ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » ઓ ઔ

ઓ ઔ

શબ્દ સંશોધન- કાંતીભાઈ કરસાળા

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

ઓરસ

લગ્નનું જમણ

મહેશભાઈએ પુત્રના લગ્નપ્રસંગે ઓરસનું આયોજન કર્યું.

2

ઓરસિયો

ચંદન ઘસવાનો પથ્થરનો કકડો

ઓરસિયા પર સુખડ ઘસી ચંદન ઉતારાય છે.

3

ઓરહ

સ્વર્ગ

એક સમયે શ્રી નગર ભારતનું ઓરહ ગણાતું.

4

ઓરાં

હળ.

વરસાદ આવતા પહેલાં ખેડૂત ખેતરમાં ઓરાં ચલાવે છે.

5

ઓપટી

જરૂર; અગત્ય.

આ વાત ઓપટી હોવાથી તમે મને તુરંત જ મળો.

6

ઓપચીખાના

ચોકી; હથિયારબંધ માણસોને રહેવાનું સ્થળ.

દેશની સુરક્ષા માટે સરહદી વિસ્તારમાં સરકારે ઓપચીખાનાં ઊભાં કર્યાં છે.

7

ઓપડસંગ

અક્કલ વગરનું.

સાવ ઓપડસંગ વાતો કરો નહિં.

8

ઓપતું

શોભતું; દીપતું.

આ સાડી તમને સરસ ઓપે છે.

9

ઓપાવું

ચળકાટ મારતું કરાવું.

કાંધી ઉપરના વાસણો કેવાં ઓપે છે.

10

ઓખાત

શક્તિ; તાકાત; ગુંજાશ.

ચુંટણી આ ઉમેદવારોની ઓખાત ઓછી આંકશો નહિં.

11

ઓગણ

હલકું ગણાવા જેવું.

ભીખ માંગવા કરતાં મહેનતનું કામ ઓગણ નથી.

12

ઓખોમોખો

ચેપી તાવ. જુઓ ઓખું.

ચૈત્ર-વૈશાખ માં ઓખોમોખોના વહારા હોય છે.

13

ઓખામંડળ

કાઠિયાવાડનો ગાયકવાડ તાબાનો મહાલ.

ઓખામંડળના વાઘેરો ખૂબ જ લડાયક છે.

14

ઓજીસારો

કચરો; પૂંજો.

જ્યાં ઓજીસારો કરી ગંદકી ફેલાવી નહિં.

15

ઓઝડ

એક માગણ.

કેટલાક ઓઝડ ભારે હઠીલા હોય છે.

16

ઓઝડવાવું

અચાનક આડે આવવું.

અચાનક કૂંતરું ઓઝડવાથી તેણે વાહનને જોરદાર બ્રેક મારી.

17

ઓજસ્વતી

તેજવાળી.

આ તલવાર જોઈ? તેની ધાર કેવી ઓજસ્વતી છે.

18

ઓજાય

પડછાયો.

દેવોને ઓજાય હોતો નથી.

19

ઓજી

વણકર

આજે હાથશાળ પર કામ કરનાર ઓજીઓ રહ્યા નથી.

20

ઓસા

ઝાકળ

શિયાળામાં વહેલી સવારે ગાઢ ઓસા જોવા મળે છે.

21

ઓસાણભંગ

નાસિપાસ.

સખત મહેનત કરી હોવા છતાં પરીક્ષામાં નિષ્ફળ જવાથી કેતન ઓસણભંગ થયો.

22

ઓસાફ

ઢંગ; લક્ષણ.

મને આ છોકરીના ઓસાફ સારા નથી લાગતા.

23

ઓહિ

હદ; મર્યાદા.

તમે તો બોલવામાં ઓહિ વળોટી ગયા.

24

ઓહો

અફસોસ

જીવનમાં ઓહો થાય તેવું કદી ન કરો.

25

ઓહોર

ઢોરને પૂરવાનો ડબો.

રખડતા ભટકતાં ઢોરને નગરપાલિકા ઓહોરમાં રાખે છે.

26

ઓલગ

અરજ

હે મા બાપ ! આ ગરીબની ઓલગ સાંભળો.

27

ઓલનગોઝારૂ

છીનાળું.

ઓલનગોઝારૂ કરી બદનામી વહોયો નહીં.

28

ઓલરવું

આથડવું.

નોકરી માટે ચમન આમતેમ ઓલરે છે.

29

ઓલંભો

ફરિયાદ

કોઈ મુશ્કેલી છે? અહીં ઓલંભો નોંધાવો.

30

ઓઘાવવું

ખરાબ કામ કરવું

મેં એવું કયું ઓઘાવ્યું કે હું નીચું જોઉં ?

31

ઓઘવું

ખડકવું;

આ જગ્યાએ લાઈનબંધ ઘઉંની બોરી ઓઘવો.

32

ઓઘામણ

શરમ;

આવી નાલાયકી કરતાં તને ઓઘામણ ન આવી?

33

ઓરકાડ

ઓડકાર; ડકાર.

ભૂખ્યા માણસને ભોજન મળતાં તેને તૃપ્તીનો ઓરકાડ ખાધો.

34

ઓળ

પર્વતની હાર.

હિમાલય જુદાજુદા ઓળની માળા છે.

35

ઓળંભ

હઠ

કૈકયની સ્ત્રી ઓળંભ પાસે રાજા દશરથ હારી ગયા.

36

ઓલ્હવવું

ઠારવું.

અગ્નિ ઓલ્હવવામાં આવ્યો.

37

ઓશકાવું

અચકાવું; ખંચાવું.

ઓશકાયા વિના નિર્ભયપણે વાત કરો.

38

ઓશંકવું

શરમાવું; લજવાવું.

નવી નવીઢા સાસરે સહેજ ઓશંકવાની લાગણી અનુભવે છે.

39

ઓષ્ઠાધર

ઉપલો અને નીચલો એ બેઉ હોઠ.

શ્રીકૃષ્ણ ઓષ્ઠાધરથી વાંસળી વગાડતા હતા.

40

ઓષ્ઠાક્ષર

હોઠથી ઉચ્ચાર થાય તેવા અક્ષર.

, ,, , મ એ ઓષ્ઠાક્ષર છે.

41

ઓષ્ણ

સહેજ ગરમ.

ઓષ્ણ પાણીથી સ્નાન કરવાથી તાજગી આવે છે.

42

ઓસંકળ

હલકું; ઓછું.

વસ્તુનું વજન ઓસંકળ નથી તેની ખાત્રી કરો.

43

ઓબાળાહું

બગાસું.

લોટરી લાગી જાણે ઓબાળાહુંમાં પતાસું.

44

ઓભામણ

મૂંઝવણ; ઉકેલ ન સૂઝવાથી થતી ગભરામણ.

પુત્રીના વિવાર કઈ રીતે સંપન્ન થશે એ વિચારે પિતાને ઓભામણ થઈ.

45

ઓબો

દુઃખ; પીડા.

માનસિક ઓબો માણસને નિરાશ કરી નાખે છે.

46

ઓસાર

ઘટાડો; ઘટ; ક્ષય.

ચંદ્રની કળા કૃષ્ણ પક્ષમાં ઓસાર પામતી જાય છે.

47

ઓત

કરકસર.

ઓત એ બીજો ભઈ છે.

48

ઓતી

શ્રેષ્ઠ; ઉત્તમ.

ઓતી કામ કરનારને ઈલ્કાબ આપવામાં આવશે.

49

ઓંઘ

ઊંઘ

ઓંધ અને આહાર વધાર્યા વધે.

50

ઓઝું

મુશ્કેલ

આ કામ થોડું ઓઝું છે.

51

ઓટ

ટેકો; આધાર; શરણ; રક્ષા.

ભગવાનને ઓટ જવાથી તે આપણી ઓટ કરે છે.

Leave a Reply

Recent Posts

Recent Comments

Pages

Categories

July 2019
M T W T F S S
« May    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Archives

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help