ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સાધના અને તેની રમતગમત
Home » 2010 » March » 03

શબ્દ સ્પર્ધા- જૈન સેંટર ઓફ હ્યુસ્ટન-રિધ્ધિ દેસાઇ અને મોના શાહ

March 3rd, 2010 Posted in શબ્દ

 માતૃભાષા વિશે ફક્ત વાતો નહીં પણ નક્કર કામ કરતા હ્યુસ્ટન જૈન સેન્ટર, પાઠશાળાનાં ૫ વર્ષથી ૧૫ વર્ષનાં લગભગ ૧૭૫ કરતા વધુ બાળકો તેમની આવડત અને ઉંમર પ્રમાણે ૨૦૦ શબ્દો હિંદી અને ગુજરાતીમાં શીખ્યા. તેમના શિક્ષકો અને વાલીઓએ માતૃભાષા એક સંસ્કાર છે અને તેને જેમ ધર્મ શીખવાડવા મથીયે તેમ ભાષા શીખવાડી અને એક ગૌરવાન્વીત ઉદાહરણ સમગ્ર વિશ્વ સામે મુક્યુ.


હિન્દી વર્ગ ૨ શબ્દ સ્પર્ધા અંતિમ ચરણો માં


શબ્દ સ્પર્ધા ચિત્ર ઓળખો અને જવાબ માતભાષામાં આપો

શબ્દ સ્પર્ધામાં સૌને આવકારતા મોનાબેન શાહ અને જજ સુશ્રી આરતીબેન છેડા અને વિજયભાઇ શાહ
તસ્વીર સૌજન્યઃ પરાગ શેઠ

પાઠશાળા કો ઓર્ડીનેટર ધનેશ શાહ અને મોના શાહ સાથે વાત થતી હતી તે સમયે ધનેશભાઇ શાહ બોલ્યા માતૃભષા એ પણ એક જરુરી સંસ્કાર છે અને જેમ આપણી ધાર્મિક માન્યતાઓને આગલી પેઢીને આપણે આપવા મથીયે છે તે પ્રમાણે માતૃભાષા સંવર્ધન માટે ગુજરાતી અને હિંદી ભાષાનાં શિક્ષકો શબ્દ સ્પર્ધા કરશે. ત્યારે વિજયભાઇ શાહ અને  વિશાલ મોણપરાની સાથે એક મીટીંગ ગોઠવી શબ્દ સ્પર્ધાને માટે જરુરી માળખુ શિક્ષકોને સમજાવ્યુ અને હિંદીનાં ૩ વર્ગ અને ગુજરાતીનાં ૩ વર્ગ ની શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ થવા માંડી.

દરેક વર્ગનાં શિક્ષકો પોતાની રીતે ૨૦૦ જેટલા શબ્દો તૈયાર કરીને વિદ્યાર્થીઓને અને તે  વિદ્યાર્થીનાં વડીલોને આપ્યા.દરેક વર્ગ ઉંમર પ્રમાણે વિભાજીત હતો તેથી એક શબ્દ સમુહ અને એક પ્રકારનાં નિયમોને આધિન આ રમત નહોંતી. 

શબ્દ સ્પર્ધા ૨૮ ફેબ્રુઆરીને ૧૧.૦૦ કલાકે જૈન સેંટરનાં મુખ્ય કક્ષમાં થઇ. પાઠશાળા કો ઓર્ડીનેટર સુશ્રી મોના શાહે સૌ શ્રોતાગણને આવકાર્યા અને નિર્ણાયક સુશ્રી આરતીબેન છેડા અને વિજયભાઇ શાહનો પરિચય આપ્યો. સૌ સ્પર્ધકો અને તેમના વાલીઓનો ઉત્સાહ અનેરો હતો.

ગુજરાતી વર્ગ ૧નાં શિક્ષકોએ( નીતા દેસાઇ અને અમીશા કાપડીયા) શબ્દ અને અક્ષર બે ટુકડીઓ અને ૮ સ્પર્ધકોને સ્ટેજ પર લાવ્યા હતા અને તેમના શબ્દ સમુહને અનુરુપ રંગીન ચિત્રો લાવ્યા હતા અને તે ચિત્રો જોઇને સ્પર્ધકોએ ગુજરાતીમાં જવાબ આપવાના હતા. બંને ટુકડી મજબુત હતી અને પુછાયેલ શબ્દોમાંથી પ્રથમ ૧૩ મીનીટ સુધી પરિણામ આવ્યું નહોંતુ..જે છેલ્લા શબ્દે આવી ગયુ હતુ સિધ્ધાર્થ દેસાઇની જહેમત જાવા પ્રોગ્રામીંગ નાં ચિત્રોમાં દેખાતી હતી, શબ્દ ટુકડી વિજેતા બને હતી અને તેના વિજેતાઓ હતા ધ્રુવ અજમેરા,અમી મોમાયા,મીરા શાહ, અને મીહીકા શાહ( ઉંમર વર્ષ ૫ થી ૮)

હિન્દી વર્ગ ૧નાં શિક્ષકો (સપના ઓસ્વાલ અને પ્રિયંકા શેઠ) સાત સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા હતા અને દરેક સ્પર્ધક સ્વતંત્ર હતા.તેમણે અંગ્રેજી શબ્દો બતાવી હિન્દીમાં તેના જવાબ આપતા હતા અત્રે ખાસીયત એ હતી કે ચિત્રો હાથથી દોરેલા હતા અને પાવર પોઈંટમાં તે દર્શાવાતા હતા. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે મુશ્કાન શેઠ, રેવા જાજોદીયા અને વિરાજ શાહ આવ્યા હતા ( ઉંમર વર્ષ ૫થી ૮)

ગુજરાતી વર્ગ ૨નાં શિક્ષકો પ્રીતિ રાંભીયા અને વૈશાલી શાહ) દરેક સ્પર્ધક સ્વતંત્ર હતો અને તેમને અંગ્રેજી શબ્દો આપી તેનો ગુજરાતી શબ્દ આપવાનો હતો પ્રથમ બે નંબર એક સરખા ગુણ આવતા ફરી પ્રશ્નો પુછાયા જેમા આખુ વાક્ય અંગ્રેજીમાં પુછાયુ અને સ્પર્ધકોએ તે વાક્યનું ગુજરાતી કહેવાનું હતુ.આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે રીયા સોલંકી, અવની શાહ અને વંશીકા જોન્સા આવ્યા હતા (ઉંમર વર્ષ ૯થી ૧૨)

હિન્દી વર્ગ ૨નાં શિક્ષકો (રીતુ જૈન અને નીરજા શાહ) માં દરેક સ્પર્ધક સ્વતંત્ર હતો અને તેમને અંગ્રેજી શબ્દ અપાતા હતા અને તેનો હિન્દીમાં  ઉત્તર આપવાનો હતો. અહી વૈવિધ્ય એ હતુ કે પ્રથમ દસ સેકંડમાં જવાબ ન આપી શકનારને તે શાબ્દ પારખવા સંકેત(Hint) અપાતા હતા. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે રચિત જૈન, રિતિકા જૈન અને દિવ્યા શાહ આવ્યા હતા (ઉંમર વર્ષ ૯થી ૧૨)

ગુજરાતી ૩ ના શિક્ષકો( ડીસ્પ્યુટા કોઠારી અને મનન મહેતા) ચાર સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા હતા તેથી તેમને શબ્દોને સાચી જોડણી સાથે ઉચ્ચારવાનાં હતા અને શબ્દો ચીઠ્ઠી ઉપાડીને અપાતા હતા. બીજા દોરમાં શબ્દોની જોડણી પણ કહેવાની હતી અને શબ્દ પ્રયોગ પણ કરવાના હતા. આ શબ્દ પ્રયોગ ભુલકાઓ સરસ રીતે કરતા હતા જે સાચી ગુજરાતી  ભણાવાતી હોવાની પ્રતિતિ કરાવતા હતા. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે શ્રીપાલ શાહ, વિવાન કોઠારી અને રીયા કાપડીયા આવ્યા હતા (ઉંમર વર્ષ ૧૩થી ૧૬)

હિન્દી ૩નાં શિક્ષકો (સ્મીતા બોરા અને શૈલેશ જૈન) સાત સ્પર્ધકોને સ્ટેજ ઉપર લાવ્યા.   તેમને બે દોર હતા જેમા પ્રથમ દો્રમાં અંગ્રેજી શબ્દો અપાતા હતા જેમનો તેમણે હિન્દી શબ્દ આપવાનો હતો. બીજા દોરમાં હિન્દી વાક્ય અપાયા જે તેઓએ વાંચવાના હતા અને સરખા ગુણના અનુસંધાને જૈન સોસાયટીનાં પ્રમુખ આશિષ ભંડારીએ હિન્દીમાં પ્રશ્ન પુછ્યા હતા જેનો જવાબ હિન્દીમાં સ્પર્ધકો એ આપ્યો હતો. આ સ્પર્ધા પણ રોચક રહી. આ સ્પર્ધાનાં પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે અનુક્રમે શ્રેયા ઉદય, યશ બોરા, અને સિધ્ધાર્થ શાહ આવ્યા હતા (ઉંમર વર્ષ ૧૩થી ૧૬).

બે કલાક ચાલેલ આ સ્પર્ધામાં પાઠશાળનાં તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાજરીથી હોલ ભરચક હતો. દરેક ટીમના વિજેતાઓને તાળીઓનાં ગડગડાટ્થી વધાવાતા હતા અને કવચીત હાર પામેલા પ્રતિસ્પર્ધક્નું રુદન પણ જોવા મળ્યુ. જે એમ સુચવે છે તૈયારી પુરી કરવા છતા સ્ટેજ ઉપર અવાચક બની જતા તે સ્પર્ધા હારી. જૈન સેંટરમાં ભાષાનાં શિક્ષકોનો આ પ્રયોગ વિશે પોતાના પ્રતિભાવો મોના શાહે પુછતા શિક્ષકોએ જણાવ્યું કે આખા વર્ષમાં શિખવવાનાં શબ્દો વિદ્યાર્થી આ સ્પર્ધત્મક વાતાવરણ ને લીધે ફક્ત દોઢ મહીનામાં શીખી ગયા. એક વિદ્યાર્થીની તો માંદી હોવા છતા શબ્દ સ્પર્ધાનાં પ્રરંભિક દોરમાં તેના પિતાને મજબુર કરીને આવી અને હાજર રહી. વિદ્યાર્થી સાથે તેમના માતાપિતા પણ સારા એવા સ્પર્ધા માટે સક્રિય હતા. શિક્ષકોને પણ બહુ જ મઝા આવી અને આવી સ્પર્ધા દરેક વર્ષે ગોઠવાય તેવી અપેક્ષા જાહેર કરી.શ્રોતાગણમાં પણ સંયમ બહુજ આવકારનીય હતો અને ક્યાંક કચવાટ પણ હતો કે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ના થયો હોત તો સારુ. એકંદરે સૌની માતૃભાષા પ્રત્યેની ભક્તિ અનન્ય રીતે દેખાતી હતી. કેટલાક માતાપિતાને તેમના બાળકો સ્ટેજ ઉપર ન આવી શક્યાનો અને આવતે વર્ષે વધુ મહેનત કરી તેમા સક્રિય થવાનો થનગનાટ દેખાતો હતો.

Recent Posts

Recent Comments

Pages

Categories

March 2010
M T W T F S S
« Jan   May »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Archives

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.