ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

શબ્દ સંશોધન -સરયૂબેન પરીખ

ક્રમ  શબ્દ  અર્થ  શબ્દ પ્રયોગ
1. સંકળના ગુંથણી    રેશમી દોરીની સુંદર સંકળના
સંકુલ  ઘણાં જણની ભીડથી  અવકાશ ન મળે  યુધ્ધના સંકુલમાં શાંતિ ક્યાં?
૩. સંકુલા સાંકળ, બંધન   મોહ સંકુલા તોડવી જ રહી.
૪. સંકાશ સરખુ, સમાન    સંકાશ સહુને માનો.
૫. સંક્ષોભ ઉત્પાત, ઊથલપાથલ, ગભરાટ    તેણીનું દિલ સંક્ષોભથી રિક્ત થઈ ગયું.
૬. સંખિત કંપ,ધ્રુજારો,ધક્કા,આંચકા,સંકુચિત   સંખિત મન, દુખી મન
૭. સંખા  ગણના,  ગણત્રી લાવો પંખા, કરો સંખા
૮. સંખ્યાવધિ અસંખ્ય , અગણિત  સંખ્યાવધિ સાગર તરંગો વહે. 
૯.  સર્ગી સંબંધી, સાથી, સહવાસી  સારા સર્ગી, ભાગ્યની વાત
૧૦. સાઝેદાર ભાગીદાર   અમારા આનંદમાં સાઝેદાર બનો.
૧૧.  સાટમાર હાથી/પ્રાણીઓને ઊશ્કેરી લડાવનાર   મોહન રાજમહેલનો સાટમાર છે
૧૨. સાબરિયો હા જી હા કરનાર  જાદવશેઠનો કરણ તો પાકો સાબરિયો છે
૧૩. સામોરું સામનો,    વિરોધ ખોટી વાતનુ સામોરું કરવુ પડે.
૧૪. સાહિલ તટ,કિનારો  સાથી હિંમત રાખ હવે સાહિલ દૂર નથી
૧૫. સાહેલુ આબlદી ભોગવતુ,સુખ,આનંદ  રામરાજ્યમાં સર્વત્ર સાહેલુ.
૧૬. સુકૂન નિરાંત,શાંતિ,સાંત્વન    દિકરાને મળીને માને સુકૂન લાગે છે.
૧૭ સુખકંદ સુખ કરનારું .   પ્રસન્ન મુખ સુખકંદ.
૧૮.  સુણતલ સાંભળનાર   મારી સખી સાધના, દુનિયામાં એક મારી સુણતલ.
૧૯. સુરસરિ  ગંગા   મારે આંગણે સુરસરિ આવી.
૨૦. સુહાણ  શાંતિ   સમાધાનથી બે પક્ષમાં સુહાણ થઈ.

Leave a Reply

Meta

Recent Posts

Recent Comments

Pages

Categories

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.