| અગત્ય                                                    | 
જરૂર, મહત્વ, ગણના | 
| અક્ષમ્ય                                                                    | 
ક્ષમા ના આપી શકાય તેવું, માફ ન કરાય તેવું | 
| અગણિત | 
અસંખ્ય, ગણી ન શકાય તેવું,  | 
| અચલિત                       | 
ન ખસે તેવું, સ્થિર, અડગ, શાંત , ગંભીર | 
| અટકળ                                   | 
અંદાજ, અડસટ્ટો, તર્ક, અનુમાન , કલ્પના | 
| અડચણ                                                                | 
સંકટ, દુઃખ, વિપદા, આપદા, વાંધો, વિરોધ,હરકત, મુશ્કેલી , રજોદર્શન | 
| અણગમો | 
કંટાળો, નાપસંદ, બેચેની | 
| અણઘડ | 
સંગીતનો એક રાગ, ઘાટ વગરનું, બેડોળ, ઘડતર વિનાનું,બિન અનુભવી | 
| અતિશય                                                        | 
ચઢીયતુ, શ્રેષ્ઠ, ઘણું, પુષ્કળ, વિશેષ | 
| અતિશયોક્તિ | 
ચડીયતાપણુ દર્શાવતો એક અલંકાર, વધારીને કહેવાયેલી ઉક્તિ (વાત), | 
| અદભૂત                                                      | 
આશ્ચર્યકારક, અલૌકિક, અજબ, અપૂર્વ, નવાઇ પમાડે તેવું, અચંબા જનક | 
| અદેખાઈ                     | 
દ્વેષ, ઇર્ષા | 
| અદ્વૈત                    | 
તાદાત્મ્ય, એકપણું, દ્વૈતનો અભાવ | 
| અધિકાર | 
માલિકી, હક્ક હોવો, જાણકારી હોવી, વૃત્તિ, આજીવિકા,કબજો, લાય્કાત,યોગ્યતા | 
| અધ્યાપક                                  | 
ગુરુ, શિક્ષક, અધ્યારુ, આચાર્ય,વિદ્યાગુરુ,શિક્ષાગુરુ | 
| અનાયાસે                                                         | 
પ્રયત્ન વગર, સુગમ રીતે, સરળતાથી,અચાનક, સહસા,નિરુદ્યોગ | 
| અનાવશ્યકતા | 
આવશ્યક નહીં તે, બીન જરૂરી,  | 
| અનિષ્ટ                  | 
નિષ્ટ ના હોયે તે,અધર્મ, પાપ, ગુનો, દુર્ભાગ્ય, દુઃખ,આફત,પીડા,દુર્ભાગ્ય | 
| અનુક્ર્મણીકા          | 
ક્રમ અનુસાર, સાંકળીયુ | 
| અનુભવ                | 
પ્રત્ય્કક્ષ જ્ઞાન, અનુ=પાછળ,ભુ= જોવુ પાછળ જોવાથી થયેલ જ્ઞાન, | 
| અનુસરવું | 
આદેશ પરમાણે વર્તવું,પાછળ જવું | 
| અનુસરશે | 
આદેશ પ્રમાણે વર્તશે, પાછળ જશે | 
| અન્યાય | 
ન્યાયપુર્ણ નહીં તે,અઘટીત, ગેરવ્યાજબી | 
| અપમાન              | 
અનાદર, અવજ્ઞા, તિરસ્કાર | 
| અભણ                         | 
્વાંચતા લખતા ન આવડતુ હોય, નિરક્ષર, અક્ષરશુન્ય | 
| અભિપ્રાય                | 
મત, હેતુ, મતલબ, વિચાર | 
| અમલ                     | 
દધિકાર, સત્ત્તા, કસૂંબો,આચરણ , વહેવાર, અસર, પ્રભાવ | 
| અમૂલ્ય                           | 
કીંમત આંકી ન શકાય તેવુ,ઉપયોગી, જરૂરનું,ઉમદા, ઉત્તમ શ્રેશ્ઠ | 
| અરસપરસ | 
અન્યોન્ય,પરસ્પર,ાઅંખમીંચામણીની રમત | 
| અવગણના                 | 
અવજ્ઞા, ઉપેક્ષા, માનભંગ, અપમાન | 
| અવશ્ય           | 
જરૂર, અગત્ય, નિશ્ચય, અનિવાર્ય, હઠીલું, જીદ્દી | 
| અવાવરુ | 
બહુ વખતથી વપરાયા વિનાનું, અવડ,  | 
| અવિવેક | 
સારાસાર પારખવાની શક્તિ વિનાનું,,અવિનય | 
| અસહકાર                                                     | 
સાથ નહીં આપવો તે, કુસંપ, સંબંધ નહિ રાખવો તે | 
| અસહ્ય | 
ખમી ન શકાય તેવું, દુઃસહ્ય, સાંખી ન શકાય તેવું | 
| અસ્પૃશ્ય | 
ન અડી શકાય તેવુ, આભડ છેટ વાળું , અપવિત્ર, અંત્યજ જાતીનું | 
| અહંકારી | 
અભિમાની, અહંથી ભરેલો | 
| અંત્યજ                     | 
શુદ્ર જાતીની વ્યક્તિ, હરિજન, | 
| આગ્રહ | 
ધાર્યુ પાર પાડવાનું વલણ, ખંત કે ચીવટથી કારાતુ કાર્ય, મમત, હઠ , જીદ | 
| આઘાત | 
આંચકો, દુઃખની લાગણી, કારી હા, જખમ,હુમલો ચઢાઇ,પ્રહાર, અરેરાટી | 
| આત્મકથા      | 
પોતે લખેલ પોતાની જીવન કથા, આત્મ કહાણી | 
| આત્મશુધ્ધિ | 
પોતાના અત્માની પવિત્રતા લાવવા થતા તપ ભક્તિ અને પાપ કર્મોનાં નાશ | 
| આધ્યાત્મિક      | 
આત્માને સબંધી,  મન નાં ભાવોને સબંધી, પર્માત્માને લગતુ | 
| આનાકાની                                                      | 
હા ના કરવી, સંકલ્પ વિકલ્પ કરવા, સંદેહ, સંશય | 
| આમરણાંત | 
મરણ સુધીનું, જિંદગી પર્યંત | 
| આમંત્રણ | 
નિમંત્રણ , તેડુ, નોતરુ, ઇજન, પરવાનગી રજા | 
| આરંભ | 
શરુઆત, પ્રારંભ, તૈયારી, પહેલ, વધ, કતલ, નાશ, વેગ, તૈયારી | 
| આરોગ્ય                                                               | 
તંદુરસ્તી, કુશળતા, સફાઇ, સુખાકારી, નિરોગી, સ્વસ્થ, | 
| આવશ્યક | 
અગત્ય, નિત્ય ક્રિયાઓ, ખપ, જરૂર,  | 
| આશ્રય                  | 
આશરો, ટેકો, અવલંબન,આધાર, આલંબન | 
| આસક્ત              | 
મોહિત, અનુરાગી, પ્રીતીથી પાછળ લાગેલુ, ઘેરાયેલુ, વળગેલુ, ચોંટેલુ | 
| આસપાસ | 
આજુબાજુ,પાડોશનું, સમીપમા નજીકમાં | 
| આંકણી | 
આંકવાની રીત; લીટીઓ દોરવાની પદ્ધતિ.કીમતનો અડસટ્ટો; કસ, સીધી લીટી દોરવાની લાકડાની અથવા ધાતુની ગોળ અને જાડી સીધી નાની પટી | 
| ઈતિહાસ           | 
તવારીખ; વખતના ક્રમ પ્રમાણે નોંધાયેલી હકીકત;; વાર્તા કથા; ભૂતકાળનું વૃત્તાંત; | 
| ઈરાદો | 
આશય; હેતુ; ઉદ્દેશ; ધારણા; વિચાર; મનસૂબો.યુક્તિ; ; યોજના | 
| ઈલાજ | 
ઔષધ; ઓસડ; દવા; ઉપચાર; ચિકિત્સા.સજા; શિક્ષા. | 
| ઇજન                                                      | 
આમંત્રણ, નિમંત્રણ | 
| ઉપવાસ | 
એક દિવસ અને રાત અન્નપાણીનો વિધિ સહિત ત્યાગ. વ્રત કે નિયમ તરીકે અન્નત્યાગ; અનશન; ઉપોષણ. | 
| ઉલ્લંઘન              | 
વિરુદ્ધતા; નાકબૂલત; અનાદર; લોપ; આજ્ઞાભંગ; વિરુદ્ધાચરણ.અતિક્રમ; ઓળંગવું તે; કૂદી જવાપણું; વચમાંનું રહેવા દઈ જવું તે. | 
| ઊલટતપાસ                          | 
 સામા પક્ષ તરફથી પુછાતા સવાલ; અવળા સવળા સવાલો પૂછીને જુબાની લેવી તે. | 
| એકાકી | 
એકલું; સાથ વગરનું,નિરાધાર; નિ:સહાય | 
| એંઠવાડ | 
એઠ; ખાવાપીવાથી થતો ગંદવાડ .કચરોપૂંજો. | 
| ઐક્ય | 
એકપણું; એકતા.સંપ; મેળ. | 
| ઓરમાયા          | 
બીજી મા ના, સાવકા | 
| કઠતું | 
નડતુ, ન ગમતુ | 
| કડવા | 
કડવું; કટુ. પટેલની એક જાત | 
| કનડગત                      | 
હેરાનગતિ; પજવણી.નડતર; અડચણ; હરકત. | 
| કબજો | 
ચોળી.ઉપભોગ; ભોગવટો; માલિકી.દબાણ; પકડ; સત્તા. | 
| કબૂલાત | 
કબૂલવું તે; ખાતરી; વચન; સ્વીકાર. | 
| કમાણી                   | 
કમાઇ; રળતર.પેદાશ; પ્રાપ્તિ આવક.નફો; લાભ; ફાયદો. | 
| કરણી                            | 
વર્તણૂંક; આચરણ. નિઃશેષ મૂળ ન નીકળી શકે એવી રકમ.હાથણી.વૈશ્ય વડે શૂદ્ર સ્ત્રીમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી, ; થાપી,કરેણનું ઝાડ. | 
| કરુણાજનક | 
દયાવાળું; દયાળુ.દયા ઉપજાવે એવું. | 
| કસબ | 
ધંધો, હુન્નર, કળા, અનિતિનું કામ | 
| કહેણી                               | 
કહેવાની રીત, કહેવત | 
| કામચલાઉ | 
કામ પતે ત્યાં સુધી-ટૂંકા ગાળા માટે હંગામી | 
| કાયદેસર | 
કાયદા પ્રમાણે, કાયદાની રીત મુજબ | 
| કાંતવું   | 
વળ દઈને રૂમાંથી તાર કાઢવો, રેસામાંથી તાર કાઢવો | 
| કુલી | 
સામાન ઉંચકનાર, પર્વત, મજૂર | 
| કુશળતા                                                            | 
હોંશિયારી,ચતુરાઇ,  આરોગ્ય | 
| કેદ                              | 
જેલ, પ્રતિબંધ, મરજી પ્રમાણે હલચલ બંધ | 
| કેળવણી                    | 
શિક્ષા,તાલિમ, વાંચન લેખન, શિક્ષણ  | 
| કોટડી. | 
ઓરડી, ખોલી, નાની ઓરડી | 
| કોશિશ                                    | 
ઉદ્યોગ, પ્રયત્ન, મહેનત | 
| ખીચોખીચ                                                                      | 
ભરચક, ઠાંસીને, દાબીને | 
| ખેડાયેલી                 | 
ખેડીને તૈયાર, કેળવાયેલી | 
| ખોવું- | 
ગુમાવવું, ખોવાઈ જવું,ગેરલાભ થવો | 
| ખોડ | 
આદત, ખામી,કસૂર, કલંક | 
| ગડમથલ | 
ઉંધુ ચત્તુ, ભાંગફોડ,ઉથલપાથલ | 
| ગણતરી | 
અપેક્ષા, ગણવાની રીત | 
| ગર્વિષ્ઠ                | 
અભિમાની,અહંકારી, મગરૂર | 
| ગાફેલ | 
અસાવધાન,આળસુ, બેખબર | 
| ગાંસડી                                                       | 
,દલ્લો.પુંજી, વસ્તુનો જથ્થો | 
| ગુણદોષ | 
સારાસાર, હકીકત,ગુણ અને દોષ | 
| ગુમડું | 
શરીર પરનો ફોડલો,ટેટા જેવો ગઠ્ઠો, રક્ત વિકાર | 
| ગોખવાનું                    | 
મોઢે કરવું, વારંવાર બોલવું | 
| ગોદામ  | 
વખાર, ગોદી, માલ ભરવાની વખાર | 
| ગોરજ  | 
સંધ્યા, ગાયો ચરીને ઘરે આવે તે સમયે ઉડતી રજોટી | 
| ગ્રહણ | 
લેવું, પકડવું, સૂરજ અને ચંદ્રનું થતું ગ્રહણ | 
| ગ્રાહ્ય                  | 
ગ્રહણ કરવા યોગ્ય | 
| ઘંટી                                  | 
દળવાનું યંત્ર, હાથથી યા યંત્રથી | 
| ઘોંઘાટ | 
શોરબકોર, ગરગડાટ | 
| ચારિત્ર્ય                                                          | 
આચરણ,શિલ,સદાચાર | 
| ચીવટ | 
કાળજી, ચોક્કસાઈ | 
| ચુસ્ત                                                  | 
આગ્રહી,મક્કમ | 
| ચેતવણી                | 
ચેતવવું, અગાઉથી આપેલી ખબર | 
| ચેપી | 
ચેપ લગાડે તેવુ,ચીકણું | 
| ચોખવટ                          | 
સ્પષ્ટતા, ચોખ્ખાઈ | 
| ચોપાનિયા               | 
સમયાંતરે આવતા પ્રકાશન | 
| છાપખાનું | 
મુદ્રણાલય, છાપવાનું કાર્ય થતું સ્થળ | 
| છુટકારો                    | 
મુક્તિ,અંત,છૂટવૂં તે | 
| જનોઈ                                | 
યજ્ઞોપવિત, બ્રહ્મ સંસ્કાર, શિક્ષાર્થી | 
| ઝાંઝવા                 | 
મૃગ જળ, આંખથી પાણી ઉતરવુ, ઝાંખુ દેખાય તે | 
| ટીકાકાર | 
વિવેચક, સમાલોચક, વિષદ રીતે સમજાવે તે | 
| ઠરાવ | 
નક્કી કરેલી વાત, કોઇ વાતનો કરેલો નિશ્ચય, તોડ | 
| તજવીજ                         | 
તપાસ, શોધ,યુક્તિ,કોશિશ,વ્યવસ્થા, | 
| તૂતી – | 
પિપુડી | 
| ત્યાજ્ય               | 
ત્યાગી દીધેલુ, ઉપયોગમાં ન લેવાય તેવુ | 
| ધર્મજ્ઞાન                 | 
ધર્મસંબંધી સમજ,પોતાના કર્તવ્યનું જ્ઞાન. | 
| ધર્મશાળા                     | 
મુસાફરોને ઉતરવાનું સ્થાન,સાધારણ સાર્વજનિક જગા ક્ષેત્ર | 
| ધર્મસંકટ  | 
ધર્મ અને અધર્મની સૂઝ ન પડે તેવો કઠણ પ્રસંગ, સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ. | 
| ધસારો                                                          | 
હલ્લો,હુમલો,આવેગ,જુસ્સો,એકદમ ધસી જવું તે. | 
| નઠારા                     | 
ખરાબ,લુચ્ચા,સારા નહિ તેવા | 
| નાબૂદ                             | 
ખેદાનમેદાન,પાયમાલ,નષ્ટ,નિર્મૂળ,જડમૂળથી નાશ. | 
| નામાંકિત | 
પ્રખ્યાત,જાણીતુ,મશહૂર, બહુનામ ધરાવતા, જેના ઉપર નામ અંકિત થયું હોય તેવા  | 
| નિખાલસ                                                       | 
મનમાં કપટ ન હોય તેવું,શુધ્ધ દિલનું,ભેળસેળ વિનાનુ,અકલુષિત. | 
| નિયમાવલી | 
નિયમો દર્શાવતું પૂસ્તક,નિયમોની હારમાળા. | 
| નિરક્ષર | 
 અભણ, અક્ષરશૂન્ય,લખતા-વાંચતા ન આવડે તેવું. | 
| નિરંકુશ | 
 અંકુશ વગરનુ,સ્વચ્છંદ. ઉધ્ધત,બેદાબ,શંકરનુ એક નામ. | 
| નિષ્પક્ષ | 
તટસ્થ,ત્રાહિત, ઉદાસીન,પક્ષ વગરનું | 
| નિષ્ફળ   | 
અસફળ,ફળ વગરનુ,ફોગટ,મિથ્યા,અનાજનુ ફોતરું | 
| નિંદા                        | 
વાંકુ બોલવું,ખરાબ બોલવું,વગોવવુ,બદનામી કરવી | 
| નીવડે | 
 ઉપજવું,સિધ્ધ થવું,વીણવું ચૂંટવું,ઘડાઇને રીઢું થવું. | 
|  નુકસાન  | 
ગેરફાયદો,ખોટ,ગેરલાભ,તોટ, હાની  | 
| નુકસાની                                                                     | 
ગેરફાયદો,ખોટ,ગેરલાભ,તોટ પડવી, હાની થવી. | 
| નોખા | 
જુદા,અદભુત, અપૂર્વ, અલગ,વિચિત્ર,વિલક્ષણ | 
| પગાર | 
મહેનતાણું,વેતન,ઠરાવ,નક્કી કરેલી રકમ,ચુક્વણી | 
| પરદેશી                                                          | 
વિદેશી,પારકા દેશનું રહેવાસી,વાળંદની એ નામની અટક. | 
| પરવા | 
ફિકર,દરકાર,કટોરા આકારનું માટીનુ વાસણ,કાચીનાની કેરી, | 
| પરવાનગી | 
આજ્ઞા,હુકમ,સંમતિ,અનુમતિ,રજા, છૂટ,સનદ, અધિકાર | 
| પરિચય | 
 અભ્યાસ,મહાવરો, ઓળખાણ, આદત,લક્ષણ,પ્રણય | 
| પરિવાર | 
કુટુંબ, આવરણ,ઢાંકનારી ચીજ,મંડળ,ફોજ,કાફલો,પોષ્યવર્ગ. | 
| પવિત્રતા.               | 
નિર્દોષતા,કૂડ-કપટ વગરનુ, ચારિત્ર્યથી શુધ્ધ હોવું | 
| પશ્ચાતાપ                   | 
 અફ્સોસ,દિલગીરી,શોક,ખેદ,પસ્તાવો. | 
| પસંદગી | 
વરણી,ચૂંટણી,મનની રુચિ,સંમતિ,દિલચાહ | 
| પંકાયેલા                                                                  | 
પ્રખ્યાત,વખણાયેલા,જાણીતા | 
| પાઠ                             | 
મહાવરો,ભણવું,વિભાગ,પ્રકરણ,વાંચવુ,અધ્યયન. | 
| પાલન   | 
પારણું,પાળવું તે,રક્ષણ,ઘોડિયુંઆધાર આપવો,પોષવુ.. | 
| પાસું | 
કણ,પાસો,નાની સપાટી. | 
| પાસુ | 
બાજુ,પડખે,પક્ષ | 
| પીગળ્યો                                              | 
ઓગળ્યો,એકરસ થયો,નરમ થયો,દયા આવી,નરમ થયો | 
| પીંજારો | 
પીજારા જાતિનો પુરુષ, રુ પીંજનારો. | 
| પૃથક્કરણ            | 
છણાવટ,ઘટક તત્વો જુદાં પાડવા,અલગ તારવવું. | 
| પેદાશ                                                           | 
જન્મ,ઉત્પત્તિ,આવક,કમાઇ,પાક,નફો. | 
| પ્રકરણ | 
વિભાગ, બનાવ,વૃતાંત,કાંડ, સર્ગ, અધ્યાય,ખંડ | 
| પ્રચાર                                                         | 
ફેલાવો,વિસ્તાર,ચાલ.પ્રવાસ,પ્રવૃત્તિ,રીત,ગાયને ચરવાનું સ્થાન, | 
| પ્રતિનિધિ | 
અવેજી,પ્રતિમૂર્તિ,છબી,વતીનું સમાન,તુલ્ય | 
| પ્રથા                               | 
રિવાજ,આદત,ટેવ,કીર્તિ,પ્રણાલી રુઢિ,ધારો | 
| પ્રદર્શન                           | 
દેખાડો,ખેલ,તમાશો,દ્રશ્ય,નિરુપણ | 
| પ્રમાણપત્ર                                                 | 
ખરાપણાનો દાખલો,ખાતરીપત્ર,પદવી,ગુણપત્ર | 
| પ્રમાણભૂત             | 
ચોક્કસ ખાતરીવાળું,વિશ્વાસપાત્ર,શિવનું એક નામ. | 
| પ્રમાણિક | 
ઇમાનદાર,યોગ્ય,વિશ્વાસુ,સભાનો પ્રમુખ,સાચુ,સાત્વિક,સાફ. | 
| પ્રયત્ન | 
કોશીશ,પ્રાણીઓની ક્રિયા,જીવોનો વ્યાપાર,મહેનત, આદર, ઈચ્છા, ઉપયોગ,પચાર,ચિંતા,ક્રિયા,યત્ન,વલણ. | 
| પ્રયોગો              | 
 અખતરો, અજમાયશ, અનુભવ,પ્રક્રિયા | 
| પ્રવર્તવું | 
વર્તવું,ચાલવું,પ્રસરવું,ફેલાવું,મંડ્યા રહેવું. | 
| પ્રસ્તાવ | 
પ્રાક્કથન,ભુમિકા,શરુઆત,યોગ્ય વખતની રજુઆત,વિષય પરિચય,વર્ણન,દરખાસ્ત. | 
| પ્રસ્તાવના              | 
પૂર્વકથન,ભુમિકા,આમુખ. | 
| પ્રસ્તુત | 
અવસર,ઉપસ્થિત,ચાલતુ પ્રકરણ,તૈયાર,વર્ણવેલું,પ્રાપ્ત,હાલમાં. | 
| પ્રામાણિક | 
પ્રમુખ,વેપારીઓનો આગેવાન,મંગળ દ્રવ્ય,સાબીતી રૂપ,માનનીય, | 
| ફરજ | 
ધર્મ,કર્તવ્ય,પરાણે કરવું પડતું,એક જાતનું ઝાડ. | 
| ફરજિયાત | 
પરાણે કરવાનું.ફરજ તરીકે કરવું પડે તેવું | 
| ફૂલણશી            | 
વખાણથી રાજી થઇ જાય તેવું. | 
| બહિષ્કાર | 
અસ્વીકાર,ત્યાગ,દેશવટો,તિરસ્કાર,બહાર કાઢી મૂકવો તે | 
| બળાત્કાર                                           | 
મરજી વિરુધ્ધ,જુલમ, ઇચ્છા વગરનું કામ. | 
| બંધારણ                                                     | 
બે કે વધારેનું એક બીજા સાથેનુ જોડાણ,રચના,ગ્રંથની ગોઠવણ, ધારો,કાયદો,બાંધો,યોજના,આદત. | 
| બારોબાર | 
સીધેસીધું,ઘેર ગયા વગર, એકાએક,પરભારુ… | 
| બાહ્ય                                                             | 
બહારનુ,ખોટેખોટું,સાંસારિક,વર્તુલમાં ન રહેનાર,ભાર ઉપાડનાર | 
| બેદરકારી | 
નઘરોળપણું,દુર્લક્ષ,ધ્યાન ન આપવું તે,પ્રમાદ,નિષ્કાળજી.. | 
| બ્રહ્મચર્ય | 
ઇન્દ્રિયોનો સંયમ,બ્રહ્મની શોધ, ઇન્દ્રિયદમનનું વ્રત. | 
| ભક્તિ | 
જ્ઞાનના પાંચ પર્વમાંનુ એક, ઉપાસના,સેવા,પ્રેમ,શ્રધ્ધા,ભાગ | 
| ભણકાર | 
ભ્રાંતિજનક અવાજ,ભાસ,ચેતવણીનો અવાજ,કશાકનીઆગાહી. | 
| ભલમનસાઈ             | 
સજ્જનતા,સભ્યતા,માણસાઇ,ભલાઇ | 
| ભલામણ | 
વગ લગાડવી,ઓળખાણનો કાગળ,સિફારસ | 
| ભવ્ય | 
ભપકાદાર,રોનક્દાર,શુભ,મંગલ.શ્રેષ્ઠ,હાડકું,એક જાતનુ ફળ, | 
| ભાગીદાર | 
હિસ્સેદાર,સાથી,સંગી,સોબતી. | 
| ભાસ                       | 
ભણકાર,ભાસ,ઝાંખો પ્રકાશ,ભ્રાંતિ,સ્વાદ,રાખ,ભસ્મ,સરખાપણુ. | 
| ભાસી | 
દેખાઇ,કશ્યપથી થયેલ પૂત્રી,તેજસ્વી. | 
| ભાળવુ                                                                 | 
જોવુ,અવલોકવું,ધારવું,સમજવું,સંભાળવું. | 
| ભિક્ષા | 
યાચના,આજીજી,દાન,એક ગ્રાસ જેટલું અન્ન,સેવા,ચાકરી,નોકરી | 
| ભીડ                            | 
ટોળું,આફત,તંગી,મુશ્કેલી,સંઘર્ષ,સંકડામણ | 
| ભૂમિતિ                      | 
જમીન માપવાની વિદ્યા,અંતર,કદ અને  આકાર માપવાની વિદ્યા | 
| ભેળવવો                                                 | 
મેળવવો,મિશ્ર કરવો,સંયોગ કરવો. | 
| ભ્રમણ | 
ફરવુ,ગોળ ગોળ ઘૂમવું,રખડવું,વમળ વહેમ,ભૂલ કરવી,મુસાફરી, પૃથ્વીનુ ગોળ ફરવુ. | 
| મક્કમ | 
દ્રઢ,મજબૂત,ધીર, અડગ,નિઃશંક | 
| મજૂર                                                | 
મહેનત કરનાર,વેઠિયો,વૈતરો,શ્રમજીવી,દહાડિયો | 
| મતભેદ | 
જુદા જુદા અભિપ્રાય, અંટસ,મતફેર | 
| મતલબ                                                             | 
 ઇરાદો,અર્થ,સ્વાર્થ,હેતુ,મુરાદ,ભાવના | 
| મધ્યસ્થ | 
વચ્ચેનુ,તટ્સ્થ,રાગદ્વેષ્રહિત,પક્ષપાતરહિત,વકીલ,શિવનું નામ. | 
| મરકી                           | 
એક જાતનો ચેપી રોગ,કાનમાં પહેરવાનુ ઘરેણુ,અડદની જલેબી | 
| મર્યાદા | 
સીમા,સંયમ,કિનારો,કાંઠો,અવધિ,લાજ, આબરૂ,પ્રતિષ્ઠા,ગૌરવ | 
| મસલત | 
ગોઠવણ,પરામર્શ,ચર્ચા-વિચારણા,વાટાઘાટ,મનસૂબો. | 
| મહેરબાની | 
ઉપકાર, આભાર,આધાર,કૃપા,ટેકો દયા, | 
| માઠું                           | 
ખોટું,શોકજનક,નામોશીભર્યુ,અશુભ,આફતભરેલું,ભૂંડુ.. | 
| માન્યતા                                                        | 
સ્પષ્ટ વિચાર ધારા | 
| માયકાંગલો                    | 
નબળો, ઓછા વજન વાળો, કંગાળ | 
| માલગાડી                                                  | 
ભાર ખાનુ, સામાન હેર્ફેર કરતી રેલ્ગાડી | 
| મુદ્દલ | 
મૂળ મૂડી | 
| મુલતવી | 
મોકુફ રાખવુ, માંડી વાળવુ | 
| મુશ્કેલી                                                     | 
અશક્યતા, અસંભવતા, અઘરું | 
| મુસાફરી                    | 
પ્રવાસ,  પર્યટન, એક સ્થળેથી બીજે સ્થળે જવુ | 
| મૂએલા                                                                | 
 લાગણી વિનાના, ચેતના વિનાના | 
| મૂળ                                | 
 અસલ,  મૂળભૂત, પહેલાનું, વનસ્પતિની જડ | 
| મેદની                                              | 
દુનિયા, ટોળું, ભીડ, જમાવ | 
| યથામતિ               | 
 યથા બુધ્ધિ,  ભાગે પડતું | 
| યથાસંભવ | 
 સંભવઃ શક્યતા મુજબ, સંજોગો પ્રમાણે | 
| રૈયત | 
જનતા, પ્રજા | 
| લહિયો                                                     | 
લખનારો, લેખક | 
| લૌકિક                            | 
કાંણ, મોંકાણ,લોકાદેશ પ્રમાણે  | 
| વડીલ | 
મુરબ્બી , પૂજ્ય, પૂર્વજ, મોડ | 
| વધાવવું | 
ફૂલ અને ચોખા નાખવા, ભક્તિથી, આશિર્વાદ આપવા | 
| વફાદારી | 
 નિષ્ઠા, સ્વામી ભક્તિ, વચનને વળગી રહેવું | 
| વરંડો                                                           | 
ઓસરી, પડાળી | 
| વર્ણવ્યું | 
 વર્ણન કરવુ, વાણી યા લખીને સમજાવવું | 
| વર્તણુંક | 
વર્તન, વ્યવહાર | 
| વાવેતર | 
વાવવું તે | 
| વિકાર                    | 
ફેરેફાર, પરિવર્તન, માનસિક બગાડ | 
| વિઘ્ન | 
કોઈ કાર્ય કરવામાં જે વાંધો કે હરકત આવે તે; અડચણ; નડતર; આડખીલી; પ્રત્યવાય; અંતરાય | 
| વિદ્યાર્થી                        | 
અભ્યાસી, ભણનાર | 
| વિશ્વાસપાત્ર | 
 ભરોસા પાત્ર, વિશ્વાસ મૂકવા લાયક | 
| વિસરવું                                                    | 
  ભૂલી જવું, યાદ ન રહેવું | 
| વીશી                                                              | 
ભોજન ગૃહ, પૈસા આપીને જમવાનું સ્થળ,વીશ નો સમૂહ | 
| વૃથા                               | 
ફોગટ, નિષફળ, | 
| વ્યવસ્થા                                                     | 
બંદોબસ્ત, ગોઠવણ | 
| વ્યાખ્યા | 
અર્થની સમજ; વિશેષ મર્યાદા બતાવીને કહેવું તે; પદાર્થનો અર્થ સમજાવવાની વાક્યરચના; વિસ્તૃત કે સ્પષ્ટ અર્થ; ટીકા; વિવરણ; સમજૂતી; લક્ષણ; બોલવું તે; કહેવું તે; શબ્દ, વાક્ય અને વિષયનો સ્પષ્ટ અર્થ સમજાવનારું વિવેચન. | 
| શક | 
  વહેમ, શંકા | 
| શિષ્યવૃત્તિ                      | 
શિષ્યને ખર્ચ પેટે મળતી રકમ | 
| શોધક | 
શોધ કરનાર, શોધી કાઢનારસ | 
| સત્યાગ્રહ | 
સત્ય પાલનનો આગ્રહ, સત્ય દ્વારા લડત, અહિંસક લડાઈ | 
| સદભાગ્ય         | 
 સારુંભાગ્ય, સુભાગ્ય | 
| સપ્તાહ | 
અઠવાડિયુ, સાત દિવસ, પારાયણ | 
| સમજુતી | 
 સમાધાન, માની લેવું, ભ્રમ દૂર થવો | 
| સમર્થન                                                      | 
અનુમોદન; ટેકો.દલીલોથી પુરવાર કરવું તે; પ્રતિપાદન. | 
| સમાધાન | 
તૃપ્તિ, શંતિ, શંકાનો વિછેદ | 
| સમિતિ | 
મંડળી. સભા | 
| સરળતા                                  | 
સરળ થવું, સરલતા | 
| સર્વમાન્ય | 
બધાને માન્ય | 
| સર્વાંશે                             | 
સર્વ રીતે, પૂરેપુરું | 
| સવિનય | 
વિનય યુક્ત,વિનય પૂર્વક | 
| સવિનયભંગ | 
વિનય સાથે ભંગ | 
| સંજ્ઞા                                                              | 
ભાન ,ચેતના, નિશાની, | 
| સંપાદન | 
મેળવવું, તૈયાર કરવું,પુસ્તકની માહિતી, પ્રસિધ્ધકરવું | 
| સંમતિ                            | 
અનુમતિ. કબૂલાત, સમાન મત વાળું | 
| સંયમ | 
નિગ્રહ, નિરોધ, ઈંન્દ્રિયનો નિગ્રહ | 
| સંવાદ | 
વાતચીત, સવાલ જવાબ, એકરાગ | 
| સંસ્કાર                                                    | 
વાસના યા કર્મની મન ઉપર છાપ,   શુધ્ધ કરવું ,સુધારવું | 
| સાક્ષાત્કાર     | 
નજરો નજર, પ્રત્યક્ષ દર્શન પરમ તત્વ ઈશ્વર ના દર્શન | 
| સાથી                                     | 
  સોબતી, જોડીદાર, મદદગાર,કામ માટે રાખેલ માણસ | 
| સામાન્ય                    | 
સાધારણ, બધામા સમાન, ખાસ ન હોવું, સમાન ગુણ ,જાતિ | 
| સાર્વજનિક | 
બધાંને લાગુ પડે તેવું; સર્વગત; સર્વ સાધારણ; સર્વ જનનું; સર્વ લોકોનું; સર્વ લોકો સંબંધી. | 
| સાવધાની                                                | 
ખારદારી, મનની એકાગ્રતા, સાવધાની | 
| સુકાની. | 
 સુકાન ફેરાનાર, વહાણનો ખલાસી | 
| સુગ | 
 ઘૃણા, ચીડ, અતિશય અણગમો | 
| સુઘડતા                             | 
સુઘડપણું, સ્વછતા, સુઘડ રાખવું એ | 
| સુધારક                  | 
સુધારો કરનાર, સુધારનાર | 
| સુલેહ | 
સલાહ શાંતિ, સંધિ, લડાઈ ઝઘડાનો અભાવ | 
| સૂચના | 
 ઈશારો, ચેતવણી, સૂચવવું તે | 
| સ્વદેશી | 
પોતાના દેશ્માં જ બનેલુ. | 
| સ્વરાજ્ય | 
પોતાનું રાજ્ય. | 
| સ્વાભાવિક | 
સહજ, સ્વભાવને અનુકુળ | 
| સ્વિકાર | 
અંગિકાર, લેવુ, | 
| હડતાળ  | 
હડ = દુકાન, તાલ= તાળુ, કામધંધો બંધ કરવો, સત્યાગ્રહનો તળપદી લોક્ભોગ્ય શબ્દ | 
| હરિજન                         | 
હરિ (વિષ્ણુ)નો દુત, શુદ્ર જાતિનો માણસ, મેલુ ઉઠાવનાર ભંગી |