ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home »

શબ્દ સંશોધન- કાંતિભાઈ કરશાળા

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

હકીકીભાઇ

એક જ મા બાપનો દિકરો, સગો ભાઈ

ફીલ્મી અભિનેતા સંજયદત્તએ પ્રિયાદત્તની હકીકીભાઈ છે.

2

હકકતાલા

સર્વ શક્તિમાન ઈશ્વર, પરમેશ્વર

હકકતાલા પાસે અણદીઠ તેજનો અંબાર ભર્યો છે.

3

હકડેઠઠ

ખૂબ સંખ્યામાં, ખીચો ખીચ, ભરપૂર

ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં હકડેઠઠ માનવીઓ ઉમટી પડયા.

4

હડફો

ઈસ્કોતરી, પૈસા રાખવાની નાની પેટી

અગાઉના સમયમાં લોકો, વેપારીઓ પૈસા મૂકવા માટે તિજોરીને બદલે હડફાનો ઉપયોગ કરતા હતા.

5

હમમચવું

આખું હલબલવું, મૂળ/પાયામાંથી હલી જવું.

ઈ.સ. 2001 ના મહાભયાનક, ધરતીકંપે સૌરષ્ટ્ર, કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમં ભલભલી ઈમારતોને હચમચાવી મૂકી.

6

હજરજવાબી

સમયસૂચકં, તાત્કાલિક જવાબ આપનાર

બાદશાહ અકબરના દરબારમાં બીરબલ હજરજવાબી હતો.

7

હજારપા

કાનખજૂરો

હજારપા પણ વીંછી જેવા ઝેરી પ્રાણીના વર્ગનો જ ગણાય છે.

8

હરપર્ણી

શેવાળ,લીલ

બંધિયાર પાણીમાં હટપર્ણી જામી જતાં તે તળાવ, સરોવર વગેરે ગંધાવા લાગે છે.

9

હટાણું

ખરીદકામ, પરચુરણ માલની ખરીદી

નાના ગામડાના લોકો આજે પણ મોટા શહેરોમાં રોજ હટાણું કરવા આવતા હોય છે.

10

હઠલાભ

આકસ્મિક ધનનો લાભ થવો તે

મહેશભાઈએ ખંડેર બનેલું મકાન ખરીદી, નવેસરથી પાયા ખોડતા ચરુ મળ્યો આમ તેને હઠલાભ થયો.

11

હઠસંભોગ

બળાત્કારે કરેલી સ્ત્રી સંભોગ

પત્ની સાથેનો હઠસંભોગ પણ આજે કાનૂની અપરાધ ગણાય છે.

12

હઠહઠ

તાણ, આગ્રહ

આંગણે આવેલાઅતિથિઓને હઠહઠ કરીને જમાડવા એ યજમાનની શોભા છે.

13

હઈડું

હૈયું

માનવીના હઈડાંને નંદવાતાં વાર શી?

14

હઈણું

ત્રણ તારાનું એક એ નામનું ઝૂમખું મૃગશીર્ષ

હઈણું આથંમ્યું હાલાર શેરમાં અરજણ્યા.

15

હઈયાબાર

છાતી સાથે

દુશ્મનો સાથે ધીંગાણામાં વીરતાથી લડી, વિજય મેળવી આવેલા, પુત્રને પિતાએ ચાંપ્યો હઈયાબાર.

16

હઈયાહોળી

નિરંતર કલેશ રહ્યા કરે તેવું

તેના ઘરમાં તો કાયમ હઈયાહોળી સળગતી હોય છે.

17

હગાર

પંખીઓની ચરક

હગારથી સુંદર, રળિયામણું મંદિરનું પ્રાંગણ ગંધાય ઉઠયું.

18

હચરમચર

બહાનું

તમારે મારી પુત્રીના લગ્ન પ્રસંગ હાજર રહેવું જ પડશે. કોઈ હચરમચર નહીં ચાલે.. શું સમજ્યા ?

19

હડબડું

ઘાટઘુટ વિનાનું

ભાઈ-ભાઈ કરતી નીસરી બે નાળિયેરી, ભાઈએ શીંગડ ફેરવ્યા બે નાળિયેરી ભાંગ્યાં છે હડબડ હોઠ બે નાળિયેરી.

20

હટ્ટવિલાસિની

હળદર

લગ્ન પ્રસંગે વર-કન્યાને હટ્ટવિલાસિની મિશ્રીત પીઠી ચોળાય છે.

21

હજૂરિચણ

બાંદી ચાકરડી, દાસી, ખવાસણ

રાજા-મહારાજાઓ પોતાના રાણીવાસમાં રાણીઓની સેવા માટે હજૂરિચણો રાખતા હતા.

22

હુકલાવવું

ડરાવવું, ધમકાવવું

નાના ભૂલકાંઓને ક્યારેય હુકલાવવા નહીં, હુંકલાવવાથીએ તેઓ ડરપોક બનશે.

23

હક્કાક

ઝવેરી

સાચા હીરાની પરખ તો હક્કાક જ કરી શકે ને ?

24

હકારું

તેંડું, હાક મારીને જમવા બોલાવવા.

ગામડાગામમાં આજે પણ ગામના આમંત્રિતોને લગ્નપ્રસંગે હકારું કરાય છે.

25

હટદા (હડદા)

આંચકાં, ધક્કા

ઉબડખાબડ રસ્તા પર જતી બસમાં ભારે હટદાને લીધે મુસાફરો ત્રાસી ગયા.

26

હડદોલો

ધક્કો લાગવો

ભીડમાં એકાએક માણસોમાં નાસભાગ થતાં કેટલાય માણસોને હડદોલો લાગવાથી ઈજા પહોંચે છે.

27

હડફ

થાપણ, અનામત

કયારેય પણ કોઈની હડફ ઓળવશો નહીં.

28

હક્કનાક

વગર કારણે

તાલીબાનો/લશ્કરે તોયબા જેવા આતંકવાદી સંગઠ્ઠનો હક્કનાક નિર્દોષ પ્રજાના પ્રાણ હરે છે.

29

હટકટો

ખરખરો, દિલગીરી

સ્વજન, સ્નેહી-મિત્ર, સગા વહાલાંના મરણ પ્રસંગે લોકો હટકટો કરવા જાય છે.

30

હથ્યાઈ

હત્યા, કતલ

આજના યુગમાં હથ્યાઈના પ્રસંગો રોજ-બરોજ જોવા મળે છે.

31

હથોહથ

બીજાના હાથની મદદથી

કનકભાઈએ પોતાની પુત્રીના લગ્નનો પ્રસંગ ખૂબ આનંદથી હથોહથ ઉકલ્યો.

32

હથરોટી

કામ કરવાની સફાઈ, હોશિયારી, ઢબ

જગદીશભાઈની હથરોટી એટલી સારી છે કે કોઈપણ કામ સરળતાથી તેમજ સહેલાઈથી કરી શકે છે.

33

હથેવાળો

હસ્તમેળાપ

શુકલજીએ/ગોરમહારાજે શુભ મુર્હતમાં વર અને કન્યાનો હથેવાળો કરાવ્યો.

34

હદ

મર્યાદા, સીમા

હવે તો મારી સહનશક્તિની હદ આવી ગઈ છે.

35

હદન

મળ ત્યાગ

હદન, મૂત્રત્યાગ, છીંક વગેરે કુદરતી હાજતોને કયારેય રોકવી નહીં.

36

હથફેર

હાથ ચાલાઈ ના ખેલ

જાદુગરો હથફેર દ્વારા લોકોને આશ્ચર્ય મુગ્ધ કરે છે.

37

હણાર

થવાનું, બનવાનું

ભાગ્યમાં જે હણાર છે તેને વિધાતા પણ ટાળી શકતી નથી.

38

હકીકીપિસર

ઔરસ પુત્ર

હકીકીપિસર જ પિતાનો વારસાનો કાયદેસર હક્કદાર છે.

39

હડેડવું

આગ લાગવી, જોરથી સળગી ઊઠવું.

હડેડવાને લીધે આજે જગતમાં જંગલોનો નાશ થતો જાય છે. તેથી પર્યાવરણ પર માઠી અસર થાય છે.

40

હડાહૂડ

વેરણ છેરણં, અસ્તવ્યસ્ત

આળસું મહિલાના ઘરમાં બધું જ હડાહૂડ હોય છે.

41

હક્કપરસ્ત , હક્કપરસ્તી

પ્રભુભકત, પ્રભુભક્તિ

સાચ હકાપરસ્તને પરમાત્માની લગની લાગી હોય છે એટલે એ હક્કપરસ્તીમાં જ સદા મસ્ત રહે છે.

42

હક્કાબક્કા

ગભરાઈ ગયેલું

કોપાયમાન માનચતુરના ક્રોધથી ઘરના તમામ સભ્યો હક્કબક્કા થઈ ગયા.

Leave a Reply

Recent Posts

Recent Comments

Pages

Categories

October 2022
M T W T F S S
« May    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.