ગુજરાતી શબ્દ સ્પર્ધા-૧-
ગુજરાતી ને ટકાવી રાખવા મથતા દરેક ગુજરાતી પ્રેમીઓ માટે એક રમત તૈયાર કરી છે અને તે છે ગુજરાતી શબ્દ સ્પર્ધા.
હેતૂઃ- ગુજરાતી ભાષા લોક્ભોગ્ય બને દીર્ઘાયુ બને તેવી વાતો કરતા દરેક્ને એક શસ્ત્ર આપવું છે.
અંગ્રેજી વિશ્વ ભાષા કેમ બની અને તેના કારણોને ચકાસતા સ્ફુરેલી આ વાત છે.
અંગ્રેજોમાં તે સમયે કે જ્યારે વિશ્વભરમાં તેમનો સુરજ તપતો હતો ત્યારે તેમણે એક વિષ (myth)તૈયાર કર્યુ કે.. જે અંગ્રેજી જાણે છે તે વિશ્વમાં આઝાદ ફરી શકે છે. વળી તેમની પાસે કારકુનોની કમી હતી તેથી જે દેશમાં રાજ્ય કરે ત્યાં શાળામાં એક ભેદ દાખલ કરે..અંગ્રેજી શીખવા બહુ મહેનત કરવી પડે જેથી વિદ્યાર્થી અને શિક્ષકો બંને તે શીખવા અને શીખવાડવા ખુબ મહેનત કરે. અને તે મહેનતનો એક પ્રકાર છે Spell Bee.
આપણે ગુજરાતીઓ કે જે પૈસાનું મુલ્ય અન્ય દરેક વસ્તુ થી વધારે માનીયે કે સમજીયે તેથી આપણી ભાષા ઉપર ધ્યાન રાખવાને બદલે જ્યાં જઈએ તે ભાષા ને મહત્વ વધારે આપે.
આજે આપણે આખા વિશ્વમાં વસીયે છિયે અને આખાવિશ્વની ભાષાઓ જણીયે છે અને કદાચ આપણી માતૃભાષા વિશે એવુ કોઇ ગર્વ દેખાતુ નથી માટે આપણને ગુજરાતી માધ્યમની શાળા બંધ થાય તો મા મરી ગઈ હોય તેવું દુઃખ નથી થતુ.
મને તે થાય છે માટે મેં તે ભાષાને મજબુત કરવા તેજ ઉપાયો અજમાવવા યોગ્ય સમજ્યા જે અંગ્રેજોએ અંગ્રેજી માટે કર્યા હતા.
ગુજરાતી શબ્દ સ્પર્ધા.. ઘણી બધી રીતે થઈ શકે છે.
જેમાં સંસ્થા માટે પૈસા ભેગા થઈ શકે છે
વિગતે માહીતિ માટે www.shabdaspardha.gujaratisahityasarita.org અને www.vijayshah.wordpress.com જુઓ
શબ્દ સ્પર્ધાનાં શબ્દ પેપર માટે vishal.monpara@yahoo.com નો સંપર્ક કરવો
જયંત પટેલ ( કો ઓર્ડીનેટર) અને સુરેશ બક્ષી ( એસોસીયેટ કો ઓર્ડીનેટર)