ન
શબ્દ સંશોધનઃ નવિન બેંકર
| ક્રમ્ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ | 
| ૧. | નઈ | દુધી | નઈમુઠીઆ તેને બહુ ભાવતા | 
| ૨ | નક્ર | મગર્ | નક્ર ચાલે વક્ર અને ઝાલે તેનું ફરી જાય જીવન ચક્ર | 
| ૩. | નગ | પર્વત્ ઝડ, સાતની સંખ્યા | નગપતિ હિમાલય પુત્રી પાર્વતી શિવને વરી | 
| ૪ | નચિકેત | અગ્નિ, | નચિકેત યમરાજા પાસેથી બ્રમ્હ વિદ્યા શીખનાર બ્રાહ્મણ કુમાર | 
| ૫. | નપીરી | પિયરમાં કોઈ ન હોય તેવી સ્ત્રી | બાપુજીના મૃત્યુ પછી તે નપીરી થઈ ગઈ તેમ કહેવાય્.૬ | 
| ૬ | નરાજ | ખોદવાની કોશ | નરાજ લઈ તે તો મંડ્યો જમીન ખોદવા.. | 
| ૭ | નર્મચિત્ર | ઠઠ્ઠા ચિત્ર | મહેન્દ્ર શાહ નર્મચિત્રકાર છે. ભલ ભલાનાં ચિત્રો દોરી ઠઠ્ઠો કરે. | 
| ૮ | નવધા | નવ પ્રકાર ની | નવધા ભક્તિ નવ રીતે થાય શ્રવણ્,કીર્તન્.સ્મરન, પાદસેવન વિગેરે | 
| ૯ | નવદ્વારી | માનવ શરીર | અશુચી (ગંદકી) ભર્યા નવદ્વારી ઉપરની મમતા નકામી | 
| ૧૦ | નવ ટાંક | શેરનાં આઠમા ભાગ જેટલુ વજન્ | નવટાંક વજનનું હ્રદય બે મણનાં શરીરને ચલાવે | 
| ૧૧ | નવલનિચોર | નીત નવા વસ્ત્ર ધારણ કરનાર્ | ફીલ્મ અભિનેત્રીઓ તો સદા નવલનિચોર તેથી સુંદર જ દેખાયને? | 
| ૧૨ | નવસાર | એક ક્ષાર | નવસાર નાખો અને ધાતુ તરત ગળે | 
| ૧૩ | નવીસંદો | લહિયો-લેખક્ | નવીસંદોને રાજા અક્બર બહુ માન આપતા | 
| ૧૪ | નસંક | નાક સાફ કરવુ | શરદી થાય એટલે નસંક કરી કરી નાક રાતુ થૈ જાય્ | 
| ૧૫ | નાતિમાનિતા | નિરાભિમાની, નમ્ર | સનતભાઇ નાતિમાનિતા તેથી વિમાકામમાં સફળ | 
| ૧૬ | નાનોબો | જુવાનોનો સમુહ | નાનોબો પરિવર્તન તરફી હતો તેથી તે કાયદો પસાર ના થયો | 
| ૧૭ | નાપિક | વાળંદ | નાપિક કર્મી અમેરિકામાં ઘણું કમાય છે | 
| ૧૮ | નામણ દિવો | રામણ દિવો | નામણ દિવો અને માથે મોડ તે બે વરરાજાની મા હોવાનાં લક્ષણો | 
| ૧૯ | નાલિકેર | નારિયેળ | નારિકેર પાણી મુત્ર રોગમાં ઔષધીનું કામ કરે | 
| ૨૦ | નિખર્વ | સો અબજ જેટલી સંખ્યા | કુબેર ભંડારમાં કંઇ કેટલાય નિખર્વ રત્નો હોય છે | 
| ૨૧ | નિઘંટુ | શબ્દ કોશ | ગુજરાતી નિઘંટુ બે મોટા.. સાર્થ અને ભગવદ ગોમંડલ્ | 
| ૨૨ | નિટોલ | નક્કી | સુરજ પૂર્વમાં ઉગે તે નિટોલ વાત્… | 
| ૨૩ | નિદાઘ | તાપ્ | નિદાઘે ઉકળે સાગર અને ઉંચે વાદળ બંધાય | 
| ૨૪ | નિભ્રંછના | વખોડવું | કામ સારુ થાય કે ના થાય નિભ્રંછના તો મળે અને મળે જ | 
| ૨૫ | નિમેષોન્મેષ | આંખ ઉઘાડ બંધ થવી | વહેલી સવારે બા ની નિમેષોન્મેષ નહોંતી તેથી દિકરાને ફાળ પડી | 
| ૨૬ | નિમીલિત | આંખ બંધ કરી ગાનાર્ | તાનસેન નિમીલિત ગાતા જ્યારે બૈજુ ખુલ્લી આંખે ગાતો | 
| ૨૭ | નિયાણી | બહેન દીકરી | રીધ્ધી નિયાણી તેથી તેનું ધ્યાન તો મારે રાખવાનું ને | 
| ૨૮ | નિરાગસ્ | નિર્દોષ | નાના ભુલકા મહદ અંશે નિરાગસ હોય છે | 
| ૨૯ | નિરાભરણા | આભુષણ રહિત્ | નિરાભરણા પુત્રીને હોઈ મનમાં અંદેશો થયો |