ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

શબ્દ સંશોધનઃ કાંતિભાઈ કરશાળા

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

યંતા

સારથિ; રથ હાંકનાર માણસ

કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ અર્જુનના રથના યંતા હતા.

 

2

યંત્રણા 

વેદના;

ડૉકટરે ઉપચારની સાથે સહાનુભૂતિના શબ્દોથી દરદીને યંત્રણા શાંત કરી.

3

યક્ષાધિપતિ 

યક્ષોનો સ્વામી; કુબેર.

દેવોના ધનભંડારનો યક્ષાધિપતિ સ્વામી છે.

4

યક્ષોડુંબરક

પીપળાનું ઝાડ.

હિંદુ સંસ્કૃતિમાં પિતૃમાસમાં યક્ષોડુંબરક ને પાણી પાવામાં આવે છે.

5

યત્નત:

યત્નથી; ઉદ્યોગ વડે; મહેનત વડે.

ધન, વિદ્યા, યત્નત: મેળવો.

6

યથાર્થી

ન્યાયી માણસ.

યથાર્થી વિવેકબુદ્ધિથી સારા-નરસાનો ભેદ પારખે છે.

7

યમદ્રુમ

ખીજડાનું ઝાડ.

હોમ- હવનમાં યમદ્રુમના કાષ્ટનો પણ ઉપયોગ થાય છે.

8

યમન 

યમદેવ.

 પુરાણોના મત મુજબ યમનનું વાહન પાડો છે.

9

યશોદ

યશ દેનાર; આબરૂ દેનાર.

જીવનમાં બીજાને માટે પણ યશોદ બની રહો.

10

યાથાતથ્ય 

સત્ય;

જીવનમાં વિકટ સંજોગો આવે તો પણ યાથાતથ્યને છોડશો નહીં.

 

11

યૌવનકંટક 

મોં ઉપરનું ખીલ

યૌવનકંટક એ ફુટતી યુવાનીની નિશાની છે, એમ કહેવાય છે.

12

યંત્રરંડિકા

બાજીગરની પેટી. તેના વડે તે અનેક પ્રકારના ખેલ કરે છે.

બાજીગરની બાજી તેની યંત્રરંડિકામાં જ રહેલી છે.

13

યંત્રિત 

તાળું મારેલું; તાળું મારીને બંધ કરેલું.

બહાર જાવ ત્યારે ઘરને બરોબર યંત્રિત કરીને જ જાવ.

14

યકીનવાસિક

અંધશ્રદ્ધા.

 ભૂત, પ્રેત, મૃતાત્મા વગેરેની માન્યતા યકીનવાસિકની નિશાની છે.

15

 

યક્ષ્મઘ્ની

દ્રાક્ષ; અંગૂર.

 લગ્ન પ્રસંગે મીઠાઈમાં યક્ષ્મધ્ની રબડી સ્થાન પામે છે.

16

યખ

ટાઢોડું.

 માવઠાને લીધે સર્વત્ર યખ થઈ ગયું છે.

17

યતિની

સાધ્વી; સંન્યાસિની.

 યતિનીનો આદર સત્કાર કરો.

 

18

યતીમ 

માબાપ વિનાનું બાળક.

 યતીમખાનામાં યતીમનું સારી રીતે જતન કરવામાં આવે છે.

19

યંત્રઘર

વીજળીની શક્તિ એકઠી કરવાનું મકાન; `પાવર હાઉસ`.

 યંત્રઘર દ્વારા શહેરો તથા ગામડાંઓને વીજળી પૂરી પાડવામાં આવે છે.

 

20

યકદિલી 

સંપ.

 જયાં યકદિલી ત્યાં જંપ.

21

યજ્ઞચક્ર 

રેંટિયો.

 મહાત્મા ગાંધીને યજ્ઞચક્ર પ્રિય હતો.

22

 

યજ્ઞાંતકર્મ 

સ્વસ્તિવાચન. તે યજ્ઞને અંતે કરાય છે

ઓમ દ્યો શાંતિ…….સામા શાંતિ રેધિ

યજ્ઞાંતકર્મ છે.

23

યશનામી

જશવાળું; જેને યશ મળતો હોય એવું.

 પરોપકારી બનો તો યશનામી થશે.

24

યશસ્વી 

પ્રખ્યાત;

 મહાત્મા ગાંધીનું નામ આજે પણ વિશ્વમાં યશસ્વી છે.

25

યાચિત 

કરગરેલું ; કાલાવાલા કરેલું; પ્રાર્થના કરેલું

 યાચિતની યાચના જાણો, સમજો અને પૂરી કરો.

26

યાત્રાનુમતિ

પરદેશમાં જવા માટેનો પરવાનો; `પાસપોર્ટ`

વિપુલે ઉચ્ચ અભ્યાસ માટે યાતાનુમતિ મેળવી.

27

યાવજ્જીવન કારાવાસ

જન્મકેદ; જન્મટીપ.

ખૂન કેસમાં ન્યાયધીશે તેને યાવજ્જીવન કારાવાસની સજા ફટકારી.

28

યુગપુરુષ 

યુગને દોરનાર પુરુષ.

 પ્રત્યેક યુગમાં કોઈને કોઈ યુગ પુરુષ જન્મે છે.

29

યૂથચારિતા 

સગાં, સોબતીઓ તથા જનતા તરફનો પ્રેમ

 સંકટ સમયમાં જ યૂથચારિતાની કસોટી થાય છે.

30

યામેય

ભાણેજ.

 દુર્યોધન મામા શકુનિનો યામેય હતો.

31

યાતાયાત 

આવવા જવાનો વ્યવહાર;

અતિવૃષ્ટિ, ભયાનક વાવાઝોડાથી યાતાયાત બંધ થઈ ગયો.

32

યાતુવિદ્યા

જાદુ.

 યાતુવિદ્યાથી જાદુગર અવનવાં ખેલ બતાવે છે.

33

યાતનાલય

નરક.

 ઘરમાં અશાંતિ, કંકાસ હોય તે ખરેખર યાતનાલય છે.

34

યાંચા 

અરજ

 કુપુત્રો પાસેથી ખાધા ખોરાકી મેળવવા તરછોડાયેલા માતા પિતાએ જજ સમક્ષ યાંચા કરી.

Leave a Reply

Meta

Recent Posts

Recent Comments

Pages

Categories

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.