ન
શબ્દ સંશોધનઃ નવિન બેંકર
ક્રમ્ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ |
૧. | નઈ | દુધી | નઈમુઠીઆ તેને બહુ ભાવતા |
૨ | નક્ર | મગર્ | નક્ર ચાલે વક્ર અને ઝાલે તેનું ફરી જાય જીવન ચક્ર |
૩. | નગ | પર્વત્ ઝડ, સાતની સંખ્યા | નગપતિ હિમાલય પુત્રી પાર્વતી શિવને વરી |
૪ | નચિકેત | અગ્નિ, | નચિકેત યમરાજા પાસેથી બ્રમ્હ વિદ્યા શીખનાર બ્રાહ્મણ કુમાર |
૫. | નપીરી | પિયરમાં કોઈ ન હોય તેવી સ્ત્રી | બાપુજીના મૃત્યુ પછી તે નપીરી થઈ ગઈ તેમ કહેવાય્.૬ |
૬ | નરાજ | ખોદવાની કોશ | નરાજ લઈ તે તો મંડ્યો જમીન ખોદવા.. |
૭ | નર્મચિત્ર | ઠઠ્ઠા ચિત્ર | મહેન્દ્ર શાહ નર્મચિત્રકાર છે. ભલ ભલાનાં ચિત્રો દોરી ઠઠ્ઠો કરે. |
૮ | નવધા | નવ પ્રકાર ની | નવધા ભક્તિ નવ રીતે થાય શ્રવણ્,કીર્તન્.સ્મરન, પાદસેવન વિગેરે |
૯ | નવદ્વારી | માનવ શરીર | અશુચી (ગંદકી) ભર્યા નવદ્વારી ઉપરની મમતા નકામી |
૧૦ | નવ ટાંક | શેરનાં આઠમા ભાગ જેટલુ વજન્ | નવટાંક વજનનું હ્રદય બે મણનાં શરીરને ચલાવે |
૧૧ | નવલનિચોર | નીત નવા વસ્ત્ર ધારણ કરનાર્ | ફીલ્મ અભિનેત્રીઓ તો સદા નવલનિચોર તેથી સુંદર જ દેખાયને? |
૧૨ | નવસાર | એક ક્ષાર | નવસાર નાખો અને ધાતુ તરત ગળે |
૧૩ | નવીસંદો | લહિયો-લેખક્ | નવીસંદોને રાજા અક્બર બહુ માન આપતા |
૧૪ | નસંક | નાક સાફ કરવુ | શરદી થાય એટલે નસંક કરી કરી નાક રાતુ થૈ જાય્ |
૧૫ | નાતિમાનિતા | નિરાભિમાની, નમ્ર | સનતભાઇ નાતિમાનિતા તેથી વિમાકામમાં સફળ |
૧૬ | નાનોબો | જુવાનોનો સમુહ | નાનોબો પરિવર્તન તરફી હતો તેથી તે કાયદો પસાર ના થયો |
૧૭ | નાપિક | વાળંદ | નાપિક કર્મી અમેરિકામાં ઘણું કમાય છે |
૧૮ | નામણ દિવો | રામણ દિવો | નામણ દિવો અને માથે મોડ તે બે વરરાજાની મા હોવાનાં લક્ષણો |
૧૯ | નાલિકેર | નારિયેળ | નારિકેર પાણી મુત્ર રોગમાં ઔષધીનું કામ કરે |
૨૦ | નિખર્વ | સો અબજ જેટલી સંખ્યા | કુબેર ભંડારમાં કંઇ કેટલાય નિખર્વ રત્નો હોય છે |
૨૧ | નિઘંટુ | શબ્દ કોશ | ગુજરાતી નિઘંટુ બે મોટા.. સાર્થ અને ભગવદ ગોમંડલ્ |
૨૨ | નિટોલ | નક્કી | સુરજ પૂર્વમાં ઉગે તે નિટોલ વાત્… |
૨૩ | નિદાઘ | તાપ્ | નિદાઘે ઉકળે સાગર અને ઉંચે વાદળ બંધાય |
૨૪ | નિભ્રંછના | વખોડવું | કામ સારુ થાય કે ના થાય નિભ્રંછના તો મળે અને મળે જ |
૨૫ | નિમેષોન્મેષ | આંખ ઉઘાડ બંધ થવી | વહેલી સવારે બા ની નિમેષોન્મેષ નહોંતી તેથી દિકરાને ફાળ પડી |
૨૬ | નિમીલિત | આંખ બંધ કરી ગાનાર્ | તાનસેન નિમીલિત ગાતા જ્યારે બૈજુ ખુલ્લી આંખે ગાતો |
૨૭ | નિયાણી | બહેન દીકરી | રીધ્ધી નિયાણી તેથી તેનું ધ્યાન તો મારે રાખવાનું ને |
૨૮ | નિરાગસ્ | નિર્દોષ | નાના ભુલકા મહદ અંશે નિરાગસ હોય છે |
૨૯ | નિરાભરણા | આભુષણ રહિત્ | નિરાભરણા પુત્રીને હોઈ મનમાં અંદેશો થયો |