સ
શબ્દ સંશોધન -સરયૂબેન પરીખ
| ક્રમ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ |
| 1. | સંકળના | ગુંથણી | રેશમી દોરીની સુંદર સંકળના |
| ૨ | સંકુલ | ઘણાં જણની ભીડથી અવકાશ ન મળે | યુધ્ધના સંકુલમાં શાંતિ ક્યાં? |
| ૩. | સંકુલા | સાંકળ, બંધન | મોહ સંકુલા તોડવી જ રહી. |
| ૪. | સંકાશ | સરખુ, સમાન | સંકાશ સહુને માનો. |
| ૫. | સંક્ષોભ | ઉત્પાત, ઊથલપાથલ, ગભરાટ | તેણીનું દિલ સંક્ષોભથી રિક્ત થઈ ગયું. |
| ૬. | સંખિત | કંપ,ધ્રુજારો,ધક્કા,આંચકા,સંકુચિત | સંખિત મન, દુખી મન |
| ૭. | સંખા | ગણના, | ગણત્રી લાવો પંખા, કરો સંખા |
| ૮. | સંખ્યાવધિ | અસંખ્ય , અગણિત | સંખ્યાવધિ સાગર તરંગો વહે. |
| ૯. | સર્ગી | સંબંધી, સાથી, સહવાસી | સારા સર્ગી, ભાગ્યની વાત |
| ૧૦. | સાઝેદાર | ભાગીદાર | અમારા આનંદમાં સાઝેદાર બનો. |
| ૧૧. | સાટમાર | હાથી/પ્રાણીઓને ઊશ્કેરી લડાવનાર | મોહન રાજમહેલનો સાટમાર છે |
| ૧૨. | સાબરિયો | હા જી હા કરનાર | જાદવશેઠનો કરણ તો પાકો સાબરિયો છે |
| ૧૩. | સામોરું | સામનો, | વિરોધ ખોટી વાતનુ સામોરું કરવુ પડે. |
| ૧૪. | સાહિલ | તટ,કિનારો | સાથી હિંમત રાખ હવે સાહિલ દૂર નથી |
| ૧૫. | સાહેલુ | આબlદી ભોગવતુ,સુખ,આનંદ | રામરાજ્યમાં સર્વત્ર સાહેલુ. |
| ૧૬. | સુકૂન | નિરાંત,શાંતિ,સાંત્વન | દિકરાને મળીને માને સુકૂન લાગે છે. |
| ૧૭ | સુખકંદ | સુખ કરનારું | . પ્રસન્ન મુખ સુખકંદ. |
| ૧૮. | સુણતલ | સાંભળનાર | મારી સખી સાધના, દુનિયામાં એક મારી સુણતલ. |
| ૧૯. | સુરસરિ | ગંગા | મારે આંગણે સુરસરિ આવી. |
| ૨૦. | સુહાણ | શાંતિ | સમાધાનથી બે પક્ષમાં સુહાણ થઈ. |