી બચવું મુશ્કેલ બન્યું છે. |
| ૨૩ | ઝખેર | બહુ | હવે ઝખેર થયું, બંધ કરો ઝગડવું. |
| ૨૪ | ઝખ | ગૂમડું | ડાયાબિટીસના દર્દીનું ઝખ જોખમી છે. |
| ૨૫ | ઝગરો | ઝગડો, કજિયો, લડાઈ | અમે નાના હતા ત્યારે એમ બોલતા ’ ’ઝગરા ઝગરી મત કરો, ગાંધીજીકો યાદ કરો! |
| ૨૬ | ઝઝલા | એક જાતની મિઠાઈ | મને તો ખબર નથી કે ઝઝલા ક્યાંની મિઠાઈ છે ? |
| ૨૭ | ઝઘન | કૂદકો | ખાઈ જોઈને ઝઘન મારજો. |
| ૨૮ | ઝચા | સુવાવડી સ્ત્રી | પહેલાના જમાનામાં ઝચાને આભડછેટનું ખૂબ ધ્યાન આપવું પડતું હતું. |
| ૨૯ | ઝઘાર | ઝગમઘાટ | સાત્વિક માનવના મુખ પર હંમેશા ઝઘાર મારતો હોય છે. |
| ૩૦ | ઝઝરી | બારી | કલાત્મક ઝઝરીને ઝરુખો પણ કહી શકાય. |
| ૩૧ | ઝગતિ | ઝટ, તરત | ઝગતિ કરો નહીં તો બસ ઉપડી જશે. |
| ૩૨ | ઝબૂકો | ઝબકારો | તારામંડળના ઝબૂકા માનસરોવરને કિનારેથી જોવાનો લ્હાવો અનેરો છે. |
| ૩૩ | ઝટન | મંડપ બનાવવો | લગ્નના દિવસો ઝટન ઝડપથી બનાવવા પડે છે. |
| ૩૪ | ઝડા | તદ્દન, પૂરેપૂરૂં | પ્રભુને ઝડા અર્પિત થઈને પૂજવાથી કોઈપણ વસ્તુ અશક્ય નથી. |
| ૩૫ | ઝણીં | રખે | ઝણીં જતા રહેતા મારે તમારું કામ છે. |
| ૩૬ | ઝપાસિયા | કપટી | આજકાલ ઝપાસિયાને ઓળખવા મુશ્કેલ છે. |
| ૩૭ | ઝઝટિ | ઝડપ | ઝઝટિ કરો |
| ૩૮ | ઝનવાં | એક જાતનું ધાન્ય | ઝનવાં ઉત્તર પ્રદેશનું ધાન્ય છે. |
| ૩૯ | ઝમરખ | કાચના ઝુંમર | રાજમહેલના ઝમરખ જોવાલાયક હોય છે. |
| ૪૦ | ઝમર | સામુદાયિક આત્મહત્યા | જૂના જમાનામાં લડાઈ વખતે રાજપૂતાણીઓ ઝમર કરતી હતી. |
| ૪૧ | ઝઝ | લાંબી દાઢી | સાંટા ક્લોઝ તેની સફેદ ઝઝથી ઓળખાય છે. |
| ૪૨ | ઝનખ | હડપચીનો ખાડો | ઝનખવાળી વ્યક્તિ ખૂબ દેખાવડી હોય છે. |
| ૪૩ | ઝનખદાં | હડપચી | ઝનખદાં ઊંચી રાખી જુઓ તો ! |
| ૪૪ | ઝદા | દુઃખી | ઝદા થવાની જરૂરત નથી સહુ સારાવાના થઈ જશે. |
| ૪૫ | ઝદ | નુકશાન | મંદીનાં જમાનામાં પૂરા દેશને ઝદ પહોંચશે. |
| ૪૬ | ઝલ્લોલ | રેંટિયો | આજકાલ ઝલ્લોલ તો એક શમણું બની ગયું છે. |
| ૪૭ | ઝાટિકા | ઝાડની ઘટા | વડની ઝાટિકા આરામદાયક હોય છે. |
| ૪૮ | ઝાટી | જૂઈની વેલ | ઝાટીની મહેક મનને આનંદી બનાવે છે. |
| ૪૯ | ઝીંઝવો | એક જાતનું ઘાસ | ઝીંઝવો ક્યાં ઊગે છે? |
| ૫૦ | ઝંજીરો | પૈડાંવાળી નાની તોપ | આજકાલ ઝંજીરા શોભામાં મૂકવામાં આવે છે. |