ઝ
શબ્દ સંશોધન -નીલા કડકીયા
ક્રમ્ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ |
૧ | ઝ | ધ્વનિ | સિતારનો ઝ સુમધુર હોય છે. |
૨ | ઝંકા | નાની સ્ત્રી | દરેક સ્ત્રી કંઈ ઝંકા નથી હોતી. |
૩ | ઝંકાટ | ગુંજારવ | કમળ ભાગ્યશાળી છે જેને ભમરાના ઝંકાટનો આનંદ મળે છે. |
૪ | ઝંકાડ | પાંદડા વગરનું ઝાડ | પાનખર ઋતુના ઝંકાડ પણ સુંદર લાગે છે. |
૫ | ઝંકૃત | ઝંકાર પામેલું | ઝંકૃત ઝાંઝારના ઝણકારથી ઝણઝણાટી ઝબૂકે છે. |
૬ | ઝંગા | ડગલો | આજકાલ જૂના ઝંગાની જગ્યા જોધપુરી ઝંગાએ લીધી છે. |
૭ | ઝંગાઝોરી | કજિયો, તકરાર | નાના બાળકોની ઝંગાઝોરીમાં મોટાઓએ પડવું ન જોઈએ |
૮ | ઝંગાલી | લીલું | ઝંગાલી ઘાસ પર ચાલવાથી આંખોને ફાયદો થાય છે. |
૯ | ઝંઝરી | લોઢાનો સળિયો | સડેલા ઝંઝરીને બદલી કાઢવો યોગ્ય છે. |
૧૦ | ઝંઝ | ભેદ | બાળકો વચ્ચે ઝંઝ રાખવો યોગ્ય નથી. |
૧૧ | ઝંઝન | પાણી પડવાનો શબ્દ | ઝરણાનો ઝંઝન કર્ણપ્રિય હોય છે. |
૧૨ | ઝંઝરીદાર | જાળીવાળું | ઘરનો ઝંઝરીદાર દરવાજો રક્ષણ આપે છે. |
૧૩ | ઝંઢા | બાળમોવાળા ઉતારવાની ક્રિયા | ઝંઢા નાથદ્વારા કે ગોકુળમાં પણ થાય છે. |
૧૪ | ઝંપા | ઝપતાલ [શાસ્ત્રીય સંગીતમા આવતો તાલ] | હવેલીઓ કે મંદિરમાં ઝંપા પર કીર્તનો ગવાય છે. |
૧૫ | ઝંબ | ધૂમકેતુ | આકાશગંગામાં ઝંબ જોવાનો લ્હાવો અનેરો હોય છે. |
૧૬ | ઝઈડવું | નાનું કાંટાળું ડાખળું | જંગલમાં વિખરાયેલા ઝઈડવાથી બચીને ચાલવું. |
૧૭ | ઝકરી | દોહવાની તાંબડી | ગાયને દોહતી વખતે ઝકરી ચોખ્ખી રાખવી જોઈએ. |
૧૮ | ઝકાળો | ધોધ | નાયગરા દુનિયાનો સૌથી મોટો ઝકાળો ગણાય છે. |
૧૯ | ઝકામી | એક જાતનો છોડ | પહોળા રસ્તામાં વાડ તરીકે ઝકામીનો ઉપયોગ થાય છે |
૨૦ | ઝકડી | દૂધ દોહવાની ક્રિયા, દોહવું | ગામની ગોવાલણને ઝકડી કરતી જોવાની મઝા કાંઈ ઑર છે. |
૨૧ | ઝકીલ | દુરાગ્રહી | સત્ય પર ઝકીલું રહેવું યોગ્ય છે. |
૨૨ | ઝખામ | શરદી | આજકાલનું હવામાન એવું છે કે ઝખામથી બચવું મુશ્કેલ બન્યું છે. |
૨૩ | ઝખેર | બહુ | હવે ઝખેર થયું, બંધ કરો ઝગડવું. |
૨૪ | ઝખ | ગૂમડું | ડાયાબિટીસના દર્દીનું ઝખ જોખમી છે. |
૨૫ | ઝગરો | ઝગડો, કજિયો, લડાઈ | અમે નાના હતા ત્યારે એમ બોલતા ’ ’ઝગરા ઝગરી મત કરો, ગાંધીજીકો યાદ કરો! |
૨૬ | ઝઝલા | એક જાતની મિઠાઈ | મને તો ખબર નથી કે ઝઝલા ક્યાંની મિઠાઈ છે ? |
૨૭ | ઝઘન | કૂદકો | ખાઈ જોઈને ઝઘન મારજો. |
૨૮ | ઝચા | સુવાવડી સ્ત્રી | પહેલાના જમાનામાં ઝચાને આભડછેટનું ખૂબ ધ્યાન આપવું પડતું હતું. |
૨૯ | ઝઘાર | ઝગમઘાટ | સાત્વિક માનવના મુખ પર હંમેશા ઝઘાર મારતો હોય છે. |
૩૦ | ઝઝરી | બારી | કલાત્મક ઝઝરીને ઝરુખો પણ કહી શકાય. |
૩૧ | ઝગતિ | ઝટ, તરત | ઝગતિ કરો નહીં તો બસ ઉપડી જશે. |
૩૨ | ઝબૂકો | ઝબકારો | તારામંડળના ઝબૂકા માનસરોવરને કિનારેથી જોવાનો લ્હાવો અનેરો છે. |
૩૩ | ઝટન | મંડપ બનાવવો | લગ્નના દિવસો ઝટન ઝડપથી બનાવવા પડે છે. |
૩૪ | ઝડા | તદ્દન, પૂરેપૂરૂં | પ્રભુને ઝડા અર્પિત થઈને પૂજવાથી કોઈપણ વસ્તુ અશક્ય નથી. |
૩૫ | ઝણીં | રખે | ઝણીં જતા રહેતા મારે તમારું કામ છે. |
૩૬ | ઝપાસિયા | કપટી | આજકાલ ઝપાસિયાને ઓળખવા મુશ્કેલ છે. |
૩૭ | ઝઝટિ | ઝડપ | ઝઝટિ કરો |
૩૮ | ઝનવાં | એક જાતનું ધાન્ય | ઝનવાં ઉત્તર પ્રદેશનું ધાન્ય છે. |
૩૯ | ઝમરખ | કાચના ઝુંમર | રાજમહેલના ઝમરખ જોવાલાયક હોય છે. |
૪૦ | ઝમર | સામુદાયિક આત્મહત્યા | જૂના જમાનામાં લડાઈ વખતે રાજપૂતાણીઓ ઝમર કરતી હતી. |
૪૧ | ઝઝ | લાંબી દાઢી | સાંટા ક્લોઝ તેની સફેદ ઝઝથી ઓળખાય છે. |
૪૨ | ઝનખ | હડપચીનો ખાડો | ઝનખવાળી વ્યક્તિ ખૂબ દેખાવડી હોય છે. |
૪૩ | ઝનખદાં | હડપચી | ઝનખદાં ઊંચી રાખી જુઓ તો ! |
૪૪ | ઝદા | દુઃખી | ઝદા થવાની જરૂરત નથી સહુ સારાવાના થઈ જશે. |
૪૫ | ઝદ | નુકશાન | મંદીનાં જમાનામાં પૂરા દેશને ઝદ પહોંચશે. |
૪૬ | ઝલ્લોલ | રેંટિયો | આજકાલ ઝલ્લોલ તો એક શમણું બની ગયું છે. |
૪૭ | ઝાટિકા | ઝાડની ઘટા | વડની ઝાટિકા આરામદાયક હોય છે. |
૪૮ | ઝાટી | જૂઈની વેલ | ઝાટીની મહેક મનને આનંદી બનાવે છે. |
૪૯ | ઝીંઝવો | એક જાતનું ઘાસ | ઝીંઝવો ક્યાં ઊગે છે? |
૫૦ | ઝંજીરો | પૈડાંવાળી નાની તોપ | આજકાલ ઝંજીરા શોભામાં મૂકવામાં આવે છે. |