મ
શબ્દ સંશોધન શૈલા મુનશા
ક્રમ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ |
૧ | મંગલારંભ | ગણેશ | મંગલારંભ બોલીને શુભ કાર્ય કરવું. |
૨ | મંથજ | માખણ | દહીં વલોવવાથી મંથજ નીકળે. |
૩ | મકરંદ | આંબો ભમરો,પુષ્પ રજ્ | મકરંદ ફળોનો રાજા ગણાય છે. |
૪ | મચાન | માંચડો | સિંહના શિકાર માટે ઝાડ પર મચાન બાંધવામા આવે. |
૫ | મડ | વ્યંગ | તે મડમા બોલે છે કે મજાકમા તે ખબર નથી. |
૬ | મત્યા | ધન | આ યુગમા જેની પાસે મત્યા હશે તેની બોલબાલા હશે. |
૭ | મધુજા | પૃથ્વી | મધુજા નવ ગ્રહમા નો એક ગ્રહ છે. |
૮ | મધુલી | જેઠીમધ | ઉધરસની ખાસ દવા મધુલી. |
૯ | મરાલ | કાજળ | મરાલથી આંખોની શોભા વધે છે. |
૧૦ | મલદલ | દળવું | અનાજને મલદલ કરવાનો જમાનો ગયો. |
૧૧ | મહ | તેજ | સાચા સંતનુ મહ છાનુ ન રહે. |
૧૨ | મહાકાંત | શિવ | મહાકાંત એ પ્રલયના દેવ ગણાય છે. |
૧૩ | મહિષી | પટરાણી, ભેંસ | રૂક્ષ્મણી ક્રુષ્ણની મહિષી હતી. |
૧૪ | માનભોગ | મહાપ્રસાદ | મંદિરમાથી માનભોગ લીધા વગર પાછા ન જવાય. |
૧૫ | મુંગરા | મોગરાનુ ફૂલ | મુંગરાની સુગંધ ચારેકોર ફેલાય, મકરંદ ગુંજન સંભળાય રે |
૧૬ | મુખર | કાગડો | મુખર અને કોયલ વાને કાળા, ને ગાને તરત પરખાય જી |
૧૭ | મુદા | આનંદ | મુદા વહેંચવાથી વધે છે. |
૧૮ | મ્રુગશિર | માગશર માસ | કારતક પછીનો માસ એ મ્રુગશિર માસ. |
૧૯ | મંદાદર | અવિનયી | વડીલ સામે મંદાદર ના થવાય. |
૨૦ | મણહર | રમણીય | ચાંદની રાતની શોભા મણહર હોય છે |
મજકુર નો અર્થ જણાવવા વિનંતી