ગુજરાતી શબ્દ સ્પર્ધાની “ગુજરાત ટાઇમ્સે” લીધેલી નોંધ.


અત્યાર સુધી આપે ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે વિજયભાઇ પાસેથી ઘણું જ માર્ગદર્શન મેળવ્યું. આ માર્ગદર્શન હેઠળ આપને જો આપના શહેરમાં કે આપના વિસ્તારમાં જો ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજવી હોય તો આપના માટે ગુજરાતી શબ્દ મેળવવા માટે એક નાનકડો પ્રોગ્રામ અહીં ઊપલબ્ધ છે. આ પ્રોગ્રામ MS Access માં છે. તેમાં મુખ્યત્વે બે પ્રકારના શબ્દો છે. ૧. રોજબરોજ વપરાતાં સાદા શબ્દો ૨. કઠિન શબ્દો. લગભગ ૭૫,૦૦૦ શબ્દોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપ જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કરશો કે તેમાં એક નાનકડું ફોર્મ આવશે તેમાં આપને કેટલાં સહેલાં અને કેટલાં અઘરાં શબ્દો જોઇએ છીએ તે આંકડાં લખો અને ત્યાર બાદ “Show List” બટન દબાવશો એટલે આપે પસંદ કરેલાં શબ્દો તેમના વિભાગમાંથી પસંદ થઇને આવશે. જો આપ ફરી આ બટન દબાવશો તો નવા શબ્દો પસંદ થઇને આવશે. તેથી જો આપ શબ્દ સ્પર્ધા યોજવા ઇચ્છતા હો તો દરેક વ્યક્તિને અલગ શબ્દો મળી શકે છે. ઉપરાંત સ્પર્ધકની ઉંમર પ્રમાણે આપ સહેલા/અઘરાં શબ્દો વધારે/ઓછા પ્રમાણમાં આપી શકો છો. આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. જો આપને કંઇ પ્રશ્ન હોય તો વિશાલ મોણપરા નો સંપર્ક કરવા વિનંતી.
આ ઉપરાંત, બીજો એક પ્રોગ્રામ પણ તૈયાર કરેલ છે કે જેમાં તમે તમને ગમતાં શબ્દો મુકીને આપની રીતે જ ગુજરાતી શબ્દ સ્પર્ધા યોજી શકો છો. આ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
શબ્દસ્પર્ધાનો એક અન્ય પ્રકાર જ્યાં સ્પર્ધકને નીયત સમયમાં ૧૦ શબ્દો આપવા કહેવાય છે. અત્રે નીયત સમયમાં સાચા શબ્દો તેમને તે પ્રકારે ગુણો અપાવે છે. આ જ પ્રકારે ત્રણ અક્ષર પાંચ અક્ષર કે જે વૈવિધ્ય કલ્પી શકાય તે રીતે રમીને માતભાષાને મજબુત કરી શકાય છે
શબ્દ અર્થ
| કરસન | ભગવાન નું નામ |
| નટખટ | તોફાની છોકરો |
| દસરથ | રાજા રામના પિતાજી |
| કરવત | સુથારનું લાકડુ કાપવાનુ સાધન્ |
| મલમલ | મુલાયમ જાતનું કપડુ |
| બચપણ | જીવનનો પહેલો તબક્કો |
| ગળપણ | મીઠો સ્વાદ |
| અકબર | મોગલ બાદશાહ |
| કરજણ | એક ગામનું નામ |
| ટમટમ | ફરસાણનું નામ |
| પરવળ | શાકનું નામ્ |
| દફતર | બાળક જે શાળામાં લઈને જાય |
| નટવર | ભગવાન નું નામ |
| ઘડપણ | પાછલી અવસ્થા |
| ડમડમ | કલકત્તા નુ એરપોર્ટ |
| બખતર | સુરક્ષા કવચ |
| શરબત | મીઠું પીણું |
| કળતર | વેદના, પીડા |
| ઝરમર | ધીમો વરસતો વરસાદ |
| મગદળ | કસરતનું એક સાધન્ |
| સરકસ | બાળકોનાં મનોરંજન નાં ખેલો |
| ચણતર | બાંધકામ નો પાયો |
| જડતર | દાગીનામાં જડાતી વસ્તુ |
| વણકર | કાપડ વણતી જાતી |
| અજગર | સાપનો પ્રકાર |
| પડતર | બીન ઉપજાઉ જમીન |
| મબલખ | સારી ઉપજ |
| શતદલ | સો નો સમુહ |
| ચળવળ | નિર્ધારીત ધ્યેય સાથે ચાલતી ગતિવિધી |
| મરકટ | વાનર |
| કલરવ | પક્ષીઓનાં અવાજો |
| ભણતર | ભણવું તે |
| રડમસ | રોતલ ચહેરો |
| કસરત | કવાયત |
શબ્દાક્ષરી
ઉદાહરણ તરીકે બે ટુકડીઓમાં ૮ સ્પર્ધકો છે
ગુજરાતી સાહિત્ય સરિતા અમેરિકાનાં તથા વિશ્વનાં જેટલા ગુજરાતી સમાજ અને ગુજરાતી પ્રધાન સંગઠનો છે તેમને વિનંતી કરે છે કે તેમના સમાજ કે સંગઠનમાં ત્રણ સ્તરે આ સ્પર્ધા રમે
૧૫ વર્ષ થી ૨૫ વર્ષ ( કિશોર ગુજરાતી વર્ગ)
૨૬ વર્ષ થી ૪૫ વર્ષ ( યુવા ગુજરાતી વર્ગ )
૪૬ થી ૯૫ વર્ષ ( સંપૂર્ણ ગુજરાતી વર્ગ)
સ્પર્ધામાં ભાગ લેવા જે તે સંગઠન નાં વડાએ તેમનો હોદ્દો અને ઇમેલ દ્વારા પોતાનો રસ જણાવવાનો છે. e mail address vishal_monapara@yahoo.com. અને/ કે vijaykumar.shah@gmail.com
પ્રારંભીક તબક્કે ત્રણેય વર્ગમાં લઘુત્તમ ૧૨ સભ્યો ભાગ લેતા હોય તે જરૂરી છે..
ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે કોઇ તૈયારી ની જરુર નથી હોતી. જેમ ફીલ્મી અંતાક્ષરી રમવા માટે જરુર હોતી નથી
ત્રણ પ્રકારે આ રમતો રમી શકાય છે
૧. શબ્દ અંતાક્ષરી જેમાં ૪ સભ્યોની ત્રણ ટુકડીઓ ભાગ લે જે ટુકડી નિર્ધારીત દસ સેકંડમાં જબવાબ ના અપે તે સ્પર્ધામાં થી નીકળી જાય્ છેલ્લે બચેલી ટુકડી ના ચાર સભ્યો ની બે ટુકડી બને અને વિજેતા ટુકડીનાં બે સભ્યો વચ્ચે છેલ્લી સ્પર્ધા થાય તે વિજેતા શબ્દ નિષ્ણાત બને
૨. શબ્દ આપો અને અર્થ કહો જેમાં ૪ સભ્યોની ત્રણ ટુકડીઓ ભાગ લે જે ટુકડી નિર્ધારીત દસ સેકંડમાં જબવાબ ના અપે તે સ્પર્ધામાં થી નીકળી જાય્ છેલ્લે બચેલી ટુકડી ના ચાર સભ્યો ની બે ટુકડી બને અને વિજેતા ટુકડીનાં બે સભ્યો વચ્ચે છેલ્લી સ્પર્ધા થાય તે વિજેતા શબ્દ નિષ્ણાત બને
૩. શબ્દ આપો અર્થ કહો અને શબ્દ પ્રયોગ કરો જેમાં ૪ સભ્યોની ત્રણ ટુકડીઓ ભાગ લે જે ટુકડી નિર્ધારીત દસ સેકંડમાં જબવાબ ના અપે તે સ્પર્ધામાં થી નીકળી જાય્ છેલ્લે બચેલી ટુકડી ના ચાર સભ્યો ની બે ટુકડી બને અને વિજેતા ટુકડીનાં બે સભ્યો વચ્ચે છેલ્લી સ્પર્ધા થાય તે વિજેતા શબ્દ નિષ્ણાત બને.
પ્રતિસ્પર્ધકોના કથન ને મુલવવા માટે બને તો ગુજરાતી શીખવતા શિક્ષકને પરિક્ષક બનાવવા.
વિશાલ મોણપરા સ્પર્ધાનાં આગલા દિવસે ઇ મેલ દ્વારા આપને બીજા અને ત્રીજા પ્રકાર માટે શબ્દો મોકલશેુ
ગુજરાતી શબ્દ સ્પર્ધા જ્યાં પણ થાય ત્યાં માતૃભાષાની સેવા છે…યાદ રહે આ કોઇ રાજકરણ નથી.. આ કોઇ દેખા દેખી નથી.. આ માતૃભાષા પ્રત્યેની નિષ્ઠા દેખાડવાનો પ્રયત્ન છે
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા માન્ય સાર્થ ગુજરાતી શબ્દ કોષ અને ભગવદ્ગોમંડલની બે વેબ સાઈટ www.bhagavadgomandal.com & www.bhagavadgomanadalonline.com લોકભોગ્ય બનાવવાની શુભ નિષ્ઠા થકી માતૃભાષાને પ્રણામ કરવાનો પ્રયત્ન છે. જેટલા વેબ મિત્રો અને બ્લોગર મિત્રો શબ્દ સંશોધન કરતા હતા તે સૌ એક અવાજે કહે છે આ કામ કરવાની ખુબ મઝા આવી અને ઘણું નવું જાણવા મળ્યુ.
જ્યાં જ્યાં આ શબ્દ સ્પર્ધા રમાશે તે સ્પર્ધકો અને આ પ્રયોગ માણનારો શ્રોતા વર્ગ પણ ગુજરાતી શબ્દો થી પ્રકાશીત થશે. સંશોધન દ્વારા ભેગા થયેલા શબ્દો www.shabdaspardha.gujaratisahityasarita.org તથા www.vijayshah.wordpress ઉપર જોવા મળશે. આ સતત સંશોધન માંગતો પ્રયોગ છે તેમા સુચનો અને સક્રીય ભાગ લેવા આમંત્રણ.
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.